Dharma Sangrah

'ગોડસે અને સાવરકર વચ્ચે સમલૈંગિક સંબંધ હતા' - કૉંગ્રેસ સેવાદળના પુસ્તકમાં છપાયું

Webdunia
શુક્રવાર, 3 જાન્યુઆરી 2020 (18:34 IST)
એનડીટીવી ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસ સેવાદળ દ્વારા વિતરણ કરાયેલા પુસ્તક અંગે વિવાદ સર્જાયો છે.
 
'વીર સાવરકર કેટલા વીર' નામના પુસ્તકનું ભોપાલમાં આયોજિત 10 દિવસીય ટ્રેનિંગ કૅમ્પમાં વિતરણ કરવામાં આવ્યું હતું.
 
એમાં મહાત્મા ગાંધીની હત્યા, ગોડસે અને સાવરકર વિશે ઉલ્લેખ છે.
 
આ પુસ્તકમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ગોડસે અને સાવરકર વચ્ચે સમલૈંગિક સંબંધ હતા.
 
પુસ્તકમાં ડૉમિનિક લૅપિએર અને લૅરી કૉલિનના પુસ્તક 'ફ્રીડમ એટ મિડનાઇટ'નો ઉલ્લેખ કરીને લખ્યું છે, "બ્રહ્મચર્ય ધારણ કર્યું એ પહેલાંના ગોડસેના એક જ શારીરિક સંબંધનું એક જ વર્ણન મળે છે."
 
"આ સંબંધ સમલૈંગિક હતો. તેમના પાર્ટનર તેમના ગુરુ વીર સાવરકર હતા. સાવરકર લઘુમતીની મહિલાઓનો બળાત્કાર કરવા માટે લોકોને ઉત્તેજિત કરતા હતા."
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

ભારતના આ મંદિરમાં ઢોસાને પ્રસાદ તરીકે પીરસવામાં આવે છે; કારણ જાણીને તમને નવાઈ લાગશે

ગુજરાતી જોક્સ - જમાઈનું આટલું માન

Oscar 2026 માં ઈશા અંબાનીનુ ગ્રાંડ ડેબ્યૂ, વિંટેજ ગાઉનમાં જોવા મળી અદાઓ, મુકેશ અંબાનીની સ્ટાઈલ જોતુ રહી ગયુ હોલીવુડ

બંને સમુદાયોની નારાજગી વચ્ચે હાર્યો પ્રેમ: ગાયિકા કિંજલ રબારી આંતરજ્ઞાતિય લગ્ન તોડી ઘરે પરત ફરી.

ગુજરાતી જોક્સ - બતાતે હૈ

આગળનો લેખ
Show comments