Webdunia - Bharat's app for daily news and videos

Install App

RTOના લાઈસન્સ વિભાગમાં સર્વરનાં ધાંધિયાંઃ લોકો પરેશાન

Webdunia
સોમવાર, 10 ડિસેમ્બર 2018 (16:50 IST)
રાજ્ય સરકારના કોઈ પણ પ્રકારના પરિપત્ર કે જાહેરાત વગર આરટીઓ વિભાગે ઓનલાઇન પેમેન્ટ ફરજિયાત કરી દેતાં વાહન લાઇસન્સ માટે અરજદારોને વધુ ખર્ચ ભોગવવો પડે છે. લાઇસન્સ માટે ઈ-પેમેન્ટ ના થાય તેવા કિસ્સામાં અરજદારને એરર દૂર કરવા માટે આરટીઓમાં લાંબા થવું પડે છે. આ પછી ફરી ઘરે જઇ ઓનલાઇન પેમેન્ટ કરવું પડે છે ત્યારે લાઇન્સ વિભાગમાં સર્વરનાં ધાંધિયાંના કારણે અરજદારોને પરેશાન થવું પડે છે.
સુભાષબ્રિજ આરટીઓમાં ઇ-પેમેન્ટ સિસ્ટમમાં એરરના કારણે લોકોને ઓનલાઇન ટ્રાન્ઝેકશનમાં તકલીફ પડે છે. આમ છતાં આરટીઓ અધિકારીઓ ઓનલાઇન પેમેન્ટની ફરજ પાડે છે. એરરના કારણે ઘણા અરજદારોનાં નાણાં ફસાઇ પડ્યાં છે અને લોકોને તકલીફ પડે છે. આરટીઓમાં ઈ-પેમેન્ટ મર‌િજયાત કરવામાં આવે તેવી ઓલ ગુજરાત મોટર ડ્રાઇવિંગ સ્કૂલ ઓનર્સ ફેડરેશન દ્વારા આરટીઓને રજૂઆત કરવામાં આવી છે. ઓનલાઇન સિસ્ટમમાં વારંવાર એરર આવે છે. સિસ્ટમના વાંકે અરજદારોને ભોગવું પડે છે. લોકોને તકલીફ ના પડે તે માટે ઓનલાઇન અને ઓફલાઇન પેમેન્ટ લેવું જોઇએ.
ઓલ ગુજરાત મોટર ડ્રાઇવિંગ સ્કૂલ ઓનર્સ ફેડરેશનના પ્રમુખ હરીશ પટેલે જણાવ્યું કે મેં વાહનવ્યવહાર વિભાગના સચિવ અને કમિશનરને આરટીઆઈ પણ કરી છે તેના જવાબમાં ઓનલાઇન પેમેન્ટ ફર‌િજયાત નથી ત્યારે આરટીઓમાં સામાન્ય બેંક ટ્રાન્ઝેક્શનમાં પણ ઇ-પેમેન્ટનો ઉપયોગ કરનાર ઇન્ટરનેશનલ લાઇસન્સના અરજદારોને એરરના કારણે ખૂબ જ મુશ્કેલીઓ પડે છે અને જે કોઈ અરજદાર પાસે કાર્ડ ન હોય તેવા અરજદારોને સાયબર કાફેમાં વધારાના રૂપિયા ભરવા પડે છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Video: ઓસ્ટ્રેલિયાની રાજધાની કૈનબરા પહોચી ભારતીય ક્રિકેટ ટીમ, પ્રધાનમંત્રી એંથોની અલ્બાનીજ સાથે કરી મુલાકાત

Blast in Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં પીવીઆર થિયેટર પાસે બ્લાસ્ટ

ISKCON Ban in Bangladesh - બાંગ્લાદેશમાં ઈસ્કૉન મંદિર કેમ ટારગેટ પર છે ? ત્યા તેના કેટલા મંદિર અને સંપત્તિઓ

Death Threat to PM Modi: પીએમ મોદીને મળી જાનથી મારવાની ધમકી, પોલીસને ફોન પર કહ્યુ - પ્લાન તૈયાર થઈ ચુક્યો છે, બસ...

Mumbai news- વોટ્સએપ પર બ્લોક થતાં પાયલટની ગર્લફ્રેન્ડે કરી આત્મહત્યા, બોયફ્રેન્ડની ધરપકડ

આગળનો લેખ
Show comments