Webdunia - Bharat's app for daily news and videos

Install App

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ મોબાઈલ એપ લોન્ચ કરી

Webdunia
સોમવાર, 3 જુલાઈ 2017 (12:35 IST)
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પોતાની મોબાઈલ એપ લોન્ચ કરી છે. આ એપ્લીકેશનમાં ચાહકો તેમના વિશે પ્રતિભાવ પણ આપી શકે તે માટેનું કોર્નર પણ આપવામાં આવ્યું છે. જેમાં પાકિસ્તાન સામે હાર્દિકને રન આઉટ કરાવવા માટે ફેન્સ નારાજ હોવાની કોમેંટ પણ મુકવામાં આવી છે. બીજી તરફ મોબાઈલ એપમાં પણ તેનો રાજપુતી ઠાઠ જોવા મળી રહ્યો હોવાની કોમેંટ પણ કરવામાં આવી છે.

આ એપની ખાસ વાત એ છે કે, જાડેજાએ તેમાં એક કોન્ટેસ્ટ લોન્ચ કરી છે. જેમાં ભાગ લેનારને તેની સાથે વાત કરવાનો તેમજ મળવાનો મોકો પણ મળી શકશે. ઉપરાંત આ એપમાં રવિન્દ્ર જાડેજાના અલગ-અલગ ફોટાઓ સાથે તેમના અને રિવાબાના લગ્નના વિડીયો પણ જોવા મળશે. સાથે-સાથે તેમની શ્રેષ્ઠ વિકેટ અને તેમણે કરેલા રન-આઉટના વિડીયો પણ મુકવામાં આવ્યા છે. ફેન્સ માટે સુપર ફેન અને ફેન બોર્ડ ફીડબેક પણ આ એપમાં જોવા મળશે. આ એપ લોન્ચ કરતા રવિન્દ્રએ જણાવ્યું હતું કે હવે એપના માધ્યમથી હું મારા ચાહકો સાથે વધુ સમય વિતાવી શકીશ. અહીં તમને મારા એક્સકલુઝીવ ફોટાઓ, વિડીયો, જાહેરાતો અને કોન્ટેસ્ટ પણ મળશે. જેમાં મને મળવાનો મોકો પણ મળી શકશે. કોઈપણ સ્માર્ટફોનમાં પ્લે સ્ટોરમાં જઈને આ એપ માત્ર રવિન્દ્ર જાડેજાનું નામ લખવાથી સરળતાથી ડાઉનલોડ કરી શકાશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Mann Ki Baat: 'PM મોદી 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે, આજે એપિસોડનો 115મો એપિસોડ

બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર ભારે ભીડને કારણે નાસભાગ મચી, 9 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

રાયપુરઃ બિલ્ડિંગના બીજા માળે વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી, બેના કરૂણ મોત, 2 ઘાયલ

મહારાષ્ટ્ર ચૂંટણી: કોંગ્રેસે 16 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

આગળનો લેખ
Show comments