Webdunia - Bharat's app for daily news and videos

Install App

૩.૨૨ રુપિયામાં એક દિવસનું ગુજરાન ચલાવી શકાય?

Webdunia
ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2013 (11:55 IST)
P.R
ગુજરાતી નાટય,ફિલ્મ અને લોકકલા સાથે સંકળાયેલા પીઢ કલાકારોને દર વર્ષે માત્ર ૧૨૦૦ રુપિયાનું ભથ્થું

આજની અસહ્ય મોંઘવારીમાં ત્રણ રૃપિયામાં અડધો કપ ચા પણ નથી મળતી. પરંતુ, ગુજરાત સરકારનુ માનવુ છે કે, એક વ્યક્તિ માત્ર ત્રણ રૃપિયામાં એક દિવસનું ગુજરાન ચલાવી શકે છે. રાજ્યભરના અનેક પીઢ કલાકારો માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષે પણ એક વર્ષનું ૧૨૦૦ રુપિયા ભથ્થુ આપવાની જાહેરાત કરીને વધુ એક વખત કલાકારોના આત્મસન્માન પર ઠેસ પહોંચે તેવી ક્રુર મજાક કરી છે. સરકારની આવી નીતિ સામે ભારે રોષ હોવા છતાં આર્થિક નિઃસહાય હોવાના કારણે અનેક કલાકારોએ તેને સ્વીકારવા માટે હાથ લંબાવ્યા છે.

ગુજરાતી ફિલ્મ, નાટયક્ષેત્ર તેમજ પરંપરાગત લોકકલા સાથે સંકળાયેલા કલાકારોના યોગદાનની કદર કરવા માટે રાજ્ય સરકારની યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તીઓ વિભાગ દ્વારા નિયત વાષિર્ક ભથ્થું આપવામાં આવે છે. જિલ્લાસ્તરે રમત-ગમત અધિકારીની કચેરી મારફત હાલમાં શારીરીક અશક્ત અને આર્થિક નિઃસહાય હોય તેવા પીઢ કલાકારોને નિયત ફોર્મ ભર્યા બાદ આ સહાય ચુકવવામાં આવે છે. જોકે સહાયના નામે પીઢ કલાકારો સાથે મજાક કરાઈ રહી છે, કારણકે તેઓને એક વષર્નું માત્ર ૧૨૦૦ રુપિયા ભથ્થું ચુકવાય છે. આ હિસાબથી એક મહિનામાં ૧૦૦ રુપિયા લેખે રોજનું માત્ર ૩.૨૨ રુપિયા મળતાં હોય આટલી રકમ બે ટંકનું ભોજનતો ઠીક પરંતું એક કપ ચા માટે પણ પુરતી નથી.

મળતી વિગતો મુજબ આવી સહાય લેનારા રાજ્યભરમાં આશરે ૧૫૦૦ જેટલા કલાકારો છે. ઉલ્લેખનીય છે કે અભિનેતામાંથી રાજકારણી બનેલા રાજ બબ્બરે થોડાક સમય અગાઉ દેશમાં રોજના ૧૨ રુપિયા જીવનિનવાર્હ માટે પુરતાં હોવાનું નિવેદન કરતાં દેશભરમાં તેમના નિવેદનની ભારે ટીકા થઈ હતી. જોકે રાજ્ય સરકારની કલાકારોને અપાતી નજીવી સહાય રાજ બબ્બરના નિવેદનને પણ સારી કહેવડાવે તેવી સાબિત થઈ છે.

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments