Webdunia - Bharat's app for daily news and videos

Install App

TIPS મ્યુઝિકે ગાયક જીગરદાન ગઢવીના અવાજમાં નવું ગીત “મેરુ તો ડગે”લોન્ચ કર્યુ

Webdunia
બુધવાર, 11 મે 2022 (09:13 IST)
ટિપ્સ મ્યુઝિક દ્વારા આજે શ્રોતાઓ માટે એક નવું ગુજરાતી ગીત રજૂ થયું જેનું શીર્ષક છે “મેરુ તો ડગે” જે જાણીતા અને ટેલેન્ટેડ ગાયક જીગરદાન ગઢવીએ ગાયું છે. મેરુ તો ડગે ગીતની શૈલી કલાસિકલ છે પણ તેમાં થોડો આધુનિક ટચ પણ છે. જીગરદાન ગઢવીનો સુમધુર અવાજ આ ગીતને વધારે ખાસ બનાવે છે. આ ગીતના રિલીઝ ઉપર કુમાર તૌરાની કહે છે, "મેરુ તો ડગે એક તાજગીભર્યું ગીત છે. અને જીગરદાન ગઢવીનો અવાજ તેમાં વધુ પ્રેમ અને લાગણી ઉમેરે છે. મને ખાતરી છે કે લોકોને આ ગીત ગમશે."
 
જીગરદાન ગઢવી કહે છે, “મેરુ તો ડગે મારા હૃદયની ખૂબ નજીક છે. સૌરાષ્ટ્રની ધરતીનું આ ભજન આત્મસાત થાય તો જીવવું ઘણું સરળ થાય એવું હું અંગત રીતે માનું છું. આ આદિકાળ ભજનને નવા સ્વરૂપમાં મુકવાની અમારી કોશિશ છે  જેમાં આપણી માટીના સુર અને સનાતન ધર્મની વાત છે.”“ગંગાસતી નું આ ભજન એની વહુ પાનબાઈ જે અધ્યાત્મના માર્ગે એમની શિષ્યા છે એને સંબોધતું છે. 

 
મેરુ નામનો પર્વત છે જેને કહેવાય છે કે એ આટ આટલા કાળ વીતી ગયા પણ હજીયે અડગ છે. એ ભલે ડગે પણ હે પાનબાઈ આ મારગે બ્રહ્માંડ પણ કેમ ના ભાંગી જાય, મનના ડગવું જોઈએ.”ટિપ્સ મ્યુઝિકની વિશેષતા એ છે કે તે યોગ્ય પ્રકારનું સંગીત પસંદ કરી તેને રસપ્રદ રીતે બનાવીને ગીતોના શબ્દો સાથે દર્શકોને આકર્ષે છે.  ટિપ્સ મ્યુઝિક હંમેશા ઈન્ડસ્ટ્રીમાં તેની આ વિશેષતાના કારણે આગવું બનીને ટોચ ઉપર રહ્યું છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Kids Story - જેવો સંગ તેવો રંગ

Lord Hanuman Names for Baby boys- હનુમાનજીના નામ પર બાળકોના નામ

તમારી ઉમર 10 વર્ષ વધારવા માંગો છો તો જાણી લો આ 5 સિક્રેટસ

ગ્રીન સલાદ બનાવવાની રીત-

સ્વામી વિવેકાનંદ ની વાર્તા

આગળનો લેખ
Show comments