rashifal-2026

કિચન ટિપ્સ - કિચનમાં ઉપયોગી આ Tips વિશે શુ આપ જાણો છો ?

Webdunia
શનિવાર, 4 માર્ચ 2017 (10:31 IST)
રસોઈઘરમાં ઘણી બધી એવી વસ્તુઓ હોય છે જેની સાચવણી કરવી ખૂબ જરૂરી હોય છે. આપણે અહી કેટલીક સરળ ટિપ્સ અપનાવીને કિચનની વસ્તુઓનો ખ્યાલ રાખી શકીએ છીએ અને રસોઈનો સ્વાદ પણ વધારી શકીએ છીએ. તો આવો જાણીએ કેટલીક સહેલી ટિપ્સ વિશે... 
 
- હવા લાગવાથી મીઠુ ભીનુ થતુ બચાવવા માટે 1/2 ચમચી કાચા ચોખા તેના ડબ્બામાં નાખી દો. મીઠુ ભીનુ નહી થાય. 
 
- ટામેટા જો ગરમી અને તાપને કારણે નરમ પડી રહ્યા છે તો તેને ડંડી સાથે રાખવાથી તે તાજા રહેશે. 
 
- લીંબૂમાંથી રસ વધુ કાઢવો છે તો તેને 15 મિનિટ માટે માઈક્રોવેવમાં મુકી દો. 
 
- ડોસા બનાવતી વખતે આ મિશ્રણમાં એક ચમચી રવો નાખીને મિક્સ કરી લો. આ તવા પર ચોંટે નહી. 
 
- ધાણા અને ફુદીનાના પાનને તાજા રાખવા માટે આની સાથે એક ઈંડુ મુકીને ડબ્બામાં પેક કરી ફ્રિજમાં મુકી દો. 
 
- ચીની માટીના વાસણો પરથી ડાઘ હટાવવા માટે તેને મીઠાથી સાફ કરો. ડાઘ દૂર થશે.  
 
- ચોખાને ધોયા પછી તેના પાણીમાં સોના અને ચાંદીના ઘરેણા થોડા સમય માટે પલાળીને મુકી દો અને પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો. આ ચમકી જશે. 
 
- આમલેટ બનાવતા પહેલા ઈંડામાં થોડો લોટ નાખીને ફેંટી લો. તેનાથી ઈંડુ ફુલેલુ અને તૂટ્યા સિવાય ટેસ્ટી પણ બનશે. 
 
- માખીઓને ઘરમાંથી ભગાડવા માટે કપૂરને ગરમ તવા પર કે કડાહી પર મુકી દો. તેની સુગંધથી માખીઓ ભાગી જશે. 
 
- શક્કરિયાના છાલટા સહેલાઈથી કાઢવા માટે તેને ઠંડા પાણીમાં થોડીવાર ડુબાડીને મુકી રાખો અને પછી તરત ઉકાળી લો. 
 
- બરફના ટુકડાને કાચની જેમ સ્વચ્છ અને ચમકદાર રીતે જમાવવા માટે પહેલા પાણીને ઉકાળી લો અને પાણી ઠંડુ કરીને તે પાણીનો બરફ જમાવો. 
 
 - શાકમાં મીઠુ વધુ પડી ગયુ હોય તો તેમા બટાકાના નાના નાના ટુકડા કાપીને નાખો અને શાક થોડુ બાફી લો.  આવુ કરવાથી વધારાનુ મીઠુ શોષાય જશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

સરકારી યુનિવર્સિટીઓમાં ભરતીના નિયમોમાં મોટો ફેરફાર: હવે ફિક્સ પગારનો અનુભવ પણ માન્ય ગણાશે

ધરતીપુત્રથી સફળ બિઝનેસમેન - આધુનિક યુગમાં સફળ ખેડૂત બનવા માટે તમારે આ 10 ટિપ્સ જરૂર જાણવી જોઈએ

AI સમિટમાં યુવા કોંગ્રેસનો ટોપલેસ વિરોધ, ભાજપે તેને રાષ્ટ્રીય શરમ ગણાવી

વરરાજાના પક્ષને કૂતરાને લાકડીથી માર્યો તો, કન્યાએ લગ્ન કરવાની ના પાડી

ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં થયા ફેરફાર - હવે અરજી કરતાની સાથે જ પેરેન્ટ્સને WhatsApp પર મળશે અપડેટ

વધુ જુઓ..

ધર્મ

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

Astrology Tips: તમારો વ્યવ્હાર જ તમારું ભવિષ્ય બદલી શકે છે, દરેક કામનું મળશે શુભ પરિણામ, જાણો રિસાયેલા ગ્રહોને પ્રસન્ન કરવાનો સહેલો મંત્ર

શ્રી વૈભવ લક્ષ્મી ચાલીસા

રાધા ચાલીસા

આગળનો લેખ
Show comments