Webdunia - Bharat's app for daily news and videos

Install App

સવારે ઉઠતાની સાથે જ ગરદનમાં થાય છે સખત દુખાવો ? આ ઘરેલું ઉપાયો અજમાવીને તરત જ ક્રેમ્પથી મેળવો છુટકારો

Webdunia
શુક્રવાર, 15 ડિસેમ્બર 2023 (00:13 IST)
ઘણી વખત એવું બને છે કે સવારે ઉઠ્યા પછી, તમારી ગરદનમાં તીવ્ર મચકોડ આવે છે, જેના કારણે ગરદન અને ખભામાં તીવ્ર દુખાવો થાય છે. શિયાળાની ઋતુમાં લોકો ઘણીવાર આ સમસ્યાથી પરેશાન રહે છે. હકીકતમાં, રાત્રે ખોટી સ્થિતિમાં સૂવાથી અને તકિયાની ગુણવત્તા સારી ન હોવાને કારણે પણ ગરદન મચકોડ થઈ શકે છે. ઘણી વખત માથું અને ગરદન વાંકાચૂકા રાખવાથી પણ સ્નાયુઓમાં જકડાઈ જાય છે.  મોટાભાગે ગરદનનો દુખાવો ખોટી પોઝીશનમાં  સૂવાને કારણે થાય છે. આનાથી ગરદનમાં ખેંચ આવે છે, પીઠનો દુખાવો થાય છે, માથાનો દુખાવો થાય છે અને તમે તમારું માથું બરાબર ફેરવી શકતા નથી અથવા તો તમારી ગરદન સહેજ ફેરવવાથી પણ ગંભીર પીડા થાય છે. સાથે જ  કેટલીકવાર ઉપરે સ્પાઈનલ જોઈન્ટ્સમાં ઓસ્ટીયોઅર્થરાઈટિસ ની સમસ્યાને કારણે પણ આ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યાં છો, તો તરત જ આ ઘરેલું ઉપચાર અજમાવો.
 
ગરદનના દુખાવામાં રાહત આપવા માટે ઘરેલું ઉપચાર
 
સારી ક્વાલીટીના ઓશીકાનો ઉપયોગ કરો: ઓશીકું તમારી ગરદનના મચકોડમાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. તેથી, તમે સૂવા માટે જે તકિયાનો ઉપયોગ કરો છો તેની ક્વાલીટી વધુ સારી હોવી જોઈએ. એવું ઓશીકું વાપરો જે તમારા માથા અને ગરદનને યોગ્ય રીતે ટેકો આપે.
 
તેલથી માલિશ કરો: જો તમને તમારી ગરદનમાં મચકોડ અથવા ખેંચ આવે છે, તો તરત જ નારિયેળ અથવા સરસવના તેલથી માલિશ કરો. માલિશ કરવાથી બ્લડ સર્કુલેશન સુધરે છે અને મસાજ પછી તમારો દુખાવો ઓછો થશે.
 
આઈસ પેક લગાવોઃ જાગ્યા પછી જ્યારે પણ તમને ગરદનમાં દુખાવો થાય ત્યારે પીડાદાયક જગ્યા પર આઈસ પેક લગાવો. આ પીડાદાયક વિસ્તારમાં તરત જ સોજો અને જડતા દૂર કરે છે.
 
હીટ પેડ લગાવો: જો તમે તમારી ગરદનમાં તીવ્ર દુખાવો અનુભવી રહ્યા છો, તો તરત જ હીટ પેડ લગાવો. તમારી ગરદનને હીટ પેકથી 20 મિનિટ સુધી ગરમ કરો. આ તમારા સ્નાયુઓમાંથી તાણ દૂર કરે છે અને સ્નાયુઓને રાહત આપે છે.
 
યોગ અને એકસરસાઈઝ કરોઃ યોગ કરવાથી ગરદનમાં લોહીનો પ્રવાહ વધે છે.તમે સરળ કસરત કરીને ગરદનના સ્નાયુઓને મજબૂત બનાવી શકો છો. સીધા ઊભા રહો અને 15 થી 20 સેકન્ડ માટે તમારી ગરદનને જમણી અને ડાબી તરફ ફેરવો. આ પ્રક્રિયાને ઓછામાં ઓછા 5 વખત રીપીટ કરો. આ સિવાય ગરદનને ધીમે-ધીમે ગોળાકાર ગતિમાં પાંચથી દસ વાર ફેરવો. ગરદનના દુખાવામાં રાહત મળશે.
 
આ વાતોનું પણ રાખો ધ્યાન 
- લેપટોપ પર લાંબા સમય સુધી બેસીને કામ ન કરો.
- દર 40 મિનિટ પછી થોડું ચાલવું.
- બેસતી વખતે અથવા સૂતી વખતે તમારી મુદ્રા પર ધ્યાન આપો.
- સૂતી વખતે સારી ગુણવત્તાના ઓશીકાનો ઉપયોગ કરો.

સંબંધિત સમાચાર

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

આગળનો લેખ
Show comments