Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્વાદિષ્ટ રસોઈ - બૂંદીની કઢી

Webdunia
સામગ્રી - 200 ગ્રામ ચણાનો લોટ, 400 ગ્રામ દહીં, અડધી ચમચી જીરું, અડધી નાની ચમચી મેથીના દાણાં, 2 ચપટી હિંગ. 2-3 બારીક કાપેલા લીલી મરચાં, 1 નાનો આદુંનો ટૂકડો, અડધી ચમચી હળદર, પા ચચમી લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, લીલી કોથમીર અને બુંદી માટે તેલ
P.R

બનાવવાની રીત - ચણાના લોટને ચાળી તેમાં પાણી નાંખી ભજિયા તળવા માટે તૈયાર કરાતા મિશ્રણ જેવું મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને બે ભાગમાં વહેંચી દો.

બીજી તરફ દહીં ફેંટો અને તેમાં ચણાના લોટના મિશ્રણનો એક ભાગ નાંખો અને તેમાં 1.2 લીટર પાણી મિક્સ કરી કઢી માટેનું મિશ્રણ તૈયાર કરો.

વધેલા ચણાના લોટને સારી રીતે ફેંટો. બુંદી તળવા માટે તેલ ગરમ મૂકો. બુંદી પાડવાના મશીનમાં લોટ ભરી બુંદી તળી લો. તળીને પ્લેટમાં કાઢીને મૂકો.

કઢી બનાવવા માટ ે - બુંદી તળેલી કઢાઈમાં 1-2 ચમચા તેલ છોડીને બધું કાઢી લો. તેલને ગરમ કરો. ગરમ તેલમાં જીરું અને મેથી નાંખો. તે બ્રાઉન કલરના થાય એટલે હિંગ, લીલા મરચાં, આદું અને હળદર પાવડર નાંખી કઢી માટે તૈયાર કરવામાં આવેલું ચણાના લોટનું મિશ્રણ નાંખી ગેસની તેજ આંચે રંધાવા દો. કઢીને હલાવતા રહો. જ્યાંસુધી તેમાં ઉભરો ન આવે ત્યાંસુધી ગેસની આંચ ચાલુ રાખો. હવે આંચ ધીમી કરી દો. કઢીમાં મીઠું અને મરચું નાંખો. ત્યારબાદ પણ તેને 12-15 મિનિટ ઉકળવા દો. હવે કઢીમાં બુંદી નાંખો અને 2 મિનિટ સુધી ધીમી આંચે રાંધી ગેસની આંચ બંધ કરી ઉપરથી કાપેલી કોથમીરથી ગાર્નિશ કરો.

ભાત, રોટલી, પરોઠા કે પુરી સાથે તમે બુંદીની કઢી આરોગી શકો છો.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

વધુ જુઓ..

લાઈફસ્ટાઈલ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments