Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાણી પીને 10 દિવસમાં ઘટાડો વજન.. જાણો કેવી રીતે...

Webdunia
બુધવાર, 5 ઑક્ટોબર 2016 (17:52 IST)
નેચરલ મેડિસીનમાં વોટર થેરેપી દ્વારા વજન ઓછુ કરવાની સંપૂર્ણ રીત સમજાવવામાં આવી છે. તેમા બતાવાયુ છે કે કેવી રીતે ચોક્કસ માત્રામાં પાણી પીને આપણે વજન ઘટાડી શકીએ છીએ. બ્રિટનની વેલનેસ એક્સપર્ટ અને ફિટનેસ કોચ શાઉના વૉકર પણ વોટર થેરેપીને લઈને એક્સપેરિમેંટ્સ કરે છે. વૉકરનો દાવો છે કે તેમના દ્વારા બતાવેલ રીતથી વ્યક્તિ ફક્ત 10 દિવસમાં 4થી 5કિલો વજન ઘટાડી શકે છે. જો કે તેમનુ કહેવુ છેકે દરેક વ્યક્તિની ખાવા અને સૂવાની ટેવ જુદી જુદી હોય છે.  આવામાં રિઝલ્ટમાં થોડુ ઘણુ અંતર હોઈ શકે છે. કેવી રીતે કામ કરે છે પાણી... જાણો આનુ સાયંસ... 
 
પાણી મેટાબૉલિજ્મ સુધારીને વજન ઘટાડે છે.. 
- એક્સપર્ટ મુજબ બૉડીને પૂરતા પ્રમાણમાં પાણી મળવાથી તેના બધા ફંક્શન્સ યોગ્ય રીતે થાય છે. જ્યારે ફંક્શન યોગ્ય રહેશે તો બોડીનુ મેટાબોલિજ્મ સારુ રહેશે. મેટાબૉલિજ્મ જેટલુ સારુ રહેશે એટલુ વજન ઓછુ રહેશે.  
 
 
- વધુ પાણી પીવાથી કેલોરી બર્ન કરવાની ક્ષમતા વધી જાય છે. સાયંસની ભાષામાં આને રેસ્ટિંગ એનર્જી એક્પેંડિચર કહે છે. સ્ટડીઝ મુજબ પાણી પીવાના 10 મિનિટની અંદર જ રેસ્સિંગ એનજ્રી એક્પેંડિચર 24થી 30 ટકા વધી જાય છે. આ રીતે જેટલુ વધુ પાણી પીવામાં આવશે કેલોરી બર્ન કરવાની ક્ષમતા એટલી જ વધી જશે. 
 
ઉઠતા જ પીવો પાણી - ઉઠતા જ સૌ પહેલા ખાલી પેટ દોઢ ગ્લાસ પાણી પીવો. તેનાથી વજન ઘટવામાં મદદ મળશે. સાથે જ બ્રેનને પર્યાપ્ત એનર્જી મળશે. જેનાથી તે આખો દિવસ એક્ટિવ રહેશે. 
 
- ચા કે કોફી પછી - દિવસમાં ચા કે કોફી પીવાના 5-10 મિનિટ પછી અડધો કે એક ગ્લાસ પાણી જરૂર પીવો. તેનાથી બોડીમાં એસિડની ઈફેક્ટ અને વજન ઓછુ થશે. 
 
- નાસ્તા પહેલા અને પછી - ઉઠવાના 1-2 કલાક પછી.. નાસ્તો કરતા પહેલા અને પછી 1 ગ્લાસ પાણી પીવો. 
 
લંચ અને ડિનર પહેલા - લંચ કે ડિનરના 20 મિનિટ પહેલા 1 ગ્લાસ પાણી  પીવો. તેનાથી ભૂખ ઓછી થશે અને ઓવરઈંટિંગથી બચશો અને વજન ઘટવામાં મદદ મળશે. 
 
સૂતા પહેલા - સૂવાના થોડા સમય પહેલા 1 ગ્લાસ પાણી પીવો. તેનાથી મોડી રાત્રે કંઈક ખાવાનુ મન નહી થાય. સાથે જ સવારે બોડીના ટૉક્સિન્સ બહાર નીકળવામાં મદદ મળશે. 
 
આખો દિવસ - દિવસમાં કોઈ એક સમય વધુ પાણી પીવાને બદલે આખો દિવસ થોડી થોડી વારમાં 9-10 વાર પાણી પીતા રહો. તેનાથી બોડીમાં પાણીની કમી નહી થાય અને વજન ઘટવામાં મદદ મળશે. 
 
સોડા જ્યુસની જગ્યાએ પાણી - દિવસભરમાં સોડાકે જ્યુસ પીવાને બદલે પાણી જ પીવો. તેનાથી બોડીમાં શુગરની માત્રા ઓછી કરવા અને વજન ઘટાડવામાં મદદ મળશે. 
 
ગરમ પાણી - દિવસમાં અસમય ભૂખ લાગતા ગરમ પાણી ચા ની જેમ સિપ કરીને પીવાથી પણ વજન ઓછુ કરવામાં મદદ મળે છે. 
 
- ખૂબ ખાવ પાણીવાળા ફળ તેનાથી પણ વજન ઘટવામાં મદદ મળશે. 
 
રીંગણ - તેમા હાઈ ફાઈબર અને ઓછી કેલોરી હોય છે. આ કારણે આ વેટ લોસ માટે પરફેક્ટ છે. 
 
ખીરામાં 96 ટકા પાણી - વિટામિન સી અને કૈફિક એસિડ પણ હોય છે જે સ્કિન માટે સારા હોય છે. બોડીમાં સોજાને ઘટાડે છે. 
 
દ્રાક્ષ 92 ટકા પાણી - તેમા એંટીઓક્સીડેટ્સ ભરપૂર હોય છે જે બોડીને હાર્ટૅની બીમારીઓથી બચાવે છે.  
 
નાશપાતી - તેમા 6 ગ્રામ ડાઈટરી ફાઈબર હોય છે જે વેટ લોસમાં હેલ્પ કરે છે. 
 
ઓરેંજમાં 87 ટકા પાણી - એક ઓરેંજ બોડીની વિટામિન સી ની એક દિવસની જરૂરિયાતને પુર્ણ કરે છે. 
 
પાલક - તેમા વિટામિન એ અને સી અને પ્રોટીન પુષ્કળ હોય છે અને વેટ લૉસમાં હેલ્પિંગ છે.
 
પાઈનેપલ 87 ટકા પાણી - તેમા એંટીફ્લેમેટરી ગુણ હોય છે જે પેન રિલીફમાં હેલ્પ કરે છે. 
 
શિમલા મરચા 92 ટકા પાણી - તેમા વિટામીન સી વિટામિન બી6 થાઈમિન, ફોલિક એસિડ અને બીટા કૈરોટિન ભરપૂર હોય છે. 
 
ટામેટા 95 ટકા પાણી - તેમા લાઈકોપિન એંટીઓક્સીડેટ્સ હોય છે જે બોડીને સ્કિનના કૈસરથી બચાવે છે. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments