Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોમ ટિપ્સ - ઉનાળામાં ઘરને નેચરલ રીતે ઠંડુ રાખવાની ટિપ્સ

Webdunia
ગુરુવાર, 19 એપ્રિલ 2018 (01:27 IST)
ગરમીની સીઝન શરૂ થઈ ચુકી છે સાથે જ આવી ગયા AC અને કૂલરના ખર્ચા. લોકોએ પોતાના ઘરને ઠંડુ રાખવા માટે કૂલર અને એસી ચલાવવા પણ શરૂ કરી દીધા છે. પણ શુ તમે જાણો છો આખો દિવસ એસીમાં બેસવુ આરોગ્ય માટે હાનિકારક હોય છે.  આવામાં જરૂરી નથી કે તમે ઘરને ઠંડુ રાખવા માટે એસી અને કૂલર જ ચલાવતા રહો. આ માટે તમે કેટલાક નેચલર ઉપાયો પણ કરી શકો છો.  આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ આપી રહ્યા છીએ જે બળબળતી ગરમીમાં પણ તમારા ઘરને નેચરલ રીતે ઠંડુ રાખશે.  તો ચાલો જાણીએ એસી અને કૂલર વગર  ઘરને ઠંડુ રાખવાની ટિપ્સ  
 
1. છતને ઠંડી રાખો - ઘરની છતને ઘટ્ટ અને ડાર્ક રંગ ન કરાવશો.. કારણ કે તે જલ્દી ગરમ થઈ જાય છે. ઘરને ઠંડુ રાખવા માટે અગાસી પર સફેદ પેંટ કે પીઓપી કરાવો. સ્પેસ એડમિનિસ્ટ્રેશન મુજબ આવુ કરવાથી ઘર 70-80 ટકા સુધી ઠંડુ રહે છે. સફેદ રંગ રિફ્લેટરનુ કામ કરે છે. 
2. હળવા રંગની બૈડ શીટ - ગરમીની ઋતુમાં કાય કૉટનની બેડશીટ અને પડદાંનો ઉપયોગ કરો. કૉટન ફૈબ્રિક અને લાઈટ કલરના પડદાં લગાવવાથી ઘરમાં ઠંડક રહે છે. 
 
3. ઈકો ફ્રેંડલી ઘર - જ ઓ તમે નવુ ઘર બનાવડાવી રહ્યા છો તો પહેલ જ ઈકો ફ્રેંડલી કામ કરાવો. ઘરને બનાવવા માટે હંમેશા રેનવોટર હાર્વેસ્ટિંગ, સોલર વોટર હીટિંગ સિસ્ટમ, સીવેઝ ટ્રિટમેંટ પ્લાન જેવી વસ્તુઓ પર ફોકસ કરો.  તેનાથી ઘર ગરમીની ઋતુમાં પણ ઠંડુ રહે છે. 
 
4. ગાલીચો ન પાથરશો - ઘરને સ્વચ્છ રાખવા માટે દરેક ગાલીચો પાથરે છે.  પણ ગરમીની ઋતુમાં આવુ ન જ કરો તો સારુ છે. ખાલી ફર્શ ઠંડુ પણ રહેશે અને ઉનાળામાં ઉઘાડા પગે ટાઈલ્સ પર ચાલવુ આરોગ્ય માટે પણ સારુ હોય છે. 
5. હવાદાર ઘર અને પાણીનો છંટકાવ 
 
મોટાભાગે તમે દિવસના સમયે બારી-દરવાજા બંધ કરી રાખ છો અને સાંજના સમયે પણ તેને ખોલવાને બદલે બંધ જ રહેવા દો છો. તેને બદલે તમે દરવાજા અને બારીઓ સવાર-સાંજ ખોલી દો.  આ ઉપરાંત ઘરની છત પર પાણી પણ છાંટો. આ રીત તમારા ઘરને નેચરલ રીતે ઠંડુ રાખશે. 
 
6. છોડ દ્વારા ઠંડક - પોતાના ઘર કે ગાર્ડન કે રૂમની અંદર ઠંડક આપનારા છોડ લગાવો.  ઘરના મેન ગેટ અને ઓસરીની આસપાસ છોડને મુકવાથી ગરમીની અસર મોટી હદ સુધી ઓછી કરી શકાય છે.  છોડને કારણે ઘરનુ તાપમાન 6-7 ડિગ્રી જેટલુ ઓછુ જ રહે છે.  જે ઘરને ઠંડુ રાખવા માટે પુષ્કળ છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments