suvichar

દિવાળી માટે ઘરના પડદા ખરીદતા પહેલા વાસ્તુ મુજબ આટલી વાતોનુ રાખો ધ્યાન

Webdunia
બુધવાર, 20 ઑક્ટોબર 2021 (01:33 IST)
દિવાળી એક એવો તહેવાર છે જેના માટે ઘરમાં દરેકનુ મન ખૂબ જ ઉત્સાહી હોય છે. બાળકોથી લઈને વડીલો સુધી દરેક કોઈ પોતપોતાની તૈયારીમાં વ્યસ્ત થઈ જાય છે. દિવાળીમાં આપણે ઘરની સજાવટ માટે બેડશીટ અને પડદા દર વર્ષે નવા ખરીદીએ છીએ, આ વખતે પડદાં ખરીદતા પહેલા થોડુ વાસ્તુ મુજબના રંગોનુ પણ ધ્યાન રાખશો તો તમારુ ઘર ખુશીઓથી મહેકી ઉઠશે 
 
વિવિધ રંગના પડદા આપણા ઘરને તો સુંદર બનાવે જ છે, સાથે જ ઘરમાં પૉજિટિવ એનર્જી પણ બનાવવામાં મદદ કરે છે. ત્યારે આવો જાણીએ, વાસ્તુના હિસાબે કઇ દિશામાં કયા રંગના પડદા વધુ ફાયદો કરાવતા હોય છે.
 
વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામા આવ્યું છે કે જો કોઇના પરિવારમાં ઝઘડા વધુ થતા હોય કે પછી ઘરના લોકોને એકબીજા સાથે બનતું ન હોય તો દક્ષિણ દિશામાં લાલ કલરના પડદા લગાવવાથી શુભ ફળ મળે છે. આનાથી ઘરના સદસ્યોનો અંદરોઅંદર પ્રેમ વધે છે.
 
વારંવાર મહેનત કર્યા બાદ પણ સફળતા ન મળતી હોય તો આના માટે વાસ્તુ શાસ્ત્રમાં યુક્તિ આપવામાં આવી છે. આવી બાબતોમાં વાસ્તુ શાસ્ત્ર ઘરની પશ્ચિમી દિવાલમાં સફેદ રંગના પડદા લગાવવાની સલાહ આપે છે. જો આવું કરો છો તો તમારી પરેશાની દૂર થશે.
 
પૂર્વ દિશાના રૂમમાં લીલા પડદા લગાવવા ઘરના વેપાર અને આવકના સોર્સમાં વૃદ્ધિ માટે શુભ હોય છે. 
 
પશ્ચિમ દિશામાં બેલા રૂમ માટે સફેદ પડદા લગાવવા ફાયદાકારક રહેશે, આવું કરવાથી ઘરના લોકોને દરેક કામમાં ભાગ્યનો સાથ મળે છે.
 
ઉત્તર દિશાના રૂમમાં વાદળી પડદા લગાવવાથી ઘરના ધનમાં વધારો થાય છે.
 
દક્ષિણ દિશાના ખૂણામાં રૂમ હોય તો લાલ પડદા સારા રહે છે, તેનાથી ઘરમાં પ્રેમ અને પોતીકાપણું વધે છે.
 
રૂમમાં કલરની વાત કરીએ તો બેડરૂમમાં માનસિક શાંતિ અને સંબંધોમાં મધુરતા બની રહે તેના માટે ગુલાબી, આસમાની અથવા લાઇટ ગ્રીન કલર કરાવવો જોઈએ. ડ્રોઇંગ રૂમ માટે ક્રીમ, સફેદ અથવા બ્રાઉન કલરનો ઉપયોગ કરવો ફાયદાકારક છે. કિચન માટે લાલ અને નારંગી રંગ શુભ માનવામાં આવે છે, તેનાથી ત્યાં રહેતા લોકોનું સ્વાસ્થ્ય કાયમ સારું રહે છે. બાથરૂમમાં સફેદ અથવા વાદળી રંગ સૌથી સારો રહે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

KKR vs SRH: સનરાઇઝર્સ હૈદરાબાદે એ 65 રનોથી નોંઘાવી જીત, ઉનાદકટ-મલિંગા ની બોલે બતાવી કમાલ

ટ્રમ્પએ ફરી આપી ચેતાવણી, બોલ્યા - પડી ગયો ઈરાનનો સૌથી મોટો પુલ, આ પહેલા કે મોડું થઈ જાય સમજૂતી કરી લે ઈરાન

IPL 2026 માં રમવા માટે નહી મળી NOC તો કોર્ટ પહોચ્યો આ ખેલાડી, RCB ના સ્કવોડનો છે ભાગ

ગુજરાત AAP ના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની ધરપકડ, કાર્યકર્તાના અરેસ્ટના વિરોધમાં પહોચ્યા હતા પોલીસ સ્ટેશન

વડોદરામાં આ શું ચાલી રહ્યું છે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા VHP નેતાનુ ડોલ્યુ મન, કોંગ્રેસમાં જોડાયા

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang- આજનુ પંચાગ - 3 એપ્રિલ

શુક્રવારના દિવસે કરો આ અચૂક ઉપાય - નૌકરી સંબંધી દરેક પરેશાની થશે દૂર

સોળ સંસ્કાર વિશે માહિતી

Aaj nu panchang- આજનુ પંચાગ - 2 એપ્રિલ

Hanuman Jayanti 2026 Wishes & Quotes - હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ

આગળનો લેખ
Show comments