suvichar

How to Make Roti - રોટલી કેવી રીતે બનાવવી જાણો સહેલી રીત

Webdunia
ગુરુવાર, 9 જૂન 2022 (06:53 IST)
આજે હુ આપને રોટલી બનાવવાની સહેલી રીતે બતાવી રહી છુ. ઘણા  લોકો એવા હોય છે જેમની પાસે ટાઈમ નથી હોતો કે તેઓ રસોઈ બનાવી શકે અને તેમાથી મોટાભાગના સ્ટુડેંટ જ હોય છે. તો એવા લોકો માટે ખૂબ જ ખુશીની વાત રહેશે કે આજે તેમને માટે પણ એક ઉપાય શોધી લીધો છે અને આ તમારે માટે ખૂબ જ સરળ છે.  રોટલી અનેક પ્રકારની અને અનેક રીતે બનાવવામાં આવે છે. ઘઉના લોટની, મકાઈના  લોટની, બાજરીના લોટની અને ઘણા લોકો મિક્સ લોટની પણ બનાવે છે. પણ આપણે મોટેભાગે ઘઉના લોટની જ બનાવીએ છીએ તો ચાલો સ્ટાર્ટ કરીએ.. 
 
સામગ્રી - લોટ 2 કપ, 
ગરમ પાણી 1 કપ
તેલ અથવા ઘી - 2 ચમચી 
 
બનાવવાની રીત - 
- સૌ પહેલા લોટમાં તેલ્નાખો. 
-  પછી થોડુ થોડુ કરીને પાણી નાખો.  જ્યા સુધી લોટ સારી રીતે મિક્સ ન થઈ જાય. 
- હવે બાંધેલા લોટને 15 મિનિટ સુધી કોઈ વસ્તુથી ઢાંકી દો. 
- હવે ગેસ ઓન કરીને તવો ગરમ કરવા મુકો 
- તવો ગરમ થાય ત્યા સુધી રોટલી વણી લો. 
- આ માટે બાંધીલા લોટને એકવાર ફરી હાથ વડે સારી રીતે મિક્સ કરો 
- થોડો સુકો લોટ લો 
-  બાંધેલા લોટના એકસરખા નાના નાના લૂઆ કાપી લો 
- ત્યારબાદ લૂઆને સૂકા લોટમાં ગોળ ગોળ ફેરવી અને તેને આયણી પર મુકો અને વેલણથી વણી લો 
- જ્યારે તે પૂરી જેટલી મોટી વણાય્ય ત્યારે ફરી એકવાર સૂકા લોટમા લપેટી લો અને ફરી વણી લો 
- હવે રોટલીના આકારનુ કોઢી ઢાંકણુ લો અને તેને રોટલી પર મુકીને દબાવી દો. 
- ઢાંકણની બહાર નીકળેલો ભાગ હટાવી લો 
- લો તમારી રોટલી તૈયાર છે હવે તેને તવા પર નાખી દો. 
- તવો ગરમ થઈ ગયો હશે. રોટલીને 3-4 સેકંડ પછી પલટાવી દો 
- ત્યારબાદ બીજી રોટલી માટે લોઈ બનાવી લો 
- તવા પર મુકેલી રોટનીને થોડી ફેરવી દો અને હળવા હાથથી ચારે તરફથી દબાવો 
- પછી પલટાવીને હળવા હાથે કપડા વડે ચારે તરફના ખૂણેથી દબાવશો તો તમારી રોટલી ફુલી જશે. 
- પછી રોટલીને કોઈ વાસણમાં મુકી દો અને બીજી રોટલી વણીને સેકો. 
 
આશા છે કે તમને રોટલી બનાવવાની આ સહેલી રીતે ગમી હશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગંભીરા બ્રિજ ફરી ધમધમશે: નોકરિયાતો અને દૈનિક મુસાફરોને ટ્રાફિકમાંથી મળશે મોટી રાહત

KKR ની હારનો સૌથી મોટો વિલન કોણ છે, એક ખેલાડીએ પાડી દીધો ખેલ

BJP અધ્યક્ષ નિતિન નવીને ધારાસભ્ય પદ પરથી આપ્યુ રાજીનામુ, શેયર કર્યો ભાવુક સંદેશ

આંગણવાડી સેવાઓ થશે હાઈટેક : 53 હજાર બહેનોને CM આપશે 5G સ્માર્ટફોનની ભેટ!

Gold Silver Rate Today : કાચા તેલની કિંમતમાં ઉછાળાથી સસ્તી થયા સોના ચાંદીનાં ભાવ

વધુ જુઓ..

ધર્મ

Garbh sanskar- ગર્ભ સંસ્કાર એટલે શું

Aaj nu panchang- આજનુ પંચાગ - 30 માર્ચ

Somwar Upay: અનંત ત્રયોદશી અને પ્રદોષ વ્રતનાં શુભ સંયોગમાં કરો આ ઉપાય, ધન ધાન્યથી ભરેલા રહેશે ભંડાર

Hanumanji bhog- હનુમાનજીને પ્રિય પ્રસાદ અને ચઢાવવાના નિયમો

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments