Biodata Maker

ઘરેલુ ઉપાય : હેડકી આવવાનું કારણ અને તેને રોકવાના ઉપાયો

Webdunia
P.R
તમને હેડકી કે એડકી આવશે તો ઘરમાંથી કોઇ તુરંત બોલી ઉઠશે, 'કોઇએ યાદ કર્યા'! આવા સમયે તમને એવું કહેવામાં આવશે કે વિચારો કોણ યાદ કરે છે. તમે કોઇ એક નામ વિચારશો ત્યાંસુધીમાં લગભગ એડકી રોકાઇ ગઇ હશે. આ વાત કેટલી સાચી છે કેટલી ખોટી છે તે તો ખબર નહીં, પણ હા, આમ કરવાથી પીડિતનું ધ્યાન અચૂક ડાયવર્ટ થઇ જાય છે. પારંપરિક ઉપાય તરીકે આ એક સારો ઉપાય છે. પણ સારું એ જ રહેશે કે એડકી કે હેડકી આવવા પાછળના વિજ્ઞાનને સમજવામાં આવે અને તેને અનુકૂળ ઉપાય કરવામાં આવે.

આપણે નિરંતર શ્વાસ લેતા રહીએ છીએ અને ફેફસામાં હવા જાય છે અને ત્યાંથી આવતી રહે છે. આ ક્રિયાની સાથે એ પરદો પણ હલે છે જે છાતી અને પેટની વચ્ચે હોય છે. પણ ક્યારેક-ક્યારેક આ પ્રવાહની લયમાં ગરબડ સર્જાઇ જાય છે જેનાથી ડાયફ્રોમ કંપવા લાગે છે અને એડકી આવે છે.

આ કંપનને કાબુમાં લેવા માટે હવાનો પ્રવાહ સહજ બનાવવાના અનેક ઉપાયો છે. જેમ કે ઠંડું પાણી પીવું(સાત ઘૂંટડા પાણી પીશો તો એડકી મટી જશે, યાદ છે આ ઘરેલું ઉપાય?), ખાંડ ખાવી, કેટલીક સેકંડ માટે શ્વાસ રોકી દેવો, બરફનો ભૂક્કો ગળી જવો, કોઇ થેલી ફુલાવી વગેરે.

આમાંની કોઇ પણ એક વિધિ કરવાથી એડકીમાં આરામ મળશે. કદાચ તમારામાંથી કોઇએ જાણતા-અજાણતા આ ક્રિયા કરી પણ હશે અને એડકીમાં રાહત મળી હશે. ઉતાવળે ભોજન ગળી જવાથી, દારૂ પીવાથી, વધારે મરચાવાળું ખાવાથી વગેરેથી એડકી આવી શકે છે. પણ જો એડકી કોઇ સામાન્ય ઉપાયથી રોકાય નહીં તો ડૉક્ટરનો મત પૂછી લેવો.
વધુ જુઓ..

જરૂર વાંચો

31 ડિસેમ્બર પહેલા PAN અને આધાર લિંક કરવામાં નિષ્ફળતાને કારણે મોટો ફટકો પડશે, સરકારે અંતિમ ચેતવણી જારી કરી છે.

મચ્છરોથી બચવા માટે પોતાના રૂમમાં ધૂમ્રપાન કર્યા બાદ એક માતા અને બે પુત્રો મૃત હાલતમાં મળ્યા હતા.

National Farmers Day - શા માટે ભારતમાં 23 ડિસેમ્બરે ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે? જાણો કારણ

"તેઓ સંસ્થાઓ પર કબજો કરી રહ્યા છે..." રાહુલ ગાંધીએ જર્મનીમાં મોદી સરકાર પર આરોપ લગાવ્યો

હિમાચલ અને કાશ્મીરમાં વરસાદ અને બરફવર્ષાની ચેતવણી જારી; બારાબંકીમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું, અહીં ગાઢ ધુમ્મસની શક્યતા

વધુ જુઓ..

ધર્મ

મંગળવારે હનુમાનજીને અર્પણ કરો આ વસ્તુઓ, જીવનની બધી મુશ્કેલીઓ થશે દૂર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

Hanuman Bajarang Baan- હનુમાન બજરંગ બાણ

Kamurta 2025 - શા માટે કમુરતામાં શુભ કાર્યોને અશુભ માનવામાં આવે છે?

સોનલ માં ની આરતી

Show comments