Biodata Maker

ધર્મનિરપેક્ષતાની શીખામણ દુનિયાને ભારત આપશે

Webdunia
N.D

અમેરિકા સાથેના આપણા સંબંધો વધારે નજીક થઈ ગયાં છે અને હવે તો આપણે બરાબરના ભાગીદાર છીએ. આપણી વચ્ચે ઘણી સમાનતા છે. આપણે ચીન અને પાકિસ્તાનની સાથે પણ સંબંધ સુધારવા માટે કાર્ય કરવું જોઈએ. ભારતની વિદેશનીતિને લઈને પાછલાં સાહીઠ વર્ષોથી સામાન્ય સહેમતિ બનેલી છે.

સાહીઠ વર્ષોમાં આપણી વિદેશ નીતિ અને કુટનીતિ કેટલી સાચી રહી કેટલી ખોટી તેને માપવાનો સાચો સમય હોઈ શકે છે. આઝાદીના સાહીઠ વર્ષ પછી આ મંથન યોગ્ય રહેશે.

7 સપ્ટેમ્બર 1946 પ્રસારિત એક ભાષણમાં પંડિત જવાહરલાલ નહેરૂએ ભારતની વિદેશ નીતિનો એક ખરડો રજુ કર્યો હતો. ત્યારે તે વખતની સરકારમાં તેઓ વાઈસ પ્રેસીડેંટ હતાં. તેમનો રજુ કરાયેલ આ ખરડો જ ભારતની વિદેશ નીતિમાં જોવા મળ્યો હતો. અહીંયા સુધી કે કેન્દ્રમાં આવેલી ગૈર- કોંગ્રેસી સરકારે પણ આની અંદર કોઈ જ મૂળભુત ફેરફારો નહોતાં કર્યાં. કાશ્મીર અને ચીનના મુદ્દે તારણ ખોટુ છે.

શ્રીમતિ ઈંદિરા ગાંધીએ અમેરિકાની એક ત્રિમાસિક ફોરેન અફેયર્સમાં પ્રકાશિત એક આલેખમાં જે કહ્યું તે તેમના પિતાની વિચારધારા સાથે સામ્ય ધરાવે છે. ઓક્ટોમ્બર 1972માં પ્રકાશિત તે આલેખની અંદર કહેવામાં આવ્યું છે કે ભારતીય વિદેશ નીતિમાં આદર્શોને રજુ કરાયા છે જે વર્ષોથી આપણી ધરોહર છે અને આજે પણ આપણે તેની પર અમલ કરીએ છીએ. જો કે આટલાથી પણ આપણે ક્યારેય વિદેશી નીતિની પરંપરાગત અવધારણો સાથે બંધાયેલ નથી રહ્યાં જેના લીધે વિદેશી હુમલાઓ, રોકાણ અને પ્રભાવને સંરક્ષિત કરવામાં આવતો હોય. આપણે વિચારધારાઓની નિર્યાતમાં રૂચી નથી લેતાં. ના તો આપણે તે બે ધ્રુવની દુનિયાના કોઈ ત્રાજવામાં બેઠા છીએ. વિશ્વયુદ્ધ બાદ તુરંત નહેરૂએ કોઈ પણ ઘડાની અંદર ભાગ લેવાનું નહોતું સ્વીકાર્યું.

1940 ના દશકા અને 1950ના દશકામાં ભારતનું સકળ ઘરેલુ ઉત્પાદન ગણનાને લાયક જ ન હતું. તે છતાં પણ ભારતનો અવાજ અપ્રસન્નતા હોવા છતાં સંપુર્ણ સમ્માનની સાથે સાંભળવામાં આવતો હતો. છતાં પણ સૌથી સફળ રણનીતિ ઈંદિરા ગાંધીએ કરી હતી જેના પરિણામ 1971ની જીતના રૂપમાં બહાર દેખાઈ આવ્યાં હતાં. તેમણે સફળતાપૂર્વક રાષ્ટ્રપતિ નિક્સનને પણ અલગ કરી દિધા હતાં. આ અમેરિકામાં ઉદારવાદીઓ અને ત્યાંના શક્તિશાળી મીડિયા પર તેમની જીત થઈ હતી.

કાશ્મીરની સમસ્યાએ ભારતના રાજનાયિકોને હંમેશા વ્યસ્ત રાખ્યા છે. ઓક્ટોમ્બર 1947માં કાશ્મીર પર પાકિસ્તાને હુમલો કર્યો અને ત્યારે કબાલિયોએ સમર્થન કર્યું હતું. નહેરૂ સરકારે આ મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઉઠાવ્યો હતો. આ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર કે ચેપ્ટર 6માં રાખવામાં આવ્યો હતો. આ ચેપ્ટર પોતાના સભ્ય રાષ્ટ્રોની વચ્ચે ક્ષેત્રીય વિવાદોનું સમાધાન કરે છે. અહીંયા ભુલ થઈ હતી આપણે આ મુદ્દને ચેપ્ટર 7માં આપવાનો હતો. આમાં આક્રમણ સંબંધી બાબતો આવે છે. પંડિત નહેરૂએ જનમત સંગ્રહની પણ રજુઆત કરી હતી. આ રજુઆતથી થનાર બધા જ નુકશાનથી બચવા માટે આપણા દેશના રાજનાયિકોએ બધા જ કૌશલ્ય અને યથાગ પ્રયત્નો કર્યા હતાં.

નહેરૂ, ઈંદિરા, રાજીવ અને નરસિંહરાવના કાર્યકાળમાં જે વસ્તુ નગણ્ય હતી તે હતી મુસ્લીમ દુનિયામાં કટ્ટરવાદ. આના લીધે દુનિયાની અંદર ખુબ જ અસ્થીરતા થઈ છે. 9/11/2001 બાદ આ તથ્યની ઉપેક્ષા ન કરી શકાય.

ધર્મ નિરપેક્ષ ભારત (ગાંધી અને નહેરૂનો ઉપહાર છે) આનો સૌથી સારો જવાબ છે. આપણા ત્યાં લઘુમતિઓ સુરક્ષીત છે અને આ માત્ર ધર્મનિરપેક્ષ લોકતંત્રમાં જ શક્ય છે. આતંકવાદ, નશીલા પદાર્થો, એડસ, પર્યાવરણ, આર્થિક સમાનતા અને જાતિવાદનો ઉદય આફ્રીકામાં ઉભરી રહ્યો છે. દુનિયાને શાંતિ અને સ્થિરતા બંનેની જરૂરત છે સાથે સાથે સુરક્ષાની પણ. આવનાર સમયમાં ભારતની ભુમિકા વધારે મહત્વની થઈ જશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Jammu Kashmir Fire- જમ્મુ અને કાશ્મીરમાં આગ, ચાર ઘર બળીને ખાખ થઈ ગયા

Asia Cup: સેમીફાઈનલની 4 ટીમો પાક્કી, પાકિસ્તાન નહી, આ ટીમ સાથે થશે ભારતનો મુકાબલો

Surat Fire: સૂરતની કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

કોણ છે 23 વર્ષના અશોક શર્મા, SMAT મા તોડ્યો છે ઓલટાઈમ રેકોર્ડ ? IPL માં 9000000 રૂપિયામાં બન્યા આ ટીમનો ભાગ

આ ખેલાડીએ ક્રિકેટ છોડી દેવાનુ બનાવી લીધુ હતુ મન, હવે ઑક્શનમાં 14.2 કરોડ મા વેચાતા મચી ખલબલી

વધુ જુઓ..

ધર્મ

Margashirsha Amavasya Kyare Che 2025: 18 કે 19 ડિસેમ્બર માર્ગશીર્ષ અમાવસ્યા ક્યારે છે? આ દિવસે કરો આ ઉપાયો, ભાગ્યના ખુલશે દરવાજા ધનનો થશે વરસાદ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

Show comments