બનાવવાની રીત: સોયા ચંક્સને મીઠાના પાણીમાં 15 મિનિટ માટે રાખો .પછી એને પાણીમાંથી બહાર કાઢી લો. હવે એક પેનમાં માખણ ગરમ કરી તેમાં સોયા ચંક્સને થોડી મિનિટો માટે ફ્રાય કરો પછી એમા શાકભાજી નાખી ફ્રાય કરો. પછી પાણી અને વનસ્પતિ સ્ટોક નાખો.તાપ ધીમો કરી ઉકળવા દો. પછી મીઠું અને મરી ઉમેરો. થોડી સમય સુધી ઉકાળવા અને ગરમ ગરમ સર્વ કરો.