Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્થ : OTITIS જ્યારે કાન પર આવી જાય છે સોજો

Webdunia
W.D
કાન માણસ નો મહત્વ નો ભાગ છે. જયારે કોઇની વાત સભળાય નહી તો તેનો જવાબ કેવી રીતે આપી શકાય. કાનમાં નાનકડી સમસ્યા પણ મુશ્કેલી ઉભી કરી નાખે છે. એવી જ છે ઓટિટિસની સમસ્યા જેમાં ઇયર કેનાલની લાઇનિંગમાં સોજો આવી જાય છે.

શું છે કારણ ?

ઓટિટિસ થવાના અનેક કારણ છે. આ ફંગસ અને બેકટેરીયલ ઈંફેકશનના કારણોથી થઇ શકે છે. આ સમસ્યા ચામડી સંબંધિત રોગ એક્જિમાના કારણે પણ થઇ શકે છે. જેમાં ચામડીનું ઈંફેકશન થવાનું જોખમ વધી જાય છે.

લક્ષણ શું છે ?

- આ કેટલીક વાર કાનો માં ખંજવાળની સાથે શુરૂ થાય છે, કાનમાંથી ચીકણો પદાર્થ નીકળે છે.
- જબડાને હલાવવવાથી કે કાનને અડવા માત્રથી કાનમાં અસહનીય દુ:ખાવો થાય છે.
- ચામડીમાં સોજાને કારણે ઈયર કેનાલ આંશિક રૂપે બંદ થઇ જાય છે.
- ગંભીર કિસ્સામાં સાંભળવાની ક્ષમતા ઉપર પણ અસર કરે છે.

કઈ રીતે થાય છે આ સમસ્યા ?

- ગંદા પાણીમાં તરવાથી નહાવા દરમિયાન કાનની અંદર પાણી જવાથી.
- લાંબા સમય સુધી ઇયરપ્લગ લગાવવા થી અને ઇયરબડથી સાફ કરવાથી.
- ચામડીમાં થતી એલર્જી કે આ સાથે સંકળાયેલ અન્ય સમસ્યા.
- ડાયબિટીસ કે અન્ય બીમારી જેના કારણે ઈંફેકશનનો ભય વધી જાય છે.
- હેયર સ્પ્રે કે હેયર કલર ઇયર કેનાલમાં જવાથી.

ઈંફેશનન વધી જવાથી સમસ્યા વધુ જટિલ બની શકે છે. સમસ્યાની ગંભીરતા વધી જતા ઈયર કેનાલ એટલુ નાનુ થઈ જાય છે કે તેનો ઈલાજ કરવો શક્ય નથી બનતો. સમયસર સારવાર દ્વારા આ સમસ્યાનો સંપૂર્ણરીતે ઈલાજ થઈ શકે છે.

ઇલાજ માટે શું કરશો ?

- સૌથી જરૂરી વાત છે કે કાનમાં કોઈ પણ જાતની એવી વસ્તુ ના નાખતા જેનાથી કાનમાં ખંજવાળ આવે.
- ઇયર કેનાલને બડથી સાફ કરવાનો પ્રયત્ન ન કરશો અને કોઈ પણ જાતની માલિશ પણ ન કરશો.
- ડૉક્ટર ઈલાજ કરવાની પ્રક્રીયાની શરૂઆત કાનની સફાઇથી શરૂ કરે છે.
- કાનના દુ:ખાવો અને સોજો દૂર કરવા સ્ટેરાઈડ એંટીબાયોટીક કે પછી એંટીફંગલ દવાઓથી યુક્ત ઇયર ડ્રોપ્સ કે આઇંટ્મેંટ અ અપવામાં આવે છે.
- કેટલીકવાર દુ:ખાવો દૂર કરવા સ્ટ્રાંગ પેનકિલર્સ પણ આપવામાં આવે છે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments