Festival Posters

શરીરના કોઈપણ અંગનો દુ:ખાવો દૂર કરવાના ઘરેલુ ઉપચારો

Webdunia
શનિવાર, 23 એપ્રિલ 2016 (11:00 IST)
શરીરના કોઈપણ અંગમાં દુ:ખાવો થવો આધુનિક જીવનશૈલીનુ પરિણામ છે. કોઈપણ અંગમાં તકલીફ થતા રોગીને ભયાનક દર્દ થવા માંડે છે. જો અમે કોઈપણ પ્રકારના દુ:ખાવાનો શિકાર છો તો દર્દ નિવારણ માટે મદદરૂપ કેટલાક વિશેષ પદાર્થોનુ સેવન કરો અને ઘરેલુ નુસ્ખાનો ઉપયોગ કરો.  આ તમારા આરોગ્યની રક્ષા કરવા ઉપરાંત દરેક પ્રકારના દુ:ખાવામાં ઔષધિની જેમ કામ કરશે.  જ્યારે કે એલોપેથિક દવા લેતા  અનેક પ્રકારના રિએક્શન થઈ શકે છે.  ચાલો આજે જાણીએ કેટલીક એવી વસ્તુઓ વિશે જેમને ખાવવા અને લગાવવાથી દુ:ખાવો ગાયબ થઈ જાય છે. 
 
1. મેથી ગેસ અને કફ બંન્ને ને મિટાવનારી ઔષધિની જેમ કાર્ય કરે છે. રોજ 5 ગ્રામ મેથીનુ ચૂરણ સવાર-સાંજ ખાવાથી વાત રોગ દૂર થઈ જાય છે. મેથી અને સોંઠને સમાન માત્રામાં મિક્સ કરીને બારીક ચૂરણ બનાવીને રાખી મુકો. આ ચૂરણને 5-5 ગ્રામની માત્રામાં ગોળ મિક્સ કરીને સવાર-સાંજ ખાવાથી ગઠિયા અને સાંધાના દુખાવાથી રાહત મળે છે. 
 
2. સૂંઠ અને આદુ એક જ પદાર્થના બે રૂપ છે. લીલા રૂપમાં એ આદુ કહેવાય છે અને સૂકાય જાય તો સૂંઠ બની જાય છે.  આદુ અને સૂંઠનો ઉપયોગ મસાલા અને ઘરેલુ દવાઓના રૂપમાં પણ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. આ વા ના રોગો માટે સૌથી સારી દવા છે. જો શરીરના કોઈ પણ અંગમં દુખાવો થાય તો થોડુક સૂંઠનું ચૂરણ ફાંકી લો. દુ:ખાવાથી તરત જ રાહત મળશે. 
 
કેટલીક આવી જ બીજી દર્દ નિવારક વસ્તુઓ વિશે ... 
 
3. જાયફળના તેલને સરસિયાના તેલમાં મિક્સ કરીને જોઈંટ ના જૂના સોજા પર માલિશ કરવાથી લાભ થાય છે. આ સંઘિવાતના કારણે અકડાયેલ સંધિ-સ્થળને ખોલે છે. જેનાથી જોઈંટના દુખાવાથી રાહત મળે છે. જાયફળનુ ચૂરણ મધ સાથે સેવન કરવાથી જોઈંટના દુખાવો દૂર થાય છે. જાયફળને બકરીના દૂધમાં ઘસીને તેને થોડુ ગરમ કરી લેપ કરવાથી માથાનો દુ:ખાવો અને માથાનુ ભારે થવુ અને શરદી ઠીક થઈ જાય છે. 
 
4. ગઠિયાના દુ:ખાવામાં ગાજર ખૂબ ઉપયોગી છે. તેને ઉકાળી પણ ખાઈ શકાય છે. પણ કાચા ગાજરનો રસ વધુ લાભપ્રદ હોય છે. 
 
5. ગાજર ખાવાથી શરીરને યોગ્ય માત્રામાં પોષણ મળે છે. રોજ ગાજરનો રસ પીવાથી જોઈંટના દુખાવાથી છુટકારો મળે છે. તેમા આમળાનો રસ મળે લેવા પર આ વધુ ગુણકારી થઈ જાય છે. 
 
6. કોઈપણ પ્રકારના દુખાવાને લસણના રસનો પ્રભાવથી યૂરિક એસિડ ઓગળીને પ્રવાહી રૂપમાં મૂત્રમાર્ગથી બહાર નીકળી જાય છે. તેથી આ ગઠિયા અને સંઘિવાત વગેરે રોગોમાં ગુણકારી છે. લસણથી પેટનો દુ:ખાવો, ગઠિયા, ગળાના દોષ વગેરેમાં પણ ઔષધિની જેમ કામ કરે છે. 
 
7. દૂધ અને પાણી બરાબર માત્રામાં મિક્સ કરીને લસણ અને વાયવ ડિંગને તેમા ઉકાળો. જ્યારે પાણી બળી જાય તો દૂધને ઉતારી લો. તેને ગાળીને ઠંડુ કરીને પીવો. આ મિશ્રણથી માંસપેશીયો મજબૂત થાય છે. લસણ ને અડદના વડા બનાવીને તલના તેલમાં તળીને ખાવાથી સંધિવાત અને અન્ય બીમાઅરીઓમાં રાહત મળે છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

બાંગ્લાદેશમાં બર્બરતા એ બધી હદ વટાવી, હિન્દુ વિધવા પર સામૂહિક બળાત્કાર, ઝાડ સાથે બાંધી વાળ કાપ્યા વીડિયો વાયરલ

યૂપીમા કૂતરાને યુવકે બોટલથી બળજબરીથી પીવડાવ્યો દારૂ, પોલીસે કરી ધરપકડ - Viral Video

બાંગ્લાદેશ સરકારે IPL ના ટેલીકાસ્ટ પર લગાવ્યો બૈન, ક્રિકેટ જગતમાં મચી સનસની

Video: ફ્રી મસાજ સર્વિસ માંગતા ભારતીય યુવકની થાઈલેંડમાં ધુલાઈ, બોયગર્લ ગુસ્સામાં તૂટી પડી - Viral Video

દોડમાં આવ્યુ ત્રીજુ સ્થાન, પછી અચાનક આવ્યુ મોત... જાણો પાલઘરમાં 10 માં ધોરણની વિદ્યાર્થીનીનો કેવી રીતે ગયો જીવ ?

વધુ જુઓ..

ધર્મ

Sakat Chauth Upay: તલ/અંગારીકા ચોથનાં દિવસે કરો આ ઉપાયો, જીવનની બધી મુશ્કેલીઓ થશે દૂર,

Sakat Chauth 2026: સંકટ ચોથ વ્રત ક્યારે છે 6 કે 7 જાન્યુઆરી ? જાણી લો તલ ચોથની પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને સામગ્રીની લીસ્ટ

Shiv Chalisa Video - શિવ ચાલીસા વાંચો ગુજરાતીમાં

Shiv Stuti : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

Show comments