Dharma Sangrah

ઉનાળામાં તમારું AC ઓન કરતા પહેલા જરૂર કરો આ 4 કામ, વીજળીનું બિલ આવશે ઓછું, કુલિંગ પણ શાનદાર

Webdunia
રવિવાર, 12 માર્ચ 2023 (01:37 IST)
Tips for Air conditions - શિયાળાની ઋતુ લગભગ પૂરી થઈ ગઈ છે. હવે થોડા દિવસોમાં ગરમી લોકોને પરેશાન કરવા લાગશે. ઘર-ઓફિસમાં એર કન્ડીશનીંગ(AC)વિના  લોકો માટે રહેવું મુશ્કેલ થઈ જશે. જો તમે પણ ઉનાળાની ગરમીથી બચવા માટે તમારું AC ચલાવવાનું વિચારી રહ્યા છો, તો તેને ચાલુ કરતા પહેલા પાંચ બાબતોનું ધ્યાન રાખો. તેનાથી તમારું વીજળીનું બિલ તો ઘટશે જ, પરંતુ સાથે જ એસી કૂલીંગમાં પણ સુધારો થશે.
 
કૂલિંગ મોડથી બચો - જો તમે આ ઉનાળામાં પહેલીવાર તમારું AC ચાલુ કરવા જઈ રહ્યા છો, તો શરૂઆતમાં તેને કૂલિંગ મોડમાં ન ચલાવો. થોડા સમય માટે સામાન્ય ફેન મોડ પર AC ચલાવો. આ પછી, તેને ધીમે ધીમે કૂલિંગ મોડ પર લઈ જાઓ. ઉલ્લેખનીય છે કે AC ઘણા દિવસોથી બંધ રહેવાને કારણે તેની અંદર ધૂળના કણો જમા થઈ જાય છે. ફેન મોડ પર ચાલુ કરવાથી અંદરથી મોટાભાગે તે સાફ થઈ જાય છે.
 
AC ની સર્વિસ - આ ઉનાળામાં તમારા ACને ચાલુ કરતા પહેલા, તેને સારી રીતે સાફ જરૂર કરી લો જેથી તે સારી રીતે ઠંડક આપી શકે. જો તમે ઇચ્છો તો કેટલાક ભાગ બ્રશની મદદથી ઘરે જ સાફ કરી શકો છો. જવી કે એસીની જાળી. 
 
સ્વીચ બોર્ડ- તમારું AC આખા શિયાળા માટે બંધ રહેતું હોવાથી તમને એ પણ ખબર નથી હોતી કે તેને પાવર સપ્લાય કરતું સ્વીચબોર્ડ કે પ્લગ બરાબર કામ કરી રહ્યું છે કે નહીં. તેમાં થોડી પણ ખામી મોટી શોર્ટ સર્કિટનું કારણ બની શકે છે. એટલા માટે AC ચાલુ કરતા પહેલા તેને ચેક કરાવી લો.
 
એક જ ટેમ્પરેચર પર ચલાવો  - તમારે શરૂઆતમાં વધુ ઠંડકની જરૂર નથી. એટલા માટે ચોક્કસ તાપમાને જ AC ચલાવો. ACને  એક જ ટેમ્પરેચર પર ચલાવવાથી અથવા તેને સ્ટબલ  રાખવાથી વીજળીના બિલ પર ઘણી અસર પડે છે. તમે શરૂઆતમાં ACનું તાપમાન 24 થી 26 ની વચ્ચે રાખી શકો છો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આઈસીસી ODI રેન્કિંગમાં વિરાટ કોહલી બન્યો નંબર 2 બેટ્સમેન, રોહિત શર્મા નંબર 1 પર કાયમ

રશિયાના સેન્ટ પીટર્સબર્ગ પર હુમલા પછી લાગી ભીષણ આગ, પ્રંચડ બોમ્બ વિસ્ફોટોથી ધ્રૂજી ઉઠ્યું શહેર

નેહરુ, ઇન્દિરા, સોનિયા કોંગ્રેસના 3 મત ચોરી... અમિત શાહનાં 1:30 કલાકના ભાષણની 10 મહત્વપૂર્ણ વાતો

Silver Price Hike- ચાંદી 2 લાખને વટાવી જશે! રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે

કંગના રનૌતે લોકસભામાં કહ્યું કે પીએમ મોદી લોકોના દિલ હેક કરે છે, EVM નહી

વધુ જુઓ..

ધર્મ

Mahabharat- ગાંધારી કોણ હતી? તેણીએ આંખો પર કાળી પટ્ટી કેમ બાંધી હતી? રહસ્ય જાણો.

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

આગળનો લેખ
Show comments