Webdunia - Bharat's app for daily news and videos

Install App

આઈપીએલ : શુ સ્થિતિ સ્પષ્ટ છે ખરી ?

સેમીફાઈનલિસ્ટ ટીમોનુ અનુમાન

Webdunia
PTI
આઈપીએલ ટુર્નામેંટના 15માં દિવસે દિલ્લી ડેયરડેવિલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે એક રસપ્રદ હરીફાઈ થવાની આશા છે. ટૂર્નામેંટના પહેલા કહેવાતુ હતુ કે બધી ટીમો એકથી એક ચઢિય ાત ી છે અને કંઈ ટીમ કોને ક્યારે હરાવી દે તે કહી શકાય તેમ નથી.

એક બાજુ જ્યા સ્ટાર્સથી ભરેલી ટીમને મજબૂત બતાવવામાં આવી રહી છે, ત્યા બીજી બાજુ રાજસ્થાન રોયલ્સને શેન વોર્નનો વનમેન શો કહીને તેને ઓછી આંકવામાં આવી રહી હતી. તાજેતરમાં શેન વોર્નની સેનાએ ફક્ત એક જ મેચ હારી છે અને તે આઠ અંક લઈને બીજા સ્થાને છે.

વોર્ન આ મેચમાં બેવડી ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ ટીમના કપ્તાન પણ છે અને કોચ પણ. હવે તેમની કપ્તાની કહો કે કોચિંગની તેમના ખેલાડીઓનો અંદાજ જ બદલાઈ ગયો છે. વોર્ને પોતાની ટીમમાં ગજબની ઉર્જા ભરી છે.

બીજી બાજુ સ્ટાર્સથી ભરેલી બેંગલોર રોયલ ચેલેંજર્સ. મુંબઈ ઈડિયંસ અને ડૈકન ચાર્જર્સએ અત્યાસ સુધી ફક્ત એક એક મેચ જ જીતી છે. કહેવુ ખોટુ નથી કે ત્રણે ટીમો પાસેથી લોકોએ ઘણી અપેક્ષાઓ રાખી હતી. પણ તેમણે તે પ્રમાણે પ્રદર્શન ન કર્યુ. હાલ તો ત્રણે ટીમો ડેંજર ઝોનમાં છે. જો કે હવે એવુ પણ કહેવુ ઉતાવળ કહેવાશે કે આ ટીમો માટે સેમીફાઈનલની શક્યતા નથી. તેમની પાસે હજુ તેમને પૂરી તક છે.

આઈપીએલમાં આઠ ટીમો રમી રહી છે. પહેલા રાઉંડમાં ચાર ટીમોને બહારનો રસ્તો જોવો પડશે, તે ચાર ટીમો કંઈ હશે તે પહેલી શ્રેણી પછી બહાર થશે ? ક્રિકેટમાં કોઈ ભવિષ્યવાણી કામ નથી આવતી, પણ જે સ્થિતિ જોવા મળી રહી છે તે સેમીફાઈનલિસ્ટનુ આંકલન -

ચેન્નઈ સુપર કિંગ - અત્યાર સુધી થયેલ ચાર મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સની ચારેય મેચ જીત્યા છે. આ ટીમ યાદીમાં સૌથી ઉપર છે. વાત ફક્ત આટલી જ નથી કે ચેન્નઈ સુપર કિગ્સે અત્યાર સુધી પોતાની બધી મેચ જીતી છે, પરંતુ ધ્યાન આપવા બાબત એ છે કે જે અંદાજમાં તેઓ જીત્યા છે તે જોતા તો એવુ જ લાગે છે કે તેઓ મુખ્ય દાવેદાર લાગે છે. મહેન્દસિંહ ધોનીની સુકાની હેઠળ ચેન્નઈ કિગ્સે મેદાની લડાઈની સાથે જ મગજની જંગ પણ જીતી છે. આ ટીમનુ સેમીફાઈનલમાં પહોંચવુ તો નક્કી છે.

રાજસ્થાન રોયલ્ સ - અત્યાર સુધી પોતાની પાંચ મેચોમાં ચાર જીત નોંધાવે ચૂકેલી આ ટીમ અત્યારે બીજા સ્થાન પર છે. સતત ચાર જીત નોંધાવવી એ કોઈ ચમત્કાર નથી હોતો. રાજસ્થાન રોયલ્સમાં દમ છે, તેમના ખેલાડીઓના જોશને કારણે વિરોધીઓનુ બચવુ મુશ્કેલ છે. આ ટીમને સેમીફાઈનલ માટે મજબૂત દાવેદાર ગણી શકાય છે.

દિલ્લી ડેયરવિલ્ સ - સહેવાગની ટીમનુ નેટ રન રેટ હાલ તો સૌથી વધુ છે. ટીમ કોઈ પણ એંગલથી નબળી નથી. અને તે ત્રીજા સ્થાન પર છે. દિલ્લી ડેયરવિલ્સ કોઈ પણ ટીમને હરાવવાની હિમંત રાખે છે અને અત્યાર સુધી તેમણે પ્રતિભાશાળી રમત બતાવી છે. બીજી ટીમોને માટે દિલ્લી ડેયરવિલ્સને સેમીફાઈનલમાં જતા રોકવુ બહુ મુશ્કેલ છે. આ અંદાજ મુજબ ત્રીજી સેમીફાઈનાલિસ્ટ ટીમ છે.

કિંગ ઈલેવન પંજાબ/કલકત્તા નાઈટ રાઈડર્ સ - ટુર્નામેંટની ચોથી સેમીફાઈનાલિસ્ટ ટીમ કિંગ્સ ઈલેવન પંજાબ અને કલકત્તા નાઈટ રાઈડર્સમાંથી એક હશે. જે ટીમ અંત સુધી સારી રમત બતાવશે તે સેમીફાઈનલમાં જવાની હકદાર ગણાશે. કિંગ્સ ઈલેવન પંજાબના જ્યાં પાંચ મેચોમાં 6 અંક છે ત્યા બીજી બાજુ કલકત્તા રાઈડર્સના આટલી જ મેચોમાં ચાર અંક છે. આમ તો ટુર્નામેંટની પહેલી મેચથી લઈને અત્યાર સુધીમાં કલકત્તા નાઈટ રાઈડર્સના રમતનુ સ્તર ખૂબ નીચે આવ્યુ છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - વીમા કંપની

ગુજરાતી જોક્સ - પત્ની કૂવામાં

ગુજરાતી જોક્સ - કેળાની છાલ

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

વધુ જુઓ..

નવીનતમ

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

Show comments