rashifal-2026

15 kitchen tips - રસોડાના કામને સરળ બનાવશે આ કિચન ટિપ્સ

Webdunia
સોમવાર, 25 સપ્ટેમ્બર 2023 (12:15 IST)
15 kitchen tips- બાદામના છોતરા સહજતાથી કાઢવા માટે તેને 15-20 મિનિટ માટે ગરમ પાણીમાં પલાડી દો. 
 
વાસણમાંથી ખાવાનું બળવાની ગંધ અને ચોંટેલું છોડાવવા માટે તેમાં કાપેલી ડુંગળી અને ઉકળતું પાણી નાખી પાંચ મિનિટ સુધી રાખો. વાસણ સરળતાથી સાફ થઈ જશે.  
 
કાચા નારિયેળની બરફીને જલ્દી અને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તાજા દૂધના સ્થાને મિલ્ક પાવડરનો પ્રયોગ કરો. 
 
જુના પાપડના નાના ટુકડા કરી,પાણીમાં ઉકાળો,ફિલ્ટર કરી સરસોંનો છોંક લગાવી ટમેટા અને દહીં મસાલા સાથે સ્વાદિષ્ટ શાક બનશે. 
 
દહીં ખાટું થઈ ગયું હોય તો તેમાં બે કપ પાણી નાખી , અડધો કલાક પછી ધીમે-ધીમે પાણી કાઢી લો. ખટાશ નીકળી જશે. 
 
મરચાંના ડબ્બામાં થોડી હિંગ નાખી દેશો તો મરચું લાંબા સમય સુધી ખરાબ નહી થશે. 
 
ખાંડના  ડબ્બામાં 5-6 લવીંગ નાખી દો તો કીડી નહી આવે. 
 
કઢીમાં દહી નાખતા પહેલા તેમાં થોડું બેસન નાખી ફેંટી લો આથી કઢી નરમ બનશે અને દહીના દાણા નહી દેખાશે. 
 
નૂડલ્સની ચિકાશ દૂર કરવા ઉકાળતી વખતે તેમાં થોડુક તેલ નાખી દો અને બાફ્યા પછી ઠંડા પાણીથી ધોઈ લો.  
 
ઈંડાને બાફતા પહેલા એમા પીન વડે એક કાણું કરી દો આથી છોતરા સરળતાથી નીકળશે. 
 
નારિયેલના છોતરા આરામથી કાઢવા માટે તેના છોતરા કાઢતા પહેલાં તેને અડધા કલાક સુધી પાણીમાં પલાળી મુકો.  
 
ઈંડાની તાજગી ઓળખવા માટે એને મીઠાના ઠંડા પાણીમાં રાખો જો ડૂબી જાય તો તાજો છે અને ઉપર આવે તો વાસી  છે. 
 
વધારાના ઈડલી અને ડોસાના ખીરાને લાંબા સમય સુધી તાજુ રાખવુ હોય તો તેમાં એક પાન નાખી દો. 
 
પૂરીનો લોટ બાંધતી વખતે પાણી સાથે થોડું દૂધ મિક્સ કરશો તો પૂરી વધારે નરમ અને સ્વાદિષ્ટ બનશે. જો ઘી અને તેલ મિક્સ કરી દેશો તો પણ પુરી કુરકુરી બનશે. 
 
બળેલા વાસણને સરળતાથી સાફ કરવા તેમાં એક કપ પાણીમાં એક ટીપુ વાસણ ધોવાના સાબુ સાથે ઉકાળો પછી ધોઈ લો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વડોદરાના 100 યુવાનો મ્યાનમારમાં ગુલામોની જેમ જીવી રહ્યા છે

આજે દિલ્હીમાં વીર બાલ દિવસ ઉજવાશે, પીએમ મોદી પણ ભાગ લેશે

ઇન્ડિગો આજથી 10,000 રૂપિયાનું ટ્રાવેલ વાઉચર આપશે, તે ક્યાં સુધી માન્ય રહેશે અને તેનો દાવો અને ઉપયોગ કેવી રીતે કરવો

વહેલી સવારે કચ્છમાં આવ્યો ભૂકંપનો આંચકો, માત્ર 10 KM ની ઊંડાઈએ કેન્દ્રબિંદુ ઘર છોડીને ભાગ્યા લોકો

10 માં માળેથી પડ્યા વડીલનો મુશ્કેલીથી બચ્યો જીવ, સૂરતમાં ક્રિસમસ પર મોટો ચમત્કાર

વધુ જુઓ..

ધર્મ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

Sai chalisa- શ્રી સાઈ ચાલીસા

સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati

Jingle Bell Song in Gujarati : ક્રિસમસ માટે નહોતું બનાવાયું 'જિંગલ બેલ્સ' ગીત, જાણો કેવી રીતે થયું આટલું ફેમસ, અને શું થાય છે તેનો મતલબ ?

આગળનો લેખ
Show comments