અમેરિકાની દિગ્ગજ ટેકનોલોજી કંપની એપ્પલ આજે આઈફોન 7,ને સૈન ફ્રાંસિસ્કોમાં લોંચ કર્યો જ્યારે કે ભારતમાં આ 26 સપ્ટેમ્બરના રોજ લોંચ થઈ શકે છે. દરેખ વખતની જેમ આ વખતે પણ કંપનીના સીઈઓ તેને લોંચ કર્યો . આ વખતે કંપનીના સીઈઓ ટિમ કુક છે એવુ કહેવાય રહ્યુ છે કે ભારતમા તેની કિમંત લગભગ 63 હજાર રૂપિયા હશે.
-નવા આઈફોન 7 માટે નવા વાયરલેસ AirPods લોન્ચ કરાયા
- નવા ઓફિશિયલ આઈફોનમાં ઓડિયો જેક નહીં હોય, માત્ર લાઈટનિંગ કનેક્ટર સાથે એડેપ્ટર, હવે ચાર્જિંગ પોડમાં લાગશે ઈયરફોન
- આઈફોનના બે કેમેરા વાઈડ એન્ગલ અને ટેલીફોકસ લેન્સ કરતાં 10 ગણું વધારે ઝૂમ કરશે
- નવા આઈફોનમાં 7MP ફેસટાઈમ HD કેમેરા છે
- નવા આઈફોનમાં નવું હોમ બટન ફોર્સ ટચ સાથે
- આઈફોન 7નો નવો કેમેરા – 3 ગણું વધારે એક્સ્પોઝર, 50 ટકા વધુ લાઈટ
- આઈફોન 7નો નવો કેમેરા – 60 ટકા વધારે ફાસ્ટ, 30 ટકા વધારે એનર્જી એફિશિઅન્ટ
- આઈફોન 7 અને 7 પ્લસ, બંને વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્ટ છે.
- ટીમ કૂકઃ આઈપેડ, આઈફોન દુનિયાના સૌથી વધુ લોકપ્રિય ગેમિંગ ડિવાઈસીસ છે.
- કૂકનું એલાનઃ પોપ્યૂલર ગેમ મારિયો પણ હવે એપ સ્ટોર પર ઉપલબ્ધ.
- મારિયો ગેમને નવા રૂપમાં રજૂ કરાઈ છે. એનું નામ સુપર મારિયો રન રાખવામાં આવ્યું છે.
- આઈફોન 7 અને 7 પ્લસ વોટરપ્રુફ હશે. ટીમ કૂકે કહ્યું, એપલ મ્યુઝિકના 17 મિલિયન સબ્સ્ક્રાઈબર્સ છે
32 જીબીથી 256 જીબી સુધી મેમોરી
iPhone -7 ના 256 જીબી સ્ટોરેજ સાથે લોંચ થયો છે. એવુ કહેવાય રહ્યુ છે કે બેસ વેરિએંટ આ વખતે 16ને બદલે 32 જીબી સાથે લોંચ થયો છે. આ પહેલા આવેલ ફોન iPhone -6 પ્લસમાં 128 જીબીની ઈંટરનલ મેમોરી છે. આ ઉપરાંત કંપની પોતે જ 2 ટીબીની આઈક્લાઉટ સ્ટોરેજ આપવાનુ વચન આપ્યુ છે.
કેવુ છે પ્રોસેસર
પ્રોસેસરની વાત કરીએ તો ફોનમાં એપ્પલ A10 પ્રોસેસર છે. આઈફોન 7ની સ્ક્રીન 4.7 ઈંચ અને આઈફોન 7 પ્લસની સ્ક્રીન સાઈઝ 5.5 ઈંચ છે. આ ઉપરાંત આઈફોન 7 પ્લસમાં બે રિયર કેમેરા છે.