Webdunia - Bharat's app for daily news and videos

Install App

અંબાજીઃ નવરાત્રીને લઇ મોટી જાહેરાત, ચાચર ચોકમાં નવરાત્રીના ગરબા નહી યોજાય

Webdunia
શનિવાર, 2 ઑક્ટોબર 2021 (09:06 IST)
કોરોનાના કારણે આ વર્ષે અંબાજી મંદિરના ચાચર ચોકમાં નવરાત્રીના ગરબા નહીં યોજાય. અંબાજી ધાર્મિક ઉત્સવ સમિતિએ નવરાત્રીમાં આરતીનું જ સૂચન કર્યું છે. અંબાજી ધાર્મિક સમિતિ નવરાત્રીમાં આરતી કરશે. મહત્વનું છે કે દર વર્ષે ચાચર ચોકમાં નવરાત્રીના ગરબા યોજાય છે. કોરોના મહામારીને લઇ ગરબાનું આયોજન ન કરાય તેવી શક્યતા સેવાઇ રહી છે. ગયા વર્ષે પણ ચાચરચોકમાં ગરબાનું આયોજન નહોતું કરાયું. 
 
માં અંબેનું મૂળ સ્થાન અંબાજી જે 51 શક્તિપીઠમાનુ એક તીર્થસ્થળ માનવામાં આવે છે, અને જેના નામના ગરબા સમગ્ર ભારત ભરમાં ગવાય છે ને રમાય છે. આસોસુદ માસની નવરાત્રીની ખેલૈયાઓ ભારે આતુરતાથી રાહ જોતા હોય છે, પણ આ વખતે નવરાત્રિને કોરોનાનું ગ્રહણ બીજા વર્ષે પણ યથાવત રહ્યું છે.
 
ચાચરચોકમાં ગરબાનો કાર્યક્રમ ભલે મુલતવી રખાયો હોય પણ નવરાત્રી દરમિયાન અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું જ રહેશે ને રાબેતા મુજબ દર્શન આરતી ના સમય મંદિરમાં દર્શનાર્થીઓ દર્શન લાભ લઈ શકશે, પ્રથમ નવરાત્રીએ નિજ મંદિરમાં શુભ મુહર્તમાં ઘટ સ્થાપન કરી, જવેરા વાવવાનો કાર્યક્રમ પણ પરંપરાગત રીતે યોજાશે

જગતજનની માઁ અંબાના નામથી જે ગરબા સમગ્ર દુનિયા ભરમાં ગવાય છે ને રમાય છે. તે માઁ અંબાના ચાચર ચોકમાં આ વર્ષે પણ નવરાત્રી પર્વએ ગરબા નહિ થાય. સરકારે 400 માણસોની પરવાનગી આપી છે પણ અંબાજી મંદિરમાં હજારો ભક્તો ગરબા રમવા એકત્રિત થાય તેવી સંભાવનાના પગલે ગરબાનું આયોજન રદ કર્યાનું સૂત્રોએ જણાવ્યું છે. 60 વર્ષથી મંદિરના ચાચરચોકમાં ગરબાનું આયોજન કરતું નવયુવક પ્રગતિ મંડળ સતત બીજા વર્ષે પણ ગરબાનો કાર્યક્રમ નહીં યોજવા નિર્ણય લીધો હોવાનું નવ યુવક પ્રગતિ મંડળના પ્રમુખ મહેશભાઈ પંડ્યાએ જણાવ્યુ હતુ.પ્રથમ નવરાત્રીએ નિજ મંદિરમાં શુભ મુહર્તમાં ઘટસ્થાપન કરી જવેરા વાવવાનો કાર્યક્રમ પણ પરંપરાગત રીતે યોજાશે તેમ મંદિર ટ્રસ્ટના ભટ્ટજી મહારાજ જયશીલભાઈ ઠાકરે જણાવ્યુ હતુ.
 
શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ.જે.ચાવડાએ જણાવ્યું કે " ચાચરચોકમાં નવરાત્રિના આયોજનને લઈ પ્રભારી મંત્રી અને જિલ્લા કલેક્ટરે સમીક્ષા કરી હતી અને મંદિરના ચાચરચોકમાં માત્ર માઁ અંબાની આરતી કરવામાં આવશે. ગરબાનું આયોજન નહિ કરાય

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિલ્હીમાં પ્રદૂષણ ‘ગંભીર’ શ્રેણીમાં, 400 પાર એક્યૂઆઈ

મૃત્યુ પહેલા, રતન ટાટાએ શાંતનુને અમીર બનાવ્યું, મુંબઈમાં બે માળનું મકાન, રૂ. 350 કરોડની એફડી અને તેનાથી વધુ.

પરિવારના આઠ લોકો રાત્રે સૂતા હતા, જ્યારે સવારે તેમની આંખ ખુલી ત્યારે તેઓ એક વિશાળ આગથી ઘેરાયેલા હતા

મગર હરણને શા માટે છોડી દીધુ, જ્યારે આવી ઘટનાની જાણ થઈ અને તરત જ તેને છોડી દીધું. વિડિઓ જુઓ

Mann Ki Baat: 'PM મોદી 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે, આજે એપિસોડનો 115મો એપિસોડ

આગળનો લેખ
Show comments