Webdunia - Bharat's app for daily news and videos

Install App

Interesting facts Of 15 August : સ્વતંત્રતા દિવસ વિશે 10 રોચક વાતો

15 august
Webdunia
સોમવાર, 8 ઑગસ્ટ 2022 (18:03 IST)
ભારત 75મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યુ છે. સાત દસકા પહેલા આજના દિવસે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને અંગ્રેજો તરફથી આઝાદી મળી હતી.  ભારતીય ઈતિહાસનો આ સૌથી મહત્વપૂર્ણ દિવસ છે.  ભારત હકીકતમાં એક ધર્મનિરપેક્ષ અને વિવિધતાવાળો દેશ છે. જેમા વિવિધ ધર્મના લોકો. વિવિધ ભાષા બોલતા લોકો જતિ અને પંથાઅ લોકો એક સાથે સદ્દભાવના સાથે રહે છે  આપણે સૌએ સ્વતંત્રતા અપાવનારા વીરોની ગાથા સાંભલી છે. જેમને દેશને આઝાદ કરવા કુરબાની આપી. 
 
આજે અમે સ્વતંત્રતા દિવસ વિશે કેટલાક એવા તથ્ય લઈને આવ્યા છે જેના વિશે તમે  કદાચ નહી જાણતા હોય. જાણો કેટલીક આવી જ આશ્ચર્યજનક અને રસપ્રદ વાતો જે જાણીને તમને જરૂર નવાઈ લાગશે. 
 
1. આપણે સૌ જાણીએ છીએ કે બ્રિટિશ લોકોએ આપણા પર રાજ કર્યુ. પણ શુ આપ જાણો છો કે 1600 વર્ષ પહેલા બ્રિટિશ ઈસ્ટ ઈંડિયા કંપની અહી વેપાર કરવા આવી હતી.  તેઓએ ચા, કોટન અને સિલ્કનો  વેપાર કરતા કરતા ભારત પર જ કબજો જમાવી લીધો.  
 
2. તમને ક્યારેક લાગતુ હશે કે 15મી ઓગસ્ટે જ સ્વતંત્રતા દિવસ કેમ... તો જાણી લો કે આ નિર્ણય ભારતના પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ માઉંટબેંટને લીધો હતો. કારણ કે વર્ષ 1945માં આ જ દિવસે જાપાને બીજા વિશ્વ યુદ્ધના અંતમાં તેના સહયોગી દળના શરણે આવી ગયુ હતુ. 
 
3. શુ આપ જાણો છો 15મી ઓગસ્ટ ફક્ત ભારતનો જ નહી અન્ય 5 દેશોમાં પણ સ્વતંત્રતા દિવસના રૂપમાં ઉજવાય છે અને આ દેશ છે બહેરીન, દક્ષિણ કોરિયા, ઉત્તરી કોરિયા, લિક્ટેસ્ટીન અને કાંગો ગણરાજ્ય. 
 
4. દેશને સ્વતંત્રતા મળી ગયા પછી ગાંધીજીએ ઈંડિયન નેશનલ કોંગ્રેસને ખતમ કરવાની યોજના બનાવી હતી.   આ માટે તેમણે એક ડ્રાફ્ટમાં લખ્યુ હતુ કે ઈંડિયન નેશનલ કોંગ્રેસને જે ઉદ્દેશ્ય માટે બનાવી તે મેળવી લીધો છે તેથી હવે તેને ખતમ કરી દેવી જોઈએ. 
 
5. આપણે બધા જાણીએ છીએ કે પંડિત જવાહરલાલ નેહરુ સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી હતા, પણ શુ આપ એ જાણો છો એ લોકોની પહેલી પસંદ નહોતા. સરદાર વલ્લભભાઈ પટેલને નેહરુ કરતા વધુ વોટ મળ્યા હતા પણ નેહરુની ઈચ્છા બીજા નંબર પર રહેવાની નહોતી. આથી મહાત્મા ગાંધીએ વલ્લભભાઈ પટેલને સમાજાવ્યા. જેને કારણે વલ્લભભાઈ પટેલ પાછળ હટી ગયા અને નેહરુ આઝાદ દેશના પ્રથમ વડાપ્રધાન બની ગયા. 
 
6. પ્રથમ પ્રધાનમંત્રી નેહરુને દુનિયાભરમાં સ્ટાઈલ આઈકોનના રૂપમાં જોવામાં આવતા હતા. તેમનુ નેહરુ જેકેટ એટલુ પ્રખ્યાત હતુ કે તેમણે Vogue મેગેઝીનના કવર પર સ્થાન મેળવ્યુ હતુ. 
 
7. સ્વતંત્રતા દરમિયાન ભારત પાસે કોઈ રાષ્ટ્રગાન નહોતુ. રવિન્દ્રનાથ ટૈગોરે જન ગણ મનને વર્ષ 1911માં લખ્યુ હતુ અને તેને સત્તાવાર રૂપે વર્ષ 1950માં અપનાવવામાં આવ્યુ. 
 
8. બધી મહેલાઓ તરફથી સ્વતંત્ર ભારતની સંસદનુ પ્રતિનિધિત્વ હંસા મેહતાએ કર્યુ હતુ. 
 
9. વર્ષ 1947માં ભારતીય 1 રૂપિયાની કિમંત એક ડોલરના જેટલી જ હતી. વર્તમાનમાં 70 રૂપિયાનો એક ડોલર થઈ ગયો છે. 
 
10. કાયદાકીય રૂપે ત્રિરંગો ફક્ત ખાદીના કપડાથે એજ બનાવવો જોઈએ. ખાદી ડેવલોપમેંટ એંડ વિલેઝ ઈંડસ્ટ્રીઝ કમિશન પાસે ભારતનો રાષ્ટ્રીય ધ્વજ બનાવવાનો અધિકાર છે. જો કોઈ બીજા કપડા દ્વારા બનાવેલ ઝંડો લહેરાવવામાં આવે છે તો તેને કાયદાકીય રૂપે ત્રણ વર્ષની સજા થઈ શકે છે અને દંડ પણ લાગી શકે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- મહેનત વાર્તા - સફળતા સખત મહેનતથી મળે છે

Paneer Thecha પનીર ઠેચા રેસીપી

Soft Drinks Side Effects - ઠંડા પીણાં પીવાથી હાર્ટ એટેકનું જોખમ વધે છે, આ રોગો શરીરને ઘેરી લે છે, ગરમીથી રાહત મેળવવા માટે શું પીવું જાણો

શું તમે પણ વાસણો ધોતી વખતે આ ખતરનાક ભૂલ કરો છો? જાણો આ બાબતો

Moral Story - નાસ્તિક રાહુલ

વધુ જુઓ..

નવીનતમ

Jai Adhya Shakti - જય આદ્યા શક્તિ આરતી (જુઓ વીડિયો)

Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

Rang Panchmi 2025: આંજે રંગપંચમીના દિવસે આ ઉપાયો કરશો તો જાગી જશે સુતેલું ભાગ્ય, થશે ધન-ધાન્યનો વરસાદ

Ram Navami 2025- રામ નવમી ક્યારે છે, ભગવાન શ્રી રામની પૂજા કરવાનો શુભ મુહુર્ત અને યોગ કયો છે?

Gudi padwa 2025- ગુડી પડવાનો તહેવાર શા માટે ખાસ છે? જાણો આ સાથે જોડાયેલા રસપ્રદ તથ્યો

આગળનો લેખ
Show comments