Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્વાઈન ફ્લૂ સામે સાવચેતી જરૂરી...

Webdunia
N.D
મેક્સિકોમાં સ્વાઈન ફ્લૂ ફેલાવાના સમાચાર આવતા સુધીમાં તો અમેરિકા બ્રિટન સહિત લગભગ બધા દેશોમાં આ રોગનુ સંક્રમણ ઝડપથી ફેલાવા માંડ્યું છે. જેને ધ્યાનમાં લેતા આરોગ્ય તંત્ર સજ્જ થઈ ગયું અને આ રોગ વધુ ન પ્રસરે તે માટે પગલા ભરવાના શરૂ કરી દેવામાં આવ્યાં તેમ છતાં પણ આ રોગનો ફેલાવો ભારત સુધી પહોંચી ગયો. જેના પરિણામસ્વરૂપ આરોગ્ય તંત્રને આ રોગને મહારોગ જાહેર કરવો પડ્યો. ખેર સરકાર તો બનતા પ્રયત્નો કરી જ રહી છે પરંતુ આ રોગ સામે લડવા માટે નાગરિકોએ પણ જાગૃતતા કેળવવી પડશે.

શુ છે સ્વાઈન ફ્લૂ ? - ભૂંડમાં મુખ્ય રીતે એ એનફ્લ્યુએંજા વિષાણુનુ સંક્રમણ થવાને કારણે સ્વાઈન ફ્લૂ થાય છે. આ રોગનો સંબંધ મુખ્યત્વે શ્વસન પ્રક્રિયા સાથે સંકળાયેલો હોવાથી તેને 'શ્વાસ રોગ' પણ કહેવામાં આવે છે.

સામાન્ય રીતે આ રોગના વિષાણુ મનુષ્ય પર પ્રભાવ પાડી શકતા નથી એવી ધારણા હતી. પરંતુ થોડા કેટલાક વર્ષોમાં સામે આવેલ કેસમાં આ રોગના વિષાણુ મનુષ્યને પણ અસર કરવા લાગ્યા છે. આ રોગનો ફેલાવો મુખ્યત્વે ભૂંડને ઉછેરનારા અને તેનુ માંસ ખાનારાઓ દ્રારા ફેલાય છે

ઝડપથી ફેલાનારા આ રોગના લક્ષણો સર્વસામાન્ય ફ્લૂ જેવા જ હોય છે. છીંકો, ઉધરસ, સંક્રમિત વસ્તુઓને સાર્વજનિક વપરાતા અને શ્વાસના રોગીઓ દ્વારા ઝડપથી ફેલાય શકે છે. આ રોગની ઓળખ સૌ પ્રથમ 1976માં થઈ હતી.

શુ હોઈ શકે આ રોગના લક્ષણો
સામાન્ય રીતે માનવ ફ્લૂ જેવા જ લક્ષણો આ રોગના પણ હોય છે. તાવ આવવો, ઉધરસ આવવી, ગળામાં ખરાશ પડવી, શરીરનો દુ:ખાવો, માથાનો દુ:ખાવો, પેટમાં દુ:ખાવા સાથે ઉલટીઓ થવી વગેરે આ રોગના મુખ્ય લક્ષણો છે.

આ રોગથી બચવાના ઉપાયો
આ રોગ થાય નહી એ માટે નાક અને મોઢાને માસ્ક વડે ઢાંકી રાખવુ, ઉત્તમ સાર્વજનિક સ્વચ્છતા માટે સાર્વજનિક નળ, ગાડીનો દરવાજો, સાઈબર કેફેમાં માઉસ અથવા કી-બોર્ડને વાપર્યા પછી હાથ સાબુથી ધોઈ સ્વચ્છ કરવા. જો આ પ્રકારના રોગનો કોઈ દર્દી જોવા મળે તો તરત જ ડોક્ટરની સલાહ લઈને ઘરે જ આરામ કરાવવો યોગ્ય ગણાશે.

સ્વાઈન ફ્લૂ ચેપીરોગ છે કે નહી એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સિદ્ધ ન થયુ હોવા છતા સામાન્ય ફ્લૂની જેમ જ આ રોગ ફેલાતો હોવાને કારણે તેને ચેપી રોગ કહે છે.

N.D
સ્વાઈન ફ્લૂનો ઉપાય છે ખરો ?
આ રોગનો ઉપાય છે. આવા લક્ષણો દેખાય કે Tamiflu અથવા Relenza જેવી દવાઓ લેવી. આ દવા લેતા પહેલા આ દવાની એક્સપાયરી ડેટ ( expiry date) અવશ્ય જોઈ લેવી. આ રોગથી બચવાના આશયથી કદી આ રોગ થતા પહેલા આ દવા લેવી જોઈએ નહી. આ રોગથી બચવા માટે આર્યુવેદમાં બતાવ્યા મુજબ તુલસીના પાન અથવા તુલસીના માંજરની ચા પીવાથી આ રોગનુ સંક્રમણ થવાની શક્યતા ઓછી રહે છે.

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Kumbh Mela 2025: મહાકુંભઃ મહાકુંભમાં ગંગા સ્નાન કરતા પહેલા જાણી લો આ મહત્વપૂર્ણ નિયમો, તો જ મળશે પુણ્ય ફળ.

Mahakumbh 2025: 32 વર્ષથી નથી કર્યું સ્નાન... મહાકુંભમાં પહોંચેલા આ અનોખા સંતની જીદથી સૌ આશ્ચર્યચકિત, જુઓ

Mahakumbh 2025 : જો તમે પણ જઈ રહ્યા છો કુંભમેળામાં, તો ત્યાંથી આ વસ્તુઓ જરૂર ઘરે લાવો, તમારી સંપત્તિમાં થશે વધારો

યાત્રીગણ ધ્યાન દે... ગુજરાતથી પ્રયાગરાજ મહાકુંભ માટે ચાલશે આઠ જોડી વિશેષ ટ્રેન, યૂપી-બિહાર સુધીની યાત્રા રહેશે સરળ

Lal Marcha No Upay:વર્ષના પહેલા શનિવારે કરી લો લાલ મરચાનો આ ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા

Show comments