rashifal-2026

Ayurvedic Tips : કબજિયાત દૂર કરવાની આયુર્વેદિક ટિપ્સ

Webdunia
કબજિયાત હોવી મતલબ તમારું પેટ સાફ નથી થયુ કે પછી તમારા શરીરમાં તરલ પદાર્થોની ઉણપ છે. કબજિયાત દરમિયાન વ્યક્તિ તાજગી નથી અનુભવી શકતો. જો તમને લાંબા સમયથી કબજિયાત રહે છે અને તમને આ બીમારીનો ઈલાજ નથી કરાવ્યો તો આ એક ભયંકર બીમારીનું રૂપ લઈ શકે છે. કબજિયાત થવા પર વ્યક્તિને પેટ સંબધી તકલીફો પણ થાય છે. જેવુ કે પેટ દુ:ખવુ, વ્યવસ્થિત રૂપે તાજગી અનુભવવામાં પરેશાને થવી, શરીરમાંથી મળ સંપૂર્ણ રીતે ન નીકળવો વગેરે. કબજિયાત માટે પ્રભાવશાળે પ્રાકૃતિક ઉપાયો ઉપરાંત આયુર્વેદિક સારવાર દ્વારા પણ કબજિયાત દૂર થઈ શકે છે.

કબજિયાતમાં આયુર્વેદિક નુસ્ખા

કબજિયાત થતા વધુ માત્રામાં પાણી પીવાની સલાહ આપવામાં આવે છે, ડોક્ટર્સ ગરમ પાણી પીવાની પણ સલાહ આપે છે.

કબજિયાતના રોગીને પાતળા તરલ પદાર્થ અને સાદુ ભોજન જેવુ કે ઉપમા, ખિચડી વગેરે ખાવાની સલાહ આપવામં આવે છે.

કબજિયાત દરમિયાન ઘણીવાર છાતીમાં બળતરા થવા લાગે છે. આ પરિસ્થિતિમાં એસીડીટી થવાથી અને કબજિયાત ને કારણે ખાંડ અને ઘી ને મિક્સ કરીને ખાલી પેટ ખાવુ જોઈએ.

લીલા શાકભાજીઓ અને ફળો જેવા કે પપૈયુ, દ્રાક્ષ, શેરડી, જામફળ, ટામેટા, બીટ, અંજીર ફળ, પાલકનો રસ કે કાચી પાલક, કિશમિશને પાણીમાં પલાળી ખાવ. રાત્રે મોટી દ્રાક્ષ ખાવાથી કબજિયાત દૂર કરવામાં મદદ મળે છે.

હકીકતમાં પાણી અને પાતળા પદાર્થોની ઉણપ કબજિયાતનું મુખ્ય કારણ છે. પાતળા પદાર્થોની કમીથી મળ આંતરડામાં સૂકાય જાય છે અને મળનો નિકાસ માટે જોર લગાવવું પડે છે, જેથી કબજિયાતના રોગીને ખાંસી થવા માંડે છે.

 
P.R
ડોક્ટર્સ કબજિયાતને દૂર કરવા માટે મોટાભાગે ઈસબગુલ ખાવાની સલાહ આપે છે. ઈસબગુલને રાત્રે સૂતા પહેલા ગરમ દૂધમાં કે પાણીમાં મિક્સ કરીને પીવું જોઈએ.

ખાવામાં લીલા પાંદડાની શાકભાજી ઉપરાંત રેશેદાર શાકભાજીનું સેવન વિશેષરૂપે કરવુ જોઈએ. જેનાથી શરીરમાં પાતળા પદાર્થોમાં વધારો થાય છે.

ચિકાશવાળા પદાર્થો પણ કબજિયાત દરમિયાન લેવા ફાયદાકારક રહે છે.

ગરમ પાણી અને ગરમ દૂધ કબજિયાત દૂર કરે છે. રાત્રે ગરમ દૂધમાં કેસ્ટનર મતલબ દિવેલ નાખીને પીવુ એ કબજિયાત દૂર કરવાનો અસરકારક ઉપાય છે.

લીંબૂના રસને પાણીમાં નાખીને, દૂધમાં ઘી નાખીને, ગરમ પાણીમાં મધ નાખીને પીવાથી કબજિયાત દૂર થાય છે. સવાર સવારે ગરમ પાણી પીવાથી પણ કબજિયાત દૂર થવામાં ઘણી મદદ મળે છે.

અળસીના બીજનો પાવડર પાણીની સાથે લેવાથી કબજિયાત દૂર થવામાં મદદ મળે છે.

આ રીતે અસરકારક પ્રાકૃતિક ઉપચાર અને આયુર્વેદિક ઉપચારના માધ્યમથી કબજિયાતને સ્થાયી રૂપથી સહેલાઈથી દૂર કરી શકાય છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

ચોરી કરવા ગયો હતો પણ એક્ઝોસ્ટ ફેનના હોલમાં જ ફસાય ગયો ચોર, Video થઈ રહ્યો છે વાયરલ

દરગાહ બનામ મંદિર વિવાદ - મદ્રાસ હાઈકોર્ટે કાર્તિગઈ દીપમ પ્રગટાવવાનો આપ્યો આદેશ, પહેલાના નિર્ણયને કાયમ રાખ્યો

શિખર ધવનની ફિયાંસીની અદાઓની આગળ બોલીવુડ અભિનેત્રીઓના લટકા-ઝટકા પણ ફેલ, આયરિશ બ્યુટી સાથે થશે લગ્ન

દિલ્હી મેટ્રોના સ્ટાફ ક્વાર્ટરમાં લાગી ભીષણ આગ, પતિ-પત્ની અને માસૂમ બાળકીના બળેલા મળ્યા શબ

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં સતત વધારો, ટાઈફોઈડના કારણે 1 બાળકનું મોત થવાનો આક્ષેપ

વધુ જુઓ..

ધર્મ

Sakat Chauth Upay: તલ/અંગારીકા ચોથનાં દિવસે કરો આ ઉપાયો, જીવનની બધી મુશ્કેલીઓ થશે દૂર,

Sakat Chauth 2026: સંકટ ચોથ વ્રત ક્યારે છે 6 કે 7 જાન્યુઆરી ? જાણી લો તલ ચોથની પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને સામગ્રીની લીસ્ટ

Shiv Chalisa Video - શિવ ચાલીસા વાંચો ગુજરાતીમાં

Shiv Stuti : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments