Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાઉથ રેસીપી - કાલન

Webdunia
P.R
કાલન એક એવી સ્પેશિયલ ડિશ છે જે કેરાલામાં વિશુ અને ઓણમ જેવા ખાસ પ્રસંગે બનાવવામાં આવે છે. કાલનને દહીંના પ્રયોગથી બનાવવામાં આવે છે. આમ તો તે બનાવવાની રીત સાંભર જેવી જ છે પણ તેમાં દહીં હોવાને લીધે તે થોડી અલગ પડી જાય છે. જાણીએ કાલન બનાવવાની સરળ રીત...

સામગ્રી - 2 કાચા કેળા-નાના ટૂકડાંમાં કાપેલા, 4 કાપેલા શક્કરિયા, 3 ચમચી છીણેલું નારિયેળ, 1 સરગવો, 100 ગ્રામ ફેંટેલું દહીં, 1 ચમચી કાળા મરીનો પાવડર, 1 ચમચી હળદર, 1 મોટી ચમચી મીઠા લીમડાના પાન, 1 ચમચી રાઈ, 3 લાલ મરચાં, 4 કાપેલા લીલા મરચાં, 1 ચમચી ઘી, સ્વાદાનુસાર મીઠું.

બનાવવાની રીત - બધા શાકભાજીને એક સાથે કાપીને પ્રેશર કૂકરમાં થોડી હળદર નાંખી એક સીટી વાગે ત્યાંસુધી બાફી લો. હવે શાકભાજીના પાણીને કાઢી લો અને એક કઢાઇમાં દહીં નાંખીને બધા શાકને ત્રણ-ચાર મિનિટ સુધી ધીમી આંચ પર રાંધો. જ્યારે શાકભાજીનું આ મિશ્રણ રંધાઇને ઘટ્ટ થઇ જાય એટલે તેમાં મીઠું, કાળા મરીનો પાવડર નાંખો. હવે એક કઢાઇમાં ઘી ગરમ કરો. તેમાં રાઈનો વઘાર કરો, ઉપરથી લાલ મરચાં, લીમડાના પાન નાંખો. તૈયાર થઇ જાય એટલે પહેલેથી રંધાઇ ચૂકેલા કાલન પર નાંખી દો. હવે ગેસને બંધ કરી દો અને કાલન પર ઉપરથી છીણેલા નારિયેળ અને લીલી ચટણીથી ગાર્નિશ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments