Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરની શોભા-કિચન ક્વિન બનવા માટે ધ્યાન રાખો કિચનની સફાઈ ટિપ્સ

Webdunia
તમે રસોડું સાફ કરવા માટે જેટલી સફાઇ કરો તેટલી ઓછી છે. કારણ કે રસોડું એક એવી જગ્યા છે જ્યાં ભોજન બનાવતી વખતે ગંદકી થઇ જાય છે. આપણે રસોડાનો રૂમાલ, વાસણ, સ્ટવ, સ્લેબ અને જમીન તો સાફ કરી દઇએ છીએ પણ રસોડામાં કેટલીક એવી જગ્યાઓ રહી જાય છે જેને આપણે નજરઅંદાજ કરી દેતા હોઇએ છીએ, આવો જાણીએ કઇ છે આ જગ્યાઓ જેને આપણે અચૂક સાફ કરવી જોઇએ. 

અહીં સફાઇ કરવાનું ન ચૂકવું -

1. શાકભાજી કાપવાનું બોર્ડ - કટિંગ બોર્ડ પર શાકભાજી કાપવી એ રોજનું કામ હોય છે. પણ આને માત્ર પાણીથી સાફ કરવું પૂરતું નથી. બોર્ડના હેન્ડલ અને અન્ય ઊંડાણપૂર્વક જગ્યાઓમાં કીટાણુ એકઠા થઇ જાય છે. ટામેટાના બીજ અને મરચાના બીજ આવી જગ્યાઓમાં અંદર જતા રહે છે જેને બાદમાં બહાર કાઢવા મુશ્કેલ બની જાય છે. માટે બોર્ડને દરરોજ વાપર્યા બાદ સારી રીતે સાફ કરો. સાથે મીટ અને શાકભાજી કાપવાનું બોર્ડ અલગ રાખો.

2. કિચન સિંક - સિંકમાં ગંદા વાસણોને વધારે સમય સુધી મૂકી રાખવાથી બીમારી ઉદ્ભવી શકે છે. માટે સિંકમાં વાસણ રાખતા પહેલા તેમાં વધેલું એંઠું ભોજન બહાર ફેંકી દો. તમારા કિચન સિંકને ગરમ પાણી તથા સર્ફથી ધુઓ. સાથે જ બેકિંગ સોડાનો પ્રયોગ સિંકના ખૂણે-ખૂણે કરો જેનાથી બેક્ટેરિયા ઉદ્ભવી ન શકે.

3. સ્પોન્જ અને સ્ક્રબ - તમને માલુમ હશે કે ભેજવાળી અને ભીની જગ્યા પર કીટણુ ઝડપથી ફેલાય છે. માટે સ્પોન્જ અને વાસણ માંજવાના તારને દર મહિને એકવાર અચૂક બદલો. દરેક પ્રયોગ બાદ સ્પોન્જને પાણીથી ધોઇને નીચોવીને સૂકવવા મૂકી દો.

4. નાઇટ સ્ટેન્ડ - લાકડાના નાઇટ સ્ટેન્ડ બેક્ટેરિયાનું ઘર હોય છે. સ્ટેન્ડમાં ક્યારેય ભીનું ચાકુ ન મૂકશો. લાકડું બળ સરળતાથી પાણી શોષી લે છે જેનાથી તે રોગાણુ અને બેક્ટેરિયાનું ઘર બની જાય છે. હંમેશા સ્ટીલ કે પ્લાસ્ટિકના હેન્ડલવાળા ચાકુનો જ પ્રયોગ કરો જેનાથી તેને ધોવામાં, સૂકવવામાં કે સફાઇ કરવામાં પરેશાની ન થાય.

5. કિચન રેક હેન્ડલ - આપણે કિચન રેકનો પ્રયોગ હંમેશા કંઇ ને કંઇ લેવા માટે કરીએ છીએ. ક્યારેક ક્યારેક આપણે કિચન હેન્ડલને આપણા ખરાબ હાથથી સ્પર્શી લઇએ છીએ. માટે જ્યારે પણ સમય મળે ત્યારે તમારા કિચન રેકને સર્ફ અને પાણીથી ધોવાનું ન ભૂલો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments