બનાવવાની રીત - પનીર ટૂકડામાં ન કાપેલા હોય તો કાપી લો. - એક વાટકામાં કોથમીર અને ફુદીનાની ચટણી નાંખો અને તેમાં વટાણા, બીન્સ અને મકાઇના દાણા મિક્સ કરો. - સીઝનિંગ માટે બધા મસાલાને નાંખીને મિક્સ કરો. - હવે સીઝનિંગને ચાકુની મદદથી પનીરના ટૂકડાં પર લગાવો. - એક બાજુથી પનીરને અંદરની તરફ રોલ કરવાનું શરૂ કરો. - પનીર રોલને થોડું તેલ છાંટીને પાંચથી દસ મિનિટ સુધી ગ્રિલ કરો અને ધીમે-ધીમે ફેરવો. - પનીર સામાન્ય ભૂરા રંગનું થાય ત્યાંસુધી ગ્રિલ કરો જેનાથી તે ક્રિસ્પી થાય અને કચુંબર સેલેડ સાથે ગરમાગરમ સર્વ કરો.