Biodata Maker

'વંદે માતરમ્' સંસ્કૃત નહીં સંસ્કૃતિ છે.

Webdunia
P.R
' વંદે માતરમ્'ના ગીતનો અર્થ ફકત રાષ્ટ્ર્ભક્તિનું ગીત નથી, પરંતુ તે આદર્શો અને સંકલ્પોને આપણા નિત્ય સાથે જોડવાનું છે, કે જેમણે આપણા દેશને સ્વાતંત્રતા સંઘર્ષને અનુપ્રાણિત કર્યું હતું. પરંતુ આઝાદ ભારતના આ સમયમાં 'વંદે માતરમ્'ને લઇને ઘણા વિવાદો ઊભા થઇ ગયા છે. લેખક તેમજ પ્રશાસનિક અધિકારી શ્રી મનોજકુમાર શ્રીવાસ્તવએ 'વંદે માતરમ્'નામના પુસ્તક લખીને આ વિવાદોને હલ કરવાનો પ્રયત્ન કર્યો છે. હાજર છે આ ક્રાંતિ-ગીતના સાહિત્યેતિહાસિક અભ્યાસની એક નાની એવી રજુવાત -

હાલના સમયમાં ઘણા સ્વઘોષિત બુદ્ધિજીવી 'વંદે માતરમ્'ને લેખક બંકિમચંદ્રને દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંતના જનકની જેમ રજૂ કરે છે. બ્રુસેલ્સમાં 2-4 મે, 2004ના દિવસે થયેલા આંતરરાષ્ટ્રીય કોમ્યુનિસ્ટ સેમિનારમાં એક ભારતીય પ્રતિનિધિ દળે તેના પેપરમાં કહ્યું કે હિન્દૂ રાષ્ટ્રના સિદ્ધાંતનું પહેલુ સ્પષ્ટ પ્રતિપાદન બંકિમચંદ્ર ચેટર્જીએ બંગાળી ભાષામાં લખેલા તેના ઉપન્યાસ આનંદ-મઠમાં કર્યું છે. 'વંદે માતરમ્' આ ઉપન્યાસનું અંગ છે.

પાકિસ્તાનના સમાચાર-પત્ર 'ડેઇલી ટાઇમ્સ'માં ખાલેદ અહમદે લખયું છે (10.11.2002) કે જેમણે કુખ્યાત 'વંદે માતરમ્' લખ્યું તેમનું નામ બંકિમચન્દ્ર હતું. જોવાની વાત એ છે કે આ તે વ્યક્તિના માટે કહેવવામાં આવે છે જેમણે 1874માં બંગદર્શનમાં લખ્યું છે કે, બંગાળ એકલા હિન્દુઓની મિલકત નથી. પેઢીઓથી બંગાળમાં હિન્દૂ-મુસ્લિમ સાથે - સાથે રહેતા આવ્યા છે. આજે દુર્ભાગ્યવશ તેમની વચ્ચે અંતર વધતું જાય છે. બધાના હિતમાં આ દિવસોમાં સમુદાયોંમાં ભાઇચારો રહે તેવી લાગણી વ્યકત કરૂ છું.

' જો બંકિમચંદ્દ્ર મુસ્લિમ વિરોધી હોતા તો તેમના ઉપન્યાસ 'સીતારામ'(1886)માં એક પાત્ર દ્વ્રારા આવું કહેડાવતા કે 'જો તમે હિન્દૂ અને મુસલમાનને બરાબર ન સમજતા હોય તો હિન્દૂ અને મુસલમાન બન્ને દ્વ્રારા સમાયેલી આ જમીનમાં આપણા રાજ્યને સુરક્ષિત નહી રાખી શકો. તમારો અભિકલ્પિત ધર્મ રાજ્ય પાપના શાસનમાં અપધટિત થઇને રહી જાશે'. કેમકે આ લેખ આનંદ-મઠ કે બંકિમ ઉપર નથી, પરંતુ જે વાત અહીં નક્કિ કરવાની છે તે એ છે કે એક પાકિસ્તાની લેખક અને એક ભારતીય પક્ષના બંકિમના પ્રતિ એક જેવા વિચાર.

હવે આ વાત ઉપર આવી એ કે 'વંદે માતરમ્' અંગ્રેજો વિરોધી નહોતું? આપણા 9 બુદ્ધિજીવીઓ આ ગીતને આનંદ-મઠમાં મુસ્લિમોંના વિરૂદ્ધ સક્રિય જોવે છે ના તો અંગ્રેજો વિરૂદ્ધ. પરંતુ ખૂદ અંગ્રેજોને આ વિષયમાં કોઇ શક નહોતો કે આ ગીતનું સાચું નિશાન કોણ હતું. 'આ એક ભયંકર દેવીના પારકા જૂલ્મની વિરૂદ્ધ સતત સહકાર છે'-તેવું સર વેલેંટાઇન ચિરોલે 'ઇંડિયન અનરેસ્ટ'નામના પુસ્તકમાં લખ્યું હતું. આના થોડા વર્ષો પહેલા જી.એ.ગ્રિયર્શન ધ ટાઇમ્સ (લંડન)માં પ્રકાશિત એક લેખમાં(12મી સપ્ટેમ્બર, 1906) લખ્યું કે 'વંદે માતરમ્'ની માં મૃત્યું અને વિનાશની દેવી છે.

ચિરોલ-ગ્રિયર્શન વ્યાખ્યાને સરકારી મુજબ રોલેટ ક્મેટી રિપોર્ટ (1918)માં સમાવ્વામાં આવી, જેમાં માનવામાં આવ્યું કે ક્રમશઃ આ રાષ્ટ્રગીતના સ્તર સુધી આગળ આવી ગયું છે. આપણા નેતાઓને પણ કોઇ ભ્રમ ન્હોતો. બિપિનચંદ્દ્ર પાલના એક લેખ 'માતરમ્ ઇન વંદે માતરમ્' (વીકલી ન્યું ઇંડિયા, ઓક્ટોબર, 1906)માં કહ્યું કે ગીતની માતા રાષ્ટ્રમાતા છે. શ્રી અરવિન્દે લખ્યું કે (1908) 'ના ફકત આ રાષ્ટ્રગીત નથી પરંતુ પવિત્ર મંત્રો વાળી સશક્ત ઉર્જાથી સંયુક્ત છે. આ ઉર્જા આનંદ-મઠના લેખકને પ્રાપ્ત થઇ, જેમને અભિ-પ્રેરિત રૂષિની સંજ્ઞા આપી શકાય'. 'બંકિમચંદ્દ્ર ચટર્જીએ સ્વયં આ ગીતના બાબતે કશું નહીં કહ્યું. હરીશચંદ્ર હલધરની 1885માં 'માં' પેંટિગમાં આ ગીતનો સીધી અસર દેખાય છે.

આજે પણ બલિદાન અને દેશપ્રેમની જ્વાળા આ 'વંદે માતરમ્' ગીતના અંદરથી ઓછી નથી થઇ. અક્ષરધામ મંદિરમાં આતંકવાદીઓ દ્વ્રારા બાળકોને ગોળી મારવાના પહેલા 'વંદે માતરમ્' કહેડાવવાનો મતલબ શું હતો? આજ 'વંદે માતરમ્'નો અનુવાદ કરીને એ.આર. રહેમાન 'માં તુઝે સલામ' ગીત ગાય છે તો તે ગજબ હોય છે. આવી હાલતમાં શું ઝગડો સલામ અને પ્રણામનો છે? 'વંદે માતરમ્'માં જો એક વાઇબ્રેટરી એનર્જી (પ્રતિક્મ્પનકારી ઉર્જા)છે. આ ઇતિહાસની અનુગૂંજ છે. આ સંસ્કૃત નથી, સંસ્કૃતિ છે. બલિદાન, સર્વસ્ય, સમર્પણ અને ત્યાગની સંસ્કૃતિ.
દક્ષિણપંથની પ્રતિક્રિયામાં સંસ્કૃત અને સંસ્કૃતિમાંથી પણ રીસાવાનો એક નવો રિવાજ આ દિવસોમાં નવ-બુદ્ધિજીવિઓમાં મને જોવા મળે છે.

પિયરે બોર્દોએ સાંસ્કૃતિક પૂંજીના પ્રતિ બેજ્વાબદાર બનવાથી કોમ્યુનિસ્ટોને આગ્રહ કર્યો હતો, કારણ કે નહિતર આ પૂંજીનું વિનિયોજન અને નિવેશન સામ્પ્રદાયિક તાકાતે કરીજ લેતી. પરંતુ આ દિવસો સહમતી, સબરગ જેવી સંસ્થાઓએ 'સાઝા સંસ્કૃતિ'નો જે એક પ્રક્લ્પ શરૂ કર્યો છે તેમાં જે કોઇ સાઝું નથી, તે બ્રાહ્મણવાદી અને સામ્પ્રદાયિક થવાને રોકી દેવાના લાયક માનવામાં આવે છે. પરંતુ આ ગીતને પુરાણીક નહીં, નવાપરીવર્તનની ન જરથી જોવું જોઇએ.
વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળામાં હાડકા બનાવવા છે મજબૂત કે પછી ઘટાડવું છે વજન તો ખાવ આ અનાજની રોટલી પછી જુઓ કમાલ

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

વધુ જુઓ..

નવીનતમ

Margashirsha Amavasya 2025: આજે છે વર્ષની છેલ્લી અમાસ, જાણો સ્નાન-દાનનાં ઉપાય અને જરૂરી નિયમ

શ્રી લક્ષ્મી ચાલીસા

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

વૈભવ લક્ષ્મી વ્રત કથા (વીડિયો)

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

Show comments