Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ આપણે ખરેખર સ્વતંત્ર છીએ ?

Webdunia
N.D
આજની આપણા દેશની પરિસ્થિતિ જોઈને પ્રશ્ન થાય છે કે શુ આપણે ખરેખર સ્વતંત્ર છીએ ? આપણે આજે પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નેતાઓના, ઓફિસરોના કે કેટલાક અસામાજીક તત્વોના ગુલામ છીએ. આ ગુલામી આપણે જાતે જ સ્વીકારી લીધી છે. આ ગુલામી આપણે તેમને ખુશ કરીને આપણુ ભલુ કરવાના આશયથી કરીએ છીએ અથવા તો સામનો કરવાની હિમંત ન હોવાથી ડરના ભય હેઠળ કરીએ છીએ.

તો કહો કે શુ આપણે આઝાદ છીએ ? નહી, આપણુ ભારતવર્ષ એ ભારત નથી, જેને માટે આપણે સ્વતંત્રતાની લડાઈ લડી હતી. આ તો 2 જૂન 1947ના રોજ પસાર થયેલો એક પ્રસ્તાવ જ છે. લોર્ડ માઉંટ બેટનના વાયસરોય હાઉસમાં આપવામાં આવેલા નિર્ણયને આજે પણ આપણે માનીએ છીએ. સરદાર પટેલે ગાઁઘીજીને લખ્યુ હતુ કે તમને ભાગલા અંગે સમજાવવુ સરળ નથી. જવાબમાં ગાઁઘીજીએ કહ્યુ હતુ કે - કોંગ્રેસ માત્ર થોડાક નેતાઓની નથી. અર્થાત સ્વતંત્રતાના સપનાઓની સાથે ઉત્પન્ન નેતાઓના વિચારોનો વિરોધાભાસ આજના નેતાઓમાં નીચલા સ્તર સુધી પહોંચી ગયો છે.

15 ઓગસ્ટ 1947ના રોજ અમારા રાષ્ટ્ર નિર્માતોએ જે વિચાર્યુ હતુ તે તો ખબર નહી. પણ કદાચ આ તેમના સપનાનુ ભારત નથી. જ્યારે એક ખેડૂત કોઈ મહાજન પાસેથી પોતાની જમીન પાછી લઈ લે તો તે ખુશ થાય છે, પણ તે એ નથી જાણતો કે તેના પુત્રો એ જ જમીન માટે પરસ્પર લડશે. આપણા ક્રાંતીવીરો એ જ ખેડૂત છે અને આજના નેતાઓ અને નોકરશાહ તેમના પુત્રો.

આજે ત્યારે અફસોસ થાય છે જ્યારે આપણા નેતા આઝાદી પહેલાની પ્રશાસનિક વ્યવસ્થાને આજથી ઉત્તમ બતાવે છે. કદાચ ગુલામ ભારતમાં અધિકારી પોતાના કર્તવ્ય પ્રત્યે વધુ ઈમાનદાર હતા. આજે તો ક્લર્કથી લઈને અધિકારી સુધી ભ્રષ્ટાચાર ફેલાયેલો છે અને પ્રતિભાઓનુ દબાવવા ભાઈલાઓ રાજનેતા બની ગલીઓમાં ફરી રહ્યા છે. આમને હટાવવા હવે કોઈ મહાત્મા નહી આવે, કારણકે તેમને રોકવા માટે હજારો હાથ પહેલાથી જ હાજર છે.

આપણે આજે પણ ગુલામ છે થોડાક નેતાઓના..

થોડાક ઓફિસરો અને તેમના ચમચાઓના...

શુ આવી સ્વતંત્રતાનો ઉત્સવ ઉજવવો જોઈએ ખરો ?

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Show comments