Biodata Maker

રાષ્ટ્રપ્રેમનો સંકલ્પ લઈએ

Webdunia
N.D
એમા કોઈ શંકા નથી કે સ્વાધીનતાના 62 વર્ષ પછી આજે પણ ભારતમાં રાષ્ટ્ર શુ છે, તેની પરિકલ્પના શુ છે, તે એક દિશા વગરની ચર્ચા બની ચૂકી છે. જ્યારે એક દેશ કેવી રીતે બને છે, તેને કોણ બનાવે છે. એ દેશ શબ્દમાં જ સુસ્પષ્ટ છે, સુપરિભાષિત છે દેશને સમજવો હોય તો સર્વપ્રથમ તેની એકતાને સમજવી યોગ્ય રહેશે.

આ એકતા છે ઘર કે પરિવાર કેવી રીતે બને છે ? જવાબ છે ઘર કે પરિવારને માટે જોઈએ એક નિશ્ચિત ચાર દિવાલથી ઘેરાયેલ ભૂ-ભાગ. પછી તે ઘરમાં રહેનારા પરિવાર વચ્ચે રાગાત્મક અને આત્મીય સંબંધ, તે ઘર-પરિવારની પોતાની પરંપરાઓ, સંસ્કાર અને સંસ્કૃતિ અને સમાન મિત્ર અને સમાન શત્રુ. આ લક્ષણ જો એક ઘર કે પરિવારમાં છે, તો આપણે તેને એક આદર્શ પરિવાર કે આદર્શ ઘર કહીએ છીએ. બિલકુલ આ જ હકીકત કે લક્ષણ દેશ પર લાગૂ થાય છે. કારણ દેશ કોઈ માત્ર જમીનનો ટુકડો જ નથી. ભારતમાં રાષ્ટ્રની પરિકલ્પના એક અત્યંત પ્રાચીન પરિકલ્પના છે. ગંગોત્રીથી પાણી લઈને રામેશ્વરમ પર અભિષેક કરવો અને ચારો ધામની યાત્રા કરવાના સંસ્કાર આ સેતુ હિમાચલ દેશને એક સૂત્રમાં બાઁધવાની જ પરિકલ્પના છે. આ કહેવુ ખોટું હશે કે સ્વાધીનતા પછી કે અંગ્રેજોની દેનથી ભારત એક રાષ્ટ્રના રૂપમાં સ્થાપિત થયો. આ ઈતિહાસના પ્રત્યે આપણી અજ્ઞાનતાનુ વિસ્મરણનુ સૂચક છે.

દેશ બને છે તેની સંસ્કૃતિથી, તેની પરંપરાઓથી, ત્યાંના રહેવાસીઓના મનમાં દેશ પ્રત્યે નિશ્ચિત ખુમારીથી. તેથી વિવિધ સંસ્કૃતિઓનો સમાવેશ કરનારો અમેરિકા દેશ પણ નાગરિકતા આપતા પહેલા પોતાના નિવાસીઓને એક લેખિત પરીક્ષામાં રાષ્ટ્રપ્રેમ સંબંધી સવાલો પૂછે છે. અમેરિકાના પૂર્વજો પ્રત્યે, અમેરિકાને સ્થાપિત કરનારાઓ વિશે. તમારા વિચારો જો રાગાત્મક હોય તો જ અમેરિકામાં તમારે માટે સ્થાન છે.

આ આપણા માટે દુર્ભાગ્યની વાત છે કે સ્વતંત્રતાના છ દશકા પછી પણ ભારત આજે ઈંડિયા છે. સંજ્ઞાનુ ભાષાંતર, નામનુ ભાષાંતર એક દુર્ભાગ્યપૂર્ણ દુ:ખદાયક ઉદાહરણ છે. જેના કારણે 1929માં રાવીના તટ પર આઝાદીનો સંકલ્પ લીધા પછી 1947માં રાવી આપણી પાસે નથી. કાશ્મીર સળગી રહ્યુ છે. પૂર્વાચલમાં મિશનરી તાકતો ફૂલી ફાલી રહી છે. પંજાબ-હરિયાણાની વચ્ચે પાણીમાં આગ છે.

આ પરિદ્રશ્ય બદલવું આજે સમયની પહેલી માંગ છે. જેને માટે જરૂરી છે કે રાષ્ટ્રીય પ્રેમથીથી ઓતપ્રોત તાકતો એકત્ર થાય, સ્વાર્થીઓને દૂર કરો અને એક સમૃધ્ધશાળી ભારતની રચના કરો, જેનુ એમાં સામર્થ્ય છે. આવો આ સ્વતંત્રતા દિવસ પર આપણે આ જ શુભકામના આ જ સંકલ્પ કરીએ.
વધુ જુઓ..

જરૂર વાંચો

Earthquake- માત્ર 10 કિલોમીટરની ઊંડાઈએ 7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ધરતી પછી પણ ધ્રુજી ઉઠી હતી

ગોવાના પ્રખ્યાત નાઈટક્લબમાં મોટો અકસ્માત, સિલિન્ડર વિસ્ફોટમાં 23 લોકોના મોત; PM એ વળતરની જાહેરાત કરી

મેં આ પ્રકારની રમત 2-3 વર્ષથી રમી નથી.'- પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યા બાદ વિરાટ કોહલીનું મોટું નિવેદન

IND vs SA: ભારતની જીતના 5 મોટા કારણો, એક બાજુ કુલદીપ-કૃષ્ણા તો બીજી બાજુ યશસ્વી-રોહિત-વિરાટ

ત્રીજી વનડેમાં જયસ્વાલ-રોહિત-વિરાટ ની તોફાની બેટિંગ, ભારતે 2-1 થી જીતી સિરીઝ

વધુ જુઓ..

ધર્મ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

Show comments