Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોળી માટે બ્યુટી ટીપ્સ

Webdunia
N.D
આજે કોઈ ફંક્શન તો નથી, પણ તમારા માટે કોઈ સ્પેશ્યલ દિવસ છે તો તમારે મેકઅપ માટે થોડો વધારે સમય, પાંચ મિનિટ તો કાઢવી જ પડશે. એ માટે સૌ પહેલાં ફાઉન્ડેશન અને કોમ્પેક્ટથી બેઝ મેકઅપ પૂર્ણ કરો. આઈલાઈનર લગાવો, પછી લાઈટ શેડ અથવા બે શેડ્ઝને બ્લેન્ડ કરીને આઈશેડો લગાવો. ઇચ્છો તો કાજલ પણ લગાવી શકો છો. ચીકબોનના હિસ્સાને હાઈલાઈટ કરવા માટે પિંક કે પીચ રંગનો શેડનો બ્લશઓન કરો. હોઠો પર લાઈટ શેડની લિપસ્ટિક કે પછી ખાલી લિપગ્લોઝ પણ લગાવી શકો છો. લો, ખાસ મીટિંગ કે સ્પેશ્યલ દિવસ માટે આપ તૈયાર છો. એ પણ ફક્ત પાંચ મિનિટમાં.

ક્વિક ટિપ્સ -

સ્પેશ્યલ દિવસ માટે જો તમે મોડર્ન લૂક મેળવવા ઇચ્છતા હોવ તો બ્રાઉન, કોફી, વાઈન, ઓરેન્જ વગેરે શેડની પસંદગી કરો. આ શેડ્સ મૈટી અને ગ્લોસી બંને ફિનિશિંગમાં સુંદર લાગે છે.
હેવી મેકઅપથી બચો, કારણ કે તે આર્ટીફિશિયલ લૂક આપે છે. આંખો કે હોઠો બેમાંથી કોઈ એકના જ મેકઅપને હાઈલાઈટ કરો. જ્યાં સુધી હોય ત્યાં સુધી બને તો નેચરલ મેકઅપ જ કરો, કારણ કે તે ફેશનમાં પણ છે અને સોફ્ટ લૂક પણ આપે છે.
જો તમારી આંખોની આસપાસ કાળા કુંડાળા અને પાતળી રેખાઓ હોય તો એને છુપાવવા માટે ત્વચા સાથે મળતા રંગના કંસીલર અને ફાઉન્ડેશનનો ઉપયોગ કરો.
આંખોનો મેકઅપ હમેશાં ક્રીમ બેઝ્ડ જ રાખો. પાઉડર બેઝ્ડ મેકઅપ આંખોની અંદર જઈ શકે છે. જેનાથી આંખોમાં બળતરા અને અન્ય ફરિયાદ પણ થઈ શકે છે.




સ્પેશ્યલ ટિપ્સ -
વાળને તુરંત જ સિલ્કી-શાઈની બનાવવા ઇચ્છતા હો તો શેમ્પૂ કર્યા બાદ જેટલું સહી શકાય એટલા ઠંડા પાણીના શાવર નીચે કેટલીક સેકન્ડ સુધી ઊભા રહો. વાળ સિલ્કી અને શાઈની જણાશે.
ચાની પત્તી પાણીમાં નાખી-ઉકાળો અને ગાળીને એ પાણીનો શેમ્પૂ કર્યા બાદ કંડીશનર જેમ ઉપયોગ કરો. વાળ મુલાયમ તથા ચમકદાર બનશે.
વાળમાં હલકું વોલ્યૂમ (થોડા કર્લી વાળ) ઇચ્છતા હો તો કેટલીક મિનિટો વાળ પર રોલર લગાવી રાખો, તેના પછી સ્મૂધિંગ હેયર સ્પ્રેથી વાળને ફાઈનલ ટચ આપો.
કર્લી વાળને સારો વોલ્યૂમ આપવા મૂસનો ઉપયોગ કરો.
સેક્સી કર્લી વાળ ઇચ્છતા હો તો વાળમાં પહેલા જેલ લગાવો. પછી સિરમ લગાવી આંગળીઓથી વાળને સ્ક્રંચ કરો. તેનાથી આપને સેક્સી કર્લી લુક મળશે.
સોફ્ટ લૂક ઇચ્છતા હો તો સ્ટ્રેટ હેયર તમારી મદદ કરશે. તેના માટે અઠવાડિયામાં બે કે ત્રણ વાર ઓઈલ મસાજ, માઈલ્ડ શેમ્પૂ, કંડીશનર, મૂસ, સિરમ વગેરેના ઉપયોગથી તમે તમારા વાળને સ્ટ્રેટ અને હેલ્ધી લૂક આપી શકો છો.

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં