Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL 2025 Auction: કરોડપતિ બનતા જ વિવાદોમાં વૈભવ સૂર્યવંશી, વય પર ઉઠ્યા સવાલ, પિતા બોલ્યા કોઈનાથી નથી ગભરાતા

Webdunia
મંગળવાર, 26 નવેમ્બર 2024 (13:04 IST)
vaibhav suryavanshi
વૈભવ સૂર્યવંશીની વય 10 વર્ષ હતી ત્યારે જ પિતાએ સંજીવે એ દરમિયાન જ નક્કી કરી લીધુ હતુ કે તેમને પોતાના પુત્રને ક્રિકેટર બનાવવો છે. આ સપનુ પુર્ણ કરવા માટે તેમણે પોતાની જમીન વેચી દીધી. પણ તેમને આ ખબર નહોતી કે ત્રણ વર્ષની અંદર જ તેમનો પુત્ર તેમનુ સપનુ પુર્ણ કરી દેશે. આઈપીએલની બોલીમાં 13 વર્ષના વૈભવને 1.10 કરોડ રૂપિયામાં રાજસ્થાન રોયલ્સે પોતાની સાથે જોડી લીધો. 
 
આઈપીએલના ઈતિહાસમાં વૈભવ કોઈપણ ટીમ સાથે જોડાનારો સૌથી યુવા ક્રિકેટર બની ગયો. જો કે આ યુવા ક્રિકેટરે કરોડપતિ બનતા જ વિવાદ શરૂ થઈ ગયો. તેની વયને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે. જો કે વૈભવના પિતાએ આલોચના કરનારાઓને કરારો જવાબ આપ્યો છે અને કહ્યુ છે કે તેઓ કોઈનાથી નથી ગભરાતા અને જે પણ માહિતી આપવામાં આવી છે એ યોગ્ય છે. 
 
સમસ્તીપુરથી 15 કિલોમીટર દૂર મોતીપુર ગામમાં ખેતીલાયક  જમીનને વેચનારા સંજીવ પાસે પુત્રને રાજસ્થાન રોયલ્સે ખરીદી લીધા પછી બોલવા માટે કોઈ શબ્દ નથી. તેઓ કહે છે કે વૈભવ હવે તેમનો પુત્ર જ નહી પણ આખા બિહારનો પુત્ર છે.  સંજીવના મુજબ તેમના પુત્રએ  આઠ  વર્ષની વયમાં જ ખૂબ મહેનત કરી અને જીલ્લાના અંડર 16 ટ્રાયલમાં સફળતા મેળવી. તે પુત્રને કોચિંગ માટે સમસ્તીપુર લઈ ગયા પણ તેમને પરત ફરવુ પડ્યુ. ત્યારબાદ તેમને પોતાની જમીન વેચી દીધી. 
 
સંજીવ ઈચ્છે છે કે પરિસ્થિતિ હજુ સુધી સુધરી નથી. વૈભવની વય સંબંધી વિવાદો પર સંજીવ કહે છે કે જ્યારે તે સાઢા આઠ વર્ષનો હતો ત્યારે બીસીસીઆઈ તરફથી તેના હાડકાઓનો ટેસ્ટ થયો હતો. તેઓ કહે છે કે તેમને આ વિશે કોઈનો ડર નથી. અમે આગળ પણ કોઈ પણ ટેસ્ટ માટે તૈયાર છીએ. વૈભવની વયને 15 વર્ષ બતાવવામાં આવે છે. સંજીવના મુજબ રાજસ્થાને વૈભવને નાગપુરમાં ટ્રાયલ માટે બોલાવ્યો હતો. 
 
આઈપીએલ નીલામીમાં 13 વર્ષના વૈભવ સૂર્યવંશીને રાજસ્થાન રોયલ્સે 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો. આ ખેલાડીની બેસ પ્રાઈસ 30 લાખ રૂપિયા હતી અને તે પોતાની બેસ પ્રાઈસથી લગભગ ચાર ગણા વધુ ભાવ પર વેચાયા.  એ આઈપીએલ નીલામી ઈતિહાસમાં વેચાનારા સૌથી યુવા ખિલાડી બની ગયા.  બિહારના વૈભવે ફક્ત 13 વર્ષ અને 242 દિવસોની વયમાં આઈપીએલ નીલામી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા સૌથી ઓછી વયના ખેલાડીના રૂપમાં ઈતિહાસ રચી દીધો હતો. હવે તેમને ટીમમાં સ્થાન મળી ગયુ. વૈભવને લેવા  માટે રાજસ્થાન અને દિલ્હી કૈપિટલ્સ વચ્ચે કોમ્પિટિશન હતી. 
 
ઘરેલુ ક્રિકેટમાં મચાવી ચુક્યા છે ધમાલ 
વૈભવ ઘરેલુ ક્રિકેટમાં ખૂબ ધમાલ મચાવી ચુક્યા છે આ જમણા હાથના બેટ્સમેને ખૂબ ઓછી વયમાં જ પોતાના બેટથી શાનદાર પ્રદર્શન કર્યુ છે. જાન્યુઆરી 2024માં બિહાર માટે પ્રથમ શ્રેણીમાં ડેબ્યુ કર્યા પછી સૂર્યવંશીએ સપ્ટેમ્બરમાં ભારત U19 વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા U19 યૂથ ટેસ્ટ શ્રેણી દરમિયાન એક શાનદાર સદીની સાથે બધાનુ ધ્યાન આકર્ષિત કર્યુ હતુ. સૂર્યવંશી આગામી અંડર-19 એશિયા કપમાં ભારતનુ પ્રતિનિધિત્વ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. 
 
તાજેતરમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમો વચ્ચે બે મેચોની અનાધિકારિક ટેસ્ટ શ્રેણી રમાઈ હતી. તેમા બિહારના લાલે માત્ર 58 બોલમાં સદી ફટકારી હતી. હવે તે ઈગ્લેંડના બેટ્સમેન મોઈન અલીથી માત્ર એક સ્થાન પાછળ છે.   તેણે  2005માં અંડર 19માં 56 બોલમાં સદી મારી હતી. આ સાથે વૈભવે અંડર 19 ટેસ્ટમાં કોઈ ભારતીય દ્વારા સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનવી લીધો છે.  યુવા ખેલાડીએ પોતાની દમદાર રમત દરમિયાન 14 ચોક્કા અને ચાર સદી મારી. તે માત્ર 62 બોલ પર 104 રન બનાવીને રન આઉટ થઈ ગયા. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

26/11 Mumbai Attack મુંબઇના ઇતિહાસનો કાળો ઇતિહાસ, જાણો આજે 16 વર્ષ પહેલાં શું થયું

જો 29 કલાકમાં સીએમનો નિર્ણય નહીં લેવાય તો મહારાષ્ટ્રમાં લાગૂ થશે રાષ્ટ્રપતિ શાસન, જાણો શું કહે છે નિયમો?

Cold wave in gujarat- ગુજરાતમાં તીવ્ર ઠંડીનું એલર્ટ, ગાઢ ધુમ્મસ, ગાંધીનગર સહિત આ શહેરોમાં પારો ગગડ્યો

LIVE Gujarati Todays News- ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે દુષ્કર્મ તેમજ પોલીસ ફરિયાદ

26/11 તાજની ઘટના - જ્યારે પણ આવે છે યાદ તો દેશને ધ્રુજાવી જાય છે

આગળનો લેખ
Show comments