Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગિફટ સિટીને સિંગાપોર-દુબઇની તર્જ પર વર્લ્ડ કલાસ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બનાવાશે

Webdunia
સોમવાર, 5 એપ્રિલ 2021 (20:43 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીની શુભેચ્છા મુલાકાત સિંગાપોરના હાઇકમિશનર સિમોન વોંગ અને ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં લીધી હતી. આ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ એપ્રિલ-ર૦ર૧ માસના અંતમાં ગુજરાતના ગિફટ સિટીમાં સિંગાપોર સ્ટોક એકસચેન્જની કચેરી કાર્યરત કરવાના અંતિમ તબક્કાની તૈયારીઓ માટે ગુજરાત આવેલું છે.
 
સિંગાપોરના હાઇકમિશનરએ તેમની આ કચેરીનો પ્રારંભ કરાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવભર્યુ નિમંત્રણ આપ્યું હતું તેનો મુખ્યમંત્રીએ સહર્ષ સ્વીકાર કર્યો હતો.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથેની વાતચીતમાં સિંગાપોર અને દુબઇની તર્જ પર ગિફટ સિટીને વર્લ્ડ કલાસ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન ફોર ફાયનાન્સિયલ એન્ડ ટેકનોલોજી કંપનીઝની સ્થાપના માટે વિકસીત કરવાની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.
 
વિજય રૂપાણીએ એમ પણ કહ્યું કે, ગુજરાત ભારતમાં સૌથી વધુ વિદેશી મૂડીરોકાણ મેળવનારા રાજ્યોમાં અગ્રેસર છે. એટલું જ નહિ, ગુજરાતના FDI ઇનફલોમાં સિંગાપોર બીજો ક્રમ ધરાવતું રાષ્ટ્ર છે.
 
મુખ્યમંત્રી સાથેની આ બેઠકમાં ચર્ચા-વિચારણા દરમ્યાન સિંગાપોર હાઇકમિશનર સિમોન વોંગે પણ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગિફટ સિટીમાં સિંગાપોર સ્ટોક એકસચેન્જ શરૂ થવાના પરિણામે સિંગાપોરના અન્ય આનુષાંગિક (સબસીડીયરી) એકમોને પણ નવું બળ મળશે.
 
સિમોને સિંગાપોરની કંપનીઝ-ઊદ્યોગ એકમોના રોકાણોની ભૂમિકા આપતાં જણાવ્યું કે, ગુજરાતમાં ગત નાણાંકીય વર્ષમાં સિંગાપોર દ્વારા ૧ યુ.એસ. બિલિયન ડોલર્સનું FDI રાજ્યમાં કરવામાં આવેલું છે. સિંગાપોરની કેટલીક ખ્યાતનામ-પ્રતિષ્ઠિત કંપનીઝ જેમાં રીન્યુએબલ એનર્જી સેકટરમાં ગ્લોબલ લિડર એવી સેમ્બકોર્પ ઇન્ડસ્ટ્રીઝ કચ્છમાં રિન્યુએબલ (વિન્ડ) એનર્જીનો પ્રોજેકટ કમિશન્ડ કર્યો છે તેની પણ વિગતો આપી હતી.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથેની વાતચીતમાં સિંગાપોર હાઇકમિશનરે એમ પણ જણાવ્યું કે સિંગાપોરની વિવિધ કંપનીઝ ગુજરાતમાં ફૂડ પ્રોસેસિંગ, હાઉસીંગ, ફિશરીઝ અને ફાયનાન્સીયલ સર્વિસીસ સેકટરમાં પણ રોકાણો માટે ઉત્સુક છે. સિમોને સિંગાપોર-ગુજરાત વચ્ચે બિઝનેસ ડેલિગેશનની મુલાકાત માટે પણ ઉત્સાહ દાખવ્યો હતો. આ હેતુસર સિંગાપોરના મિનીસ્ટર ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ તેમના ડેલિગેશનનું નેતૃત્વ કરશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

LIVE | India vs New Zealand 2nd Test: ભારતે લંચ સુધી ગુમાવી 7 વિકેટ પર 107 રન, ન્યુઝીલેંડ હજુ પણ 152 રનથી આગળ

અમરોહામાં ચાલતી સ્કુલ બસ પર ફાયરિંગ, હુમલાવરોએ ઈંટ-પત્થર પણ માર્યા, 30-35 બાળકો હતા સવાર

મોંઘવારીની કડાહીમાં સૌથી વધારે મોંઘુ સરસવનુ તેલ ડુંગળી અને ટમેટા પણ ઉછાળો

તિરુપતિમાં બ્લાસ્ટની ધમકી, હોટલોને ઉડાવી દેવાનો ઈમેલ આવ્યો, પોલીસ આખી રાત સર્ચ કરતી રહી

આગળનો લેખ
Show comments