Webdunia - Bharat's app for daily news and videos

Install App

લો કેલેરીવાળી નેપાળી ડિશ - મોમોસ

Webdunia
P.R
તિબેટ અને નેપાળની આ સ્પેશિયલ ડિશ મોમોસ આજે દુનિયાભરમાં પોતાની ઓળખ બનાવી ચૂકી છે. આ રેસિપિની સૌથી ખાસ વાત એ છે કે તેમાં બહુ ઓછી કેલરીનો પ્રયોગ થાય છે. તેને બનાવવા માટે કોઇપણ પ્રકારના તેલ કે ખાસ મસાલાનો ઉપયોગ નથી થતો કારણ કે તેને સ્ટીમ દ્વારા તૈયાર કરવામાં આવે છે. જાણીએ તે બનાવવાની રીત...

સામગ્ર ી - 4-5 કપ મેંદો, 1 ચમચી બેકિંગ પાવડર, 9-10 કાપેલી ડુંગળી, 1 કાપેલી કોબીજ. કાપેલા 7-8 ગાજર, 2-3 ચમચી બટર, 1થી 2 ચમચી આદુંની પેસ્ટ, 1-2 ચમચી આજીનો મોટો, સ્વાદ અનુસાર મીઠું.

ચટણી બનાવવા માટ ે - 4-5 ટામેટા, 4-5 લસણ, 2-4 લીલા મરચાં. 1 કપ કાપેલી કોથમીર, સ્વાદ અનુસાર મીઠું.

મોમો બનાવવાની રીત - સૌથી પહેલા મેંદામાં પાણી, બેકિંગ સોડા અને મીઠું મિક્સ કરી લોટ બાંધીને તૈયાર કરો અને તેને બાજુએ રાખી દો. હવે એક વાટકામાં બારીક કાપેલી ડુંગળી, કોબીજ અને ગાજર લઇ તેમાં 1 ચમચી બટર અને થોડું મીઠું મિક્સ કરો. આ શાકભાજીને પાણીમાં ઉકાળવા માટે મૂકો અને જ્યારે બરાબર બફાઇ જાય એટલે પાણી નીતારી દો. હવેતેમાં 1 ચમચી બટર અને આજીનોમોટો નાંખીને સારી રીતે મિક્સ કરી બાજુએ મૂકી દો. હવે તૈયાર કરેલા લોટમાંથી લુવા લઇ ગોળ વણો. વણેલી રોટલીમાં શાકભાજીનું મિશ્રણ ભરી પોટલી જેવો આકાર આપી દો. પોટલીને કસીને દબાવી સીલ કરી દો. આ રીતે બધી પોટલીઓ બનાવી તેમાં સામગ્રી ભરી લો. હવે પાણી ભરેલા પ્રેશર કૂકરને ગેસ પર ચઢાવો અને તેમાં મોમોને સ્ટીમ દ્વારા 15-20 મિનિટ માટે બાફી લો.

ચટણી બનાવવાની રી ત - ગેસની આંચ પર ટામેટાંને બાફીને છોલી દો. હવે મિક્સરમાં ટામેટાં, કોથમીર, લસણ મીઠું અને લીલા મરચાંને એકસાથે પીસી લો. ચટણી તૈયાર છે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments