Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્પેશ્યલ વાનગી - ટોમેટો પપ્પુ

Webdunia
દેશમાં ઘણાં એવા રાજ્યો છે જ્યાંનું ભોજન બહુ સ્વાદિષ્ટ હોય છે. આવું જ એક રાજ્ય છે આંદ્ર, જ્યાંનું દરેક વ્યંજન બહુ સ્વાદિષ્ટ હોય છે. અહીં અમે તમને આંદ્રની સ્ટાઇલમાં દાળ બનાવતા શીખવીશું જેનું નામ છ ટોમેટો પપ્પૂ. આ રેસિપિમાં તુવેર દાળનું મિશ્રણ હોય છે પણ તમારી પાસે આ દાળ ન હોય તો તમે મનપસંદ કોઇપણ દાળ લઇ શકો છો. આ દાળ બનાવવામાં માત્ર 20 મિનિટ જ લાગે છે. તો ચાલો, શીખીએ આ દાળ બનાવવાની રીત...


સામગ્રી  -1 કપ તુવેરની દાળ, 1 કાપેલી ડુંગળી, 1 ઇંચનું આદું, 3 લીલા મરચાં, 2 કાપેલા ટામેટાં, 1/2 ચમચી હળદર, 2 ચમચી તેલ, સ્વાદ અનુસાર મીઠું, ગાર્નિશિંગ માટે કોથમીર.

વઘાર માટે - 2 લાલ મરચાં, 1 ચમચી સરસવ તેલ, 1 ચમચી જીરું, 4 કળી પીસેલું લસણ, 2 ચપટી હિંગ, ઘી.

બનાવવાની રી ત... ધીમી આંચે દાળને પ્રેશર કુકરમાં 3 સીટી વાગે ત્યાંસુધી બાફો. કઢાઈમાં સરસવનું તેલ ગરમ કરો અને રાઈ નાંખી તુરંત હિંગ, પીસેલું લસણ અને સૂકાયેલા લાલ મરચાં નાંખો. જ્યારે આ વઘાર થઇ જાય ત્યારે તેમાં કાપેલી ડુંગળી નાંખો અને તે ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાંસુધી સાંતળો. પછી તેમાં આદું અને લીલા મરચાં નાંખો અને એક મિનિટ સુધી રાંધ્યા બાદ તેમાં કાપેલા ટામેટાં નાંખો. તેમાં થોડું મીઠું પણ નાંખો જેનાથી ટામેટાં જલ્દી ઓગળશે. હવે કઢાઈમાં ચપટી હળદર નાંખો અને 2થી 3 મિનિટ સુધી રાંધો. હવે કઢાઇમાં બાફેલી દાળ મિક્સ કરો અને સાથે એક કપ પાણી પણ. આ મિશ્રણને પાંચથી દસ મિનિટ માટે ઉકળવા દો. તૈયાર છે આપણી દાળ. હવે તેની ઉપર ઘણું બધું ઘી રેડો અને કાપેલી કોથમીરથી ગાર્નિશ કરી ભાત સાથે ગરમાગરમ સર્વ કરો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

આગળનો લેખ
Show comments