Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોળીના દિવસે શુ સાવધાની રાખશો ?

Webdunia
W.D
હોળી તહેવાર છે મોજમસ્તીનો. રંગોથી લપેટવાનો. આની મસ્તી બરકરાર રાખવા માટે જરૂરી છે કે આને યોગ્ય રીતે રમવામાં આવે. હોળી રમતા પહેલા કેટલીક સાવધાની રાખો, જેનાથી તમારી ત્વચાને નુકશાન ન પહોંચે.

પહેલા લોકો પ્રાકૃતિક રંગોથી હોળી રમતા હતા. હવે રાસાયણિક રંગોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે ત્વચાને માટે નુકશાનદાયક હોય છે. ઉપરથી તેમા સફેદ, પીળો, કાઁચ, પેંટ, ગ્રીસ વગેરે મેળવી દેવાથી ખંજવાળ અને એલર્જી થવાની શક્યતા વધી જાય છે. તેથી હોળી રમતા પહેલા નિમ્ન સાવચેતી રાખો.

- હોળી રમતા પહેલા શરીરના ખુલ્લા ભાગ પર વેસલીન, તેલ કે કોલ્ડ ક્રીમ લગાવો. સરસિયાનુ તેલ, ઓલિવ ઓઈલ કે નારિયળનુ તેલ લગાવવાથી ત્વચા પર રંગોની પકડ ઓછી રહે છે.

- નખને હોળીથે બચાવવા તેના પર નેલપોલિશ લગાવી લો. બને શકે તો રંગ રમતા પહેલા નખ કાપી લો.

- મોટાભાગે હોળીના દિવસે લોકો જૂના કપડાં પહેરતા હોય છે, પણ કપડા એટલા પણ જૂના ન હોય કે ખેંચાતાણીમાં તેની સિલાઈ જ નીકળી જાય કે ફાટી જાય. ચૂડીદાર, જીંસ-પેંટ જેવા આખા શરીરને ઢાંકનારા કપડા જ પહેરો. આનાથી શરીરનો રંગોથી બચાવ સારો એવો થાય છે.

- ઘાટ્ટા રંગના કપડા પહેરો. સફેદ કે લાઈટ કપડા પાણીમાં પલળવાથી પારદર્શી થઈ જાય છે. વિશેષકરીને મહિલાઓ આ અંગે જરૂર ધ્યાન રાખે.

- હોળી રમતા પહેલા આભૂષણ જરૂર ઉતારી દો. હોળીની છેડખાનીમાં ઘરેણાના પડી જવાની શક્યતા રહે છે.

- વાળ પર તેલ લગાવી લો. મહિલાઓ તેલ નાખીને વાળનો અંબોડો બાંધી દો જેથી રંગ વાળની અંદર ન જાય.

- કોશિશ કરો કે હોળીનો રંગ મોં-આખોમાં ન જાય, રંગ પેટમાં જઈને નુકશાન પહોંચાડે છે.

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pradosh Vrat: 28 નવેમ્બરે ગુરુ પ્રદોષ વ્રત, આ દિવસે કરો આ સરળ ઉપાય, શિવની કૃપાથી તમારી બધી મનોકામનાઓ થશે પૂરી

Pradosh Vrat- નવેમ્બરના છેલ્લા પ્રદોષ વ્રત પર આ ખાસ વસ્તુને મંદિરમાંથી ઘરે લાવો, તમને બધી સમસ્યાઓથી રાહત મળશે

માગશર મહિનાના ગુરુવાર ની આરતી

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

Show comments