Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેશને સારો બનાવવા સંઘર્ષ જરૂરી

પારૂલ ચૌધરી
N.D
આપણો દેશ દુનિયાનો સૌથી મોટો લોકતંત્ર દેશ છે અને તેને આઝાદીને 60 વર્ષ પૂર્ણ થયાં છે અને આપણે અત્યારે કેવું અનુભવી રહ્યાં છીએ? શું આપણે ખુશ છીએ કે દુ:ખી છીએ? આપણે નિરાશા અને દુ:ખોથી ભરેલા છીએ કે ગૌરવપૂર્ણ છીએ? વર્ષોથી ચાલ્યાં આવતાં આપણા પારંપારિક તહેવાર હોળી, દિવાળી, ઈદ, ક્રિસમસ વગેરેને આપણે સામાજીક તહેવારના રૂપમાં વર્ષોથી ઉજવતાં આવી રહ્યાં છીએ અને લોકો આ તહેવારોના બહાને પોતાનું મન થોડુક હલ્કુ કરી લે છે.

15 મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી પણ આપણા રાષ્ટ્રીય તહેવાર છે જે કદાચ હજું સુધી સામાજીકતા ગ્રહણ નથી કરી શક્યાં. એવું પણ બની શકે છે થોડાક દિવસો પછી તે પણ આપણા સમાજની ઔપચારિકતા બની જાય.

આપણે જોઈએ છીએ કે આપણા એક અરબ કરતાં પણ વધારે વસ્તી ધરાવતાં દેશમાં કેટલા લોકો આ તહેવારને પોતાના દિલથી ઉજવે છે? તેને બીજા તહેવારોની દ્રષ્ટિથી જ જુએ છે? તો માત્ર 20 ટકા લોકો જ છે જે આને પોતાના દિલથી અને શાનથી ઉજવે છે. નહિતર 80 ટકા લોકો તો.. બસ..

આ તહેવાર આજે 60 વર્ષ પછી પણ લોકોના મગજનો એક જરૂરી ભાગ નથી બની શક્યાં. સમાજની વ્યવસ્થામાં બધી જ જગ્યાએ વ્યાપેલ ભ્રષ્ટાચાર અને રાજનીતિક વ્યક્તિઓની બેશર્મીના વિશે કંઈ કહેવાની જરૂરત નથી લાગતી. જે આનો ફાયદો ઉઠાવી શકે છે તેના ચહેરા પર હાસ્ય છે અને જે આના પીડિત છે તે ખોખલા થઈ ગયેલા છીએ.

તમને એમ લાગતું હશે કે દેશને સારો બનાવવા માટે સંઘર્ષ કેમ કરવો પડે? તો દરેક સારી વસ્તુને પ્રાપ્ત કરવા માટે થોડોક સંઘર્ષ જેમ જરૂરી છે તેમ આપણે આપણા દેશને પણ સારો બનાવવા માટે દરેકે થોડોક સંઘર્ષ તો કરવો જરૂરી છે.

આપણા જનજીવનને સંચાલિત કરનાર રાજ્ય અને રાષ્ટ્રની વ્યવસ્થા છે. આપણે ન ઈચ્છતાં હોઈએ છતાં પણ કોર્ટ-કચેરીઓ, પોલીસ અને કાયદાના નિયમોને પ્રમાણે જીવવું પડે છે. આજે લોકો ભુખમરાને કારને આત્મહત્યાઓ કરી રહ્યાં છે, પોતાની જમીન વેચી રહ્યાં છે. પ્રચાર માધ્યમો દ્વારા આપણે જોઈએ છીએ કે દેશ કેટલી ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે. આગામી થોડાક વર્ષોમાં આપણો દેશ એક મહાસત્તા તરીકે ઓળખાશે ?

આપણી ચારો તરફ થોડીક નજર નાંખીશું તો ખબર પડશે કે દુનિયા કેટલી ઝડપથી બદલાઈ રહી છે. આંખનો પલકારો થાય ત્યાર સુધીમાં તો કશુક નવું બની જાય છે. ટેકનોલોજી કેટલી ઝડપથી વધી રહી છે. પહેલાં પીવાનું પાણી ભરવા માટે દૂર જવું પડતું હતું હવે તે ઘરે બેસીને મળી જાય છે અને ઘરે બેસીને પણ ન મળે તો દુકાનમાં પાણીના પાઉચ તો અવશ્ય મળી જશે. પરંતુ હા તેના માટે તમારૂ ખીસ્સુ ગરમ હોવું જરૂરી છે. અને જેનું ન હોય તેની તે જાણે.

અત્યારે શિક્ષણ પણ એક પ્રોફેશનલ વ્યવસાય બની ગયું છે જેમની પાસે પૈસા છે તે તેમના બાળકોને સારી સ્કુલમાં ભણાવી શકે છે અને જેમની પાસે નથી તેમના બાળકો હોશિયાર હોવા છતાં પણ પાછળ રહી જાય છે.

ભારત આટલું બધું આગળ વધવા છતાં પણ તેમાં બેકારોની સંખ્યા વધારે છે. બજાર આખુ વિલાસિતથી ભરેલું છે પરંતુ લોકોના ઘરોમાં ખાવાના ફાંફા પડે છે. ચર્ચામાં અપરાધ આગળ રહે છે. આજે આ બધું કે કઈ પણ થઈ રહ્યું છે તેની અંદર આપણે પણ ભાગીદાર છીએ. આપણા હકો પર જો આપણે યોગ્ય નથી થઈ શકતાં તો તે કોઈ બીજાના ખાતામાં જમા થાય છે. હવે દસ કરોડ લોકોની જવાબદારી ફક્ત 10 કે 20 લાખ ચતુર અને ચાલાક લોકોના ખોળામાં અટકેલી છે.

N.D
જ્યારે આપણે પ્રજાસત્તાક દિવસ પર ત્રિરંગો લહેરાવીએ છીએ ત્યારે આપણને આ ત્રિરંગા માટે પોતાની શહીદી આપનાર શહીદોની પણ યાદ આવવી જોઈએ. દિલ્હીના લાલ કિલ્લા પર લહેરાતો ઝંડો, આપણી પંચાયત કે નગરપાલિકાના કાર્યાલય પર લહેરાતા ઝંડાથી કઈ અલગ નથી. આ જ આપણું રાજ્ય અને દેશ છે જેને વેચવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે. થોડુક આપણે વિચારીએ કે આની અંદર આપણે તો ક્યાય ભાગીદાર નથી ને. જો આપણે આને એક પ્રતિકના રૂપમાં લઈએ તો આપણે રાષ્ટ્રના એક સારા એવા સિપાહી બની શકીએ છીએ. જેને ફક્ત પોતાના રાષ્ટ્ર માટે, તેની ખુશી માટે, અને એક સારો સમાજ બનાવવા માટે જ લડવાનું છે.

આજે આપણે જે કંઈ પણ છીએ , ગમે તે પદ પર છીએ, એક નાગરીકની રીતે કામ કરી રહ્યાં છીએ અને આપણે જો આપણી મુશ્કેલીઓને કારણે હેરાન રહીશું તો માનસિક ચર્ચાઓથી ઘેરાયેલા રહીશું અને જો આપણે સંઘર્ષ કરીશું તો એક મહાન ભારત બનાવી શકીશું.

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sanatan Dharm - શું તમે પણ ગણીને રોટલી બનાવો છો ? કારણ જાણશો તો આવું ફરી ક્યારેય નહિ કરો

Margashirsha Amavasya 2024:માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ ન કરશો આ 7 ભૂલ, પિતૃ દેવતાઓની સાથે તમારું નસીબ પણ રિસાઈ જશે

Margashirsha amavasya 2024- માર્ગશીર્ષ અમાવસ્યા પર કરો ભગવાન સત્યનારાયણની કથા, જાણો પૂજાની રીત

શનિવારે સાંજે કરશો આ ઉપાય તો જીવનના બધા સંકટ થશે દૂર

Satyanarayan katha samagri- સત્યનારાયણ કથા સામગ્રી

Show comments