Webdunia - Bharat's app for daily news and videos

Install App

81st Anniversary of Quit India - ભારત છોડો આંદોલનના રોચક તથ્યો

Webdunia
બુધવાર, 9 ઑગસ્ટ 2023 (09:31 IST)
ભારત છોડો આંદોલનને આજે મતલબ 9 ઓગસ્ટ 2023ના રોજ પુર્ણ 81 વર્ષ થઈ રહ્યા છે. આ આંદોલન એક એવુ આંદોલન હતુ જેને બ્રિટિશ હુકૂમતને હલાવી દીધી. સન 1942માં ગાંધીજીના નેતૃત્વમાં શરૂ થયુ આ આંદોલન ખૂબ જ સમજી વિચારેલી રણનીતિનો ભાગ હતો. તેમા પૂરો દેશ સામેલ થયો. આ આંદોલનની તત્કાલીન બ્રિટિશ સરકાર પર ખૂબ વધુ અસર થઈ.  એટલુ કે તેને ખતમ કરવા માટે સમગ્ર બ્રિટિશ સરકારને એક વર્ષથી વધુનો સમય લાગી ગયો. 
આ ભારતની આઝાદીમાં સૌથી મહત્વપૂર્ણ આંદોલન હતુ. બીજા વિશ્વ યુદ્ધમાં ઉલઝેલા ઈગ્લેંડને ભારતમાં આવા આંદોલનની આશા નહોતી. આ આંદોલનમાં નેતાજી સુભાષચંદ્ર બોસે આઝાદ હિંદ ફોજને દિલ્હી ચલો નુ સ્લોગન આપ્યુહતુ.  આ આંદોલનની જાણ થતા જ ગાંધીજી સહિત અનેક દિગ્ગજ નેતાઓને જેલમાં નાખવામાં આવ્યા હતા. સરકારી આંકડા મુજબ તેમા લગભગ 900થી વધુ લોકો માર્યા ગયા જ્યારે કે  60 હજારથી વધુની ધરપકડ કરવામાં આવી.  
ભારત છોડો આંદોલનનનો ઈતિહાસ 
આ આંદોલન ગાંધીજીની સમજી વિચારેલી રણનીતિનો જ ભાગ હતો. ઉલ્લેખનીય છે કે બીજા વિશ્વ યુદ્ધમાં ઈગ્લેંડને ગંભીર રીતે ગુંચવાયેલુ જોઈને જેવુ નેતાજી સુભાષચંદ્ર બોસે આઝાદ હિન્દ ફોજને "દિલ્હી ચલો" નો નારો આપ્યો.  ગાંધીજી પરિસ્થિતિને પામી ગયા અને 8 ઓગસ્ટ 1942ના રાત્રે જ બમ્બઈથી અંગ્રેજોને 'ભારત છોડો' અને ભારતીયોને 'કરો યા મરો' નો આદેશ રજુ કર્યો અને સરકારી સુરક્ષામાં યરવદા પુણે સ્થિત આગા ખાન પેલેસમાં ચાલ્યા ગયા.  
9  ઓગસ્ટ 1942 ના દિવસે આ આંદોલનને લાલબહાદુર શાસ્ત્રી જેવા એક નાનકડા વ્યક્તિએ આને મોટુ રૂપ આપી દીધુ. 19 ઓગસ્ટ 1942ના રોજ શાસ્ત્રીજીની ધરપકડ કરવામાં આવી. 6 ઓગસ્ટ 1925 ના રોજ બ્રિટિશ સરકારનો તખતો પલટવાના ઉદ્દેશ્યથી બિસ્મિલના નેતૃત્વમાં હિન્દુસ્તાન પ્રજાતંત્ર સંઘના દસ ક્રાંતિવિર કાર્યકર્તાઓએ કાકોરી કાંડ કર્યો હતો. જેની યાદ તાજી રાખવા માટે આખા દેશમાં દર વર્ષે 9 ઓગસ્ટના રોજ કાકોરી કાંડ સ્મૃતિ દિવસ મનાવવાની પરંપરા ભગત સિંહએ પ્રારંભ કરી દીધી હતી અને આ દિવસે ખૂબ મોટી સંખ્યામાં યુવાનો એકત્ર થતા હતા. ગાંધીજીએ સમજી વિચારેલી રણનીતિ હેઠલ 9 ઓગસ્ટ 1942નો દિવસ પસંદ કર્યો હતો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સરળ અને ટેસ્ટી મટન રેસીપી

ગાજરનું અથાણું કેવી રીતે બનાવવું

Veer bal diwas વીર બાળ દિવસ નિબંધ

સરસ્વતી પૂજા વ્રત કથા / વસંત પંચમી કથા Saraswati Puja Ki Katha

રોજ ખાલી પેટ પીવો આ મસાલાનું પાણી, ઘટવા માંડશે વજન, થશે અદ્ભુત ફાયદા

વધુ જુઓ..

નવીનતમ

Shani Trayodashi 2024: શનિ ત્રયોદશીના દિવસે શનિદેવને સાઢેસતીથી મુક્તિ મેળવવા માટે શું ચડાવી શકાય?

સરસ્વતી પૂજા વ્રત કથા / વસંત પંચમી કથા Saraswati Puja Ki Katha

Saphala Ekadashi 2024:વર્ષની છેલ્લી અગિયારસ પર ભગવાન વિષ્ણુને આ 5 વસ્તુઓ કરો અર્પણ, હર્ષ સાથે થશે નવા વર્ષની શરૂઆત

Merry Christmas Wishes Cards Download: નાતાલની શુભેચ્છાઓ, તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો ક્રિસમસ શુભેચ્છા સંદેશ

Tulsi Pujan Diwas 2024 - તુલસી પૂજાના દિવસે આ રીતે કરશો તુલસી પૂજા તો ઘરમાં આવશે ભરપૂર પૈસો

આગળનો લેખ
Show comments