Webdunia - Bharat's app for daily news and videos

Install App

Yogini Ekadashi યોગિની એકાદશી - યોગ દ્વારા ભોગ તરફ જોવાની મંગલ દૃષ્ટિ

Webdunia
સોમવાર, 19 જૂન 2017 (19:32 IST)

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, "હે યુધિષ્ઠિર! સાંખ્યયોગ, ભક્તિયોગ અને કર્મયોગનાં લક્ષણો એકસરખાં જ છે. જ્ઞાાન, ભક્તિ અને કર્મના મૂળમાં સમત્વયોગ છે. નિર્ભયતા, અંતઃકરણની શુદ્ધિ, આચાર્યની ઉપાસના તથા શાસ્ત્રો દ્વારા પ્રાપ્ત આત્મજ્ઞાાન અને ઇન્દ્રિયોના ઉપસંહારથી આત્મામાં એકાગ્રતા કરવી તેનું નામ યોગ. આમાં દાન, દમ, ઇન્દ્રિયનિગ્રહ, યજ્ઞા, નિષ્ઠા, તપ, સરળતા અને શુદ્ધિ વગેરેનો સમાવેશ થઈ જાય છે.
 

યોગ દૈવી ગુણ છે, તે જીવન પ્રકાશિત કરે છે, જીવનને મહાન બનાવે છે. ભક્તિ કેમ કરવી તે યોગ સમજાવે છે. યોગ, વ્રત વગેરે દૈવી તત્ત્વો છે.

વ્રત વિના વિચારો વિકૃત થઈ જાય છે. યોગ દ્વારા ભોગ તરફ જોવાની મંગલ દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. જગત તેને ભોગનો વિષય નહીં, પણ ભક્તિનો વિષય લાગે છે. જગત ભોગનો વિષય નથી, ભક્તિનો વિષય છે. વ્રત દ્વારા તપ કરવાનું છે, સાધના કરવાની છે. 'તપો દ્વંદ્વ સહનમ્!' તપ એટલે સુખ-દુઃખ જેવાં દ્વંદ્વો સહન કરવાં. નિશ્ચિત કરેલા ધ્યેયની પ્રાપ્તિ માટે વ્રતધારી જે કંઈ સુખ-દુઃખ સહન કરે છે તે વ્રત છે, તપ છે. જીવનમાં ધ્યેય હોય તો તપ આવે. વ્રતની માફક તપ પણ દૈવી સંપત્તિનો ગુણ છે.

ઉપાસના એટલે સાધના. સાધનાનું અંતિમ સોપાન સમાધિ છે. આ 'યોગ'ની એક એવી અવસ્થા છે, જેમાં યોગીને કે સાધકને મોક્ષ પૂર્વની સ્થિતિમાંથી પસાર થવું પડે છે.

યોગશાસ્ત્ર સમાધિ દ્વારા મોક્ષપદની પરમ પ્રાપ્તિ અર્થે આગ્રહ રાખે છે. સમાધિ અવસ્થામાં સાધક પોતાની ઉપાસનાના અંતિમ લક્ષ્ય કે અંતિમ ધ્યેયને પ્રાપ્ત કરવા સફળ થાય છે. આ એવી સ્થિતિ છે કે જેમાં સાધક પોતાના શુદ્ધ ચિદાનંદમય સ્વરૂપનું જ્ઞાાન થવું કે અનુભૂતિ થવી તે જ 'સમાધિ' કહેવાય છે.

સમાધિના બે પ્રકાર છે (૧) સવિતર્ક કે સવિકલ્પ (૨) ર્નિિવતક કે ર્નિિવકલ્પ. સવિકલ્પ સમાધિ એ ધ્યાનની જ એક વિશેષ અવસ્થા છે, સમાધિની જ વિશેષ અવસ્થા છે.

સાધનામાં પ્રથમ વાણીનું મૌન, પછી ચેતના અંતરાત્માનું મૌન, એમ વ્રતધારીએ ક્રમશઃ આગળ વધવાનું હોય છે. સાધના કે ઉપાસનામાં મૌનનું ઘણું મહત્ત્વ છે. ધ્યાન એટલે ઇષ્ટદેવ કે દેવી વિષે શારીરિક-માનસિક એકાગ્રતા.

જેને યોગ ગમે તને ભોગ ન ગમે. વ્રતીને ધ્યાનનો આનંદ એકાગ્રતા સિવાય મળતો નથી. ધ્યાન, આરાધના, ઉપાસના, સત્સંગ, સેવા, ભજન, કીર્તન, ઉપવાસ વગેરે મનુષ્ય અવતારથી જ થાય છે.

આંતરિક સાધનામાં મૌન ઉત્તમ સાથી છે. શાસ્ત્રોએ મૌનનો મહિમા ખૂબ ગાયો છે. 'મૌનં સર્વાર્થં સાધનમ્!' સંત મહાત્માઓના જીવનમાં મૌન અને એકાંતે અગત્યનો ભાગ ભજવ્યો છે. હે રાજન્! હવે પ્રશ્ન એ થાય છે કે, મૌન શા માટે?

વાણીનો પ્રવાહ જ્યારે વહેતો હોય છે, ત્યારે અંતઃસ્થલમાંથી વિચારો ન ઊઠતાં સપાટી પર જે જે આંદોલનો ઊઠે છે, તે બહાર વહી જાય છે એટલે આંતરિક સંશોધન થઈ શકતું નથી. વ્રતધારીએ સાધના અને ઉપાસનામાં આંતરજીવન અને બાહ્ય જીવનનો સુભગ સમન્વય સાધવાનો હોય છે. અધ્યાત્મ ચેતનાથી બાહ્ય જીવનને સભર કરવાનું હોય છે.

બીજી ભૂમિકામાં વાણીના વ્યવહારો બંધ થતાં વૃત્તિઓ ખળભળે છે. અહીંથી જ સાધનાની શરૂઆત થાય છે. એ ખળભળતી વૃત્તિઓને નિરખવી અને વિવેક દ્વારા એનું સંશોધન કરવું એ જ કાર્ય છે. ધીમે ધીમે વૃત્તિઓ શાંત થતાં આંતર ચેતનાનો આછો અનુભવ થાય છે અને મૌનમાંથી એક પ્રકારની અનોખી પ્રસન્નતા જન્મે છે.

પહેલી ભૂમિકામાં આવતો કંટાળો કે ઉદ્વેગ નાશ પામે છે અને એક નવું જ ક્ષેત્ર ઊઘડે છે. અંતઃમનનાં દ્વાર ઊઘડતાં સપાટી પર નાચતાં વૃત્તિ-તરણાંને નિરખવાનું મૂકીને સાગરને તળિયે સૂતેલાં અણમોલ મોતી આપણી સમક્ષ છતાં થાય છે. ધીમે ધીમે વ્રતી આગળ વધે છે ને આંતરચેતનાથી એનું જીવન રંગાઈ જાય છે, પછી તો એનું બહારનું જીવન પણ એક નવી જ દૃષ્ટિ પામી જાય છે.

ત્રીજી સહજ અવસ્થામાં સાધકનું (વ્રતીનું) સમગ્ર જીવન આંતરિક જીવનના પ્રતીકરૂપ બની ગયું હશે, ત્યારે વૃત્તિઓ એને અકળાવી નહીં શકે. સામાજિક, રાજકીય, આર્િથક તથા વ્યક્તિગત ક્ષેત્રે જે અસંતુલન છે તે અશુદ્ધિ છે. આ અશુદ્ધિઓને નિવારવાનો જે પ્રયાસ કરવામાં આવે છે, તેનું નામ જ સાધના.

એકાદશીના વ્રત દરમિયાન ઉપાસના દ્વારા ઉપાસકની કે વ્રતધારીની આધ્યાત્મિક ઉન્નતિ અને મુક્તિ થાય છે. ઉપાસના દ્વારા ઉપાસકની સાંસારિક ઉન્નતિ પણ થઈ શકે છે, તેને રિદ્ધિ-સિદ્ધિ, યશ-ર્કીિત વગેરે પ્રાપ્ત થાય છે. ઉપાસના અચેતન મનને જાગૃત કરવાની એક વૈજ્ઞાાનિક વિધિ છે. ઈશ્વર સાથે પોતાના અંતરાત્માને જોડવાનું આ એક મહત્ત્વપૂર્ણ સાધન છે.

શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન અને યોગ એ ચાર મુક્તિનાં સાધન છે. આમાં ભક્તિ એ સૌથી શ્રેષ્ઠ છે. આત્મતત્ત્વનું ચિંતન એ ભક્તિ છે, પોતાના સાચા સ્વરૂપનું મનન એ જ ભક્તિ છે. પોતાના સાચા સ્વરૂપની પરખ તરફ દોરી જાય એ ભક્તિ છે.

શ્રદ્ધા એ ભક્તિનું પૂરક બળ છે. ધ્યાનનું પ્રેરકબળ છે. સાધના કે ઉપાસનાનું અંતિમ સોપાન સમાધિ છે."

શ્રીકૃષ્ણ ધર્મરાજાને કહે છે, "આ યોગિની એકાદશી સર્વ પાપોનો નાશ કરનારી અને સંસાર સાગરમાં ડુબેલાઓને તારનારી છે."

અલકાપુરનો રાજા કુબેર ભગવાન શંકરનો પરમ ઉપાસક હતો, 'હેમમાલી' નામનો તેનો હજુરિયો પૂજાની સામગ્રી લાવી આપતો. આ સેવકની પત્ની 'વિશાલાક્ષી' અતિ સ્વરૂપવાન હતી. તે આખો દિવસ તેની સાથે મોહપાશમાં મગ્ન રહેતો. એક દિવસ પૂજા માટે ફૂલ તથા ફળફળાદિ વગેરે કુબેરના મહેલે પહોંચાડી શક્યો નહીં. રાજાએ શિવપૂજા કરવા મોડે સુધી રાહ જોઈ.

કહેવાય છે કે કુબેરે તેને ક્રોધાવેશમાં શાપ આપ્યો કે, "તારા શરીરે કોઢ નીકળશે અને તને તારી પત્નીનો વિયોગ થશે, તારું મૃત્યુલોકમાં પતન થશે."

હેમમાલી માર્કંડેય મુનિને પ્રણામ કરી શાપનું નિવારણ પૂછે છે. મુનિવર્ય આદેશ આપે છે કે, "તું જો યોગિની એકાદશીનું વ્રત કરીશ તો તારો કોઢ મટી જશે અને પત્નીના વિયોગનું દુઃખ પણ દૂર થશે."

માર્કંડેય મુનિના આદેશ અનુસાર આ સેવકે યોગિની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું. વ્રતના પ્રભાવથી તેની કાયા કંચન જેવી થઈ ગઈ. સ્વર્ગમાં પોતાની પત્ની સાથે સુખદ મિલન થયું અને તે સુખભોકતા થયો. આ અનુપમ યોગિની એકાદશીનું વ્રત કરવાથી હજારો બ્રાહ્મણોને ભોજન કરાવ્યાનું ફળ મળે છે. આ એકાદશી મહાપુણ્યદાયક અને પાપનાશિની ગણાય છે.
Youtube webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments