Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું તમે અંડર એસ્ટિમેશનના શિકાર તો નથી ને ?

નઇ દુનિયા
ગુરુવાર, 17 ડિસેમ્બર 2009 (12:37 IST)
ND
N.D
' એ દિવસે રાકેશ પગ ઘસેડતો ઘરમાં પહોંચ્યો. ફાઈલો ફેંકીને ખુરશી પર જ ઢળી પડ્યો. પત્નીના પુછતા જ ફુટી પડ્યો ' શું કહ્યું ? મારા તો નસીબ જ ખરાબ છે. મહેનત હું કરું, રિપોર્ટ હું બનાવું અને જ્યારે મેનેજમેન્ટ સામે મારા પ્રેજન્ટેશનનો વારો આવે છે ત્યારે રવિને આગળ કરી દેવામાં આવે છે...!

શીલા એક સ્કૂલમાં ભણાવે છે, ભાષા પર તેની સારી એવી પકડ છે, પરંતુ થોડી અંતર્મુખી છે પરિણામે તેની પાસેથી તેના ભાષા કૌશલ્ય અનુસાર કાર્ય તો કરાવી લેવામાં આવ્યું પરંતુ પોતાના કાર્યને રજૂ કરવાનો મૌકો આપવામાં ન આવ્યો એટલે કે, સ્ટેજ પર તેની તમામ મહેનતની ક્રેડિટ કોઈ અન્ય યુવતીને મળી ગઈ.

શીલા અને રાકેશની સમસ્યા એક સામાન્ય સમસ્યા છે. આપણે બધા આપણા કાર્ય ક્ષેત્રમાં અથવા તો ઘરમાં આવીને આ સમસ્યાનો શિકાર બનતા રહીએ છીએ એટલે કે, ખુબીઓ જાણવા છતાં પણ તેને વિકસવા દેવાનો મૌકો આપવામાં આવતો નથી, લોકોમાં ખુદને ઓળખ સ્થાપવાનો અવસર આપવામાં આવતો નથી. જે લોકો કલા, અભિનય, ડિઝાઈનિંગ વગેરે ક્ષેત્રમાં કામ કરે છે તેમની સાથે આ અવારનવાર બનતું રહે છે.

આખરે શું કારણ છે ?


* અંડર એસ્ટીમેશન પાછળ ઘણા કારણો હોય શકે છે. બની શકે કે, તમારા બોસ પાસે તમને ઓળખવાની સાચી દૃષ્ટિ ન હોય, બની શકે કે, તેમની રૂચિ તમારાથી મેળ ખાતી ન હોય, એવું પણ બની શકે કે, હરીફાઈના કારણે આપના સિનિયર્સ આપને આગળ આવવાનો મૌકો ન આપતા હોય અથવા આપની છબિ ખરાબ કરવાની કોશિષ કરતા હોય...!

* સ્વયંને પણ પારખો. ક્યાં તમારી પ્રતિભાના પ્રદર્શનમાં કોઈ ક્ષતિ તો નથી ને ? ક્યાંક ટાંકણે તમે મુંઝાઈ તો જતા નથી ને ? શું તમે તમારા મિત્રોની તુલનામાં સ્વયંને ઓછા તો આંકતા નથી ને ? ક્યાંક મળેલી અમૂલ્ય તકોને ગુમાવવાની તમારી આદત તો નથી ને ?

જો આ તમામ પ્રશ્નોના જવાબ 'ના' હોય અને તમને તમારી આવડત વિષે પૂરતો ભરસો હોય તો જ આગળ વાંચવાનો કષ્ટ કરશો

કેવી રીતે સામનો કરવો ?

* મળેલી તકનો પૂરતો લાભ લો. પહેલા 'તમે' ને બદલે પહેલા 'હું' ને વિનમ્રતાપૂર્વક પ્રાધાન્ય આપો.

* જ્યાં પણ જાવ ત્યાં વિષયની પૂરી તૈયારીઓ સાથ જાઓ. ત્યાં સુધી કે, હરીફોની માનસિકતાનો પણ પૂરતો અભ્યાસ કરો.

* થોડા પ્રોફેશનલ બનો. બોસના ડરથી અથવા મિત્રોના ગુસ્સે થવાના ડરથી કોઈ ખોટી સમજૂતિ ન કરો.

* સ્વયંની વાતને સાબીત કરતા શીખો. આજના યુગમાં પોતાના પક્ષમાં બોલવાનું જરૂરી થઈ ગયું છે.

* સરળતાનો ઓછાડ પહેરીને સફળતા નહીં મળે. કોઈને એમને એમ આપનો ફાયદો ઉઠાવવા ન દો.

* સિદ્ધિઓને કમાવવા માટે પ્રયાસરત તો રહો જ પરંતુ જ્યારે તે મળે ત્યારે તેનું ઉમળકાભેર સ્વાગત પણ કરો. સ્વયંને અપડેટ કરો અને સમય-સમય પર તેની સૂચના આપના અધિકારીઓને આપતા રહો.

* આગળ ચાલીને ભાગ લો, જવાબદારી ઉપાડવાનું શીખો

* આ બધા સાથે એ ધ્યાન રાખવું પણ જરૂરી છે કે, જો વારંવાર પ્રયત્નો બાદ પણ અસફળતા હાથ લાગે તો નિરાશ થવાના બદલે બીજા સ્થાને હાથ અજમાવવા જોઈએ. બની શકે કે, 100 બંધ દરવાજાઓ બાદ 101 મો દરવાજો ઈશ્વરે ખોલી રાખ્યો હોય.

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Kumbh Mela 2025: મહાકુંભઃ મહાકુંભમાં ગંગા સ્નાન કરતા પહેલા જાણી લો આ મહત્વપૂર્ણ નિયમો, તો જ મળશે પુણ્ય ફળ.

Mahakumbh 2025: 32 વર્ષથી નથી કર્યું સ્નાન... મહાકુંભમાં પહોંચેલા આ અનોખા સંતની જીદથી સૌ આશ્ચર્યચકિત, જુઓ

Mahakumbh 2025 : જો તમે પણ જઈ રહ્યા છો કુંભમેળામાં, તો ત્યાંથી આ વસ્તુઓ જરૂર ઘરે લાવો, તમારી સંપત્તિમાં થશે વધારો

યાત્રીગણ ધ્યાન દે... ગુજરાતથી પ્રયાગરાજ મહાકુંભ માટે ચાલશે આઠ જોડી વિશેષ ટ્રેન, યૂપી-બિહાર સુધીની યાત્રા રહેશે સરળ

Lal Marcha No Upay:વર્ષના પહેલા શનિવારે કરી લો લાલ મરચાનો આ ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા

Show comments