Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહારાષ્ટ્રીયન રેસિપી - મિસળ પાવ (Misal pav Recipe)

Webdunia
ગુરુવાર, 27 એપ્રિલ 2023 (13:39 IST)
મિસળ પાવ રેસિપી : મિસળ પાવ મહારાષ્ટ્રનુ એક લોકપ્રિય સ્ટ્રીટ ફુડ છે જે ખાવામાં ખૂબ મજેદાર હોય છે. જે લોકોને તીખુ ખાવુ પસંદ છે તે આ મહારાષ્ટ્રના આ જાણીતા સ્નેકને ટ્રાય કરી શકે છે.  તેને બનાવવુ વધુ મુશ્કેલ કામ નથી. તેને બનાવતી વખતે ઘરમાં ઉપયોગમાં થનારા મસાલા અને સામગ્રીની જરૂર હોય છે. 
 
મિસળ પાવ બનાવવા માટે સામગ્રી - આ માટે તમારે બટકા, બીન્સ અને તીખા પેસ્ટની જરૂર પડશે. તેને ખાસ કરીને સવારના નાસ્તામાં પીરસવામાં આવે છે. પણ તમે સાંજના સમયે પણ તેને ખાઈ શકો  છો. 
 
ગાર્નિશિંગ માટે: 
ડુંગળી 
ફરસાણ (ડ્રાય મિક્સ) 
કોથમીર 
પીરસવા માટે: લીંબુના ટુકડા
 
મિસળ પાવને કેવી રીતે સર્વ કરવુ - આને પાવ સાથે સર્વ કરવામાં આવે છે. પાવ પર માખણ લગાડીને સેકો. મિસળ પાવને સર્વ કરતા તેના પર સમારેલી ડુંગળી નાખીને સર્વ કરો. 
 
 મિસલ પાવની પેસ્ટ બનાવવા માટેની સામગ્રીઃ 
2 ચમચી તેલ 
1 ટીસ્પૂન આદુની પેસ્ટ 
1 ટીસ્પૂન લસણની પેસ્ટ 
1 કપ ડુંગળી, 
1 કપ ટામેટા સમારેલા 
3/4 કપ નારિયેળ છીણેલું 
 
સોસ અથવા ગ્રેવી બનાવવા માટે 
 3 ચમચી તેલ 
મસાલેદાર પેસ્ટ 
સ્વાદ અનુસાર મીઠું 
1 ટીસ્પૂન લાલ મરચાંની પેસ્ટ 
1 ટીસ્પૂન ગરમ મસાલો 
1/2 ટીસ્પૂન હળદર પાવડર 
1 ટીસ્પૂન જીરું-ધાણા પાવડર 
1/2 ટીસ્પૂન તજ-લવિંગ પાવડર 
3 કપ પાણી
 
 
ઉસળ બનાવવા માટે: 
3 ચમચી તેલ 
1 ટીસ્પૂન લસણની પેસ્ટ 
1 ટીસ્પૂન આદુની પેસ્ટ 
1/2 ટીસ્પૂન હિંગ 
1 કપ બટેટા (બાફેલા અને ક્યુબ્સમાં કાપીને) 
1½ કપ સ્પ્રાઉટ્સ (પાણીમાં પલાળેલા) 
1/2 ટીસ્પૂન હળદર પાવડર 1
 1 ચમચી ગરમ મસાલો 
/2 ચમચી તજ-લવિંગ પાવડર  
એક લીંબુનો રસ 
3 કપ પાણી 
મીઠું સ્વાદ અનુસાર
 
મિસળ પાવ બનાવવાની વિધિ - એક પેનમાં તેલ ગરમ કરીને તેમા આદુ-લસણની અને ડુંગળીની પેસ્ટ નાખો. 
- તેને ત્યા સુધી સેકો જ્યા સુધી પેસ્ટ સાધારણ ભૂરા રંગની ન થઈ જાય. 
- તેમા ટામેટા અને કદ્દૂકસ કરેલુ નારિયળ મિક્સ કરો. 
- થોડી મિનિટ માટે તેને સેકો 
- તે સેક્યા પછી તેને થોડીવાર માટે ઠંડુ થવા મુકી દો. 
- જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેને વાટી લો. 
 
ગ્રેવી બનાવવા માટે - એક પેનમાં તેલ ગરમ કરીને તેમા વાટેલી પેસ્ટ નાખીને સેકો. 
- તેમા મીઠુ ગરમ મસાલો, લાલ મરચાનો પાવડર, હળદર પાવડર, લવિંગ તજનો પાવડર નાખીને મિક્સ કરો 
- ત્યારબાદ તેમા પાણી નાખો. તેને ત્યા સુધી પકવો જ્યા સુધી મિક્સર કિનારા પરથી તેલ ન છોડે ત્યાસ સુધી સેકો. જ્યારે આ સારી રીતે સેકાય જાય ત્યારે તેમા જરૂર મુજબ પાણી નાખીને ગ્રેવી તૈયાર કરો. હવે તેને બાજુ પર મુકી દો.   
 
ઉસલ પાવ બનાવવા માટે 
- એક પેનમાં તેલ ગરમ કરીને તેમા આદુનુ પેસ્ટ, લસણનુ પેસ્ટ અને હિંગ નાખીને સારી રીતે સેકો.  
- તેમા આખી રાત પલાળેલા સ્પ્રાઉટ્સ અને બટાકા મિક્સ કરો. 
- તેમા મીઠુ, હળદર પાવડર, ગરમ મસાલો, લવિંગ તજનો પાવડર અને લીંબુનો રસ મિક્સ કરો.  
- પાણી નાખીને આઠ થી દસ મિનિટ માટે પકવો
- મિક્સચર બફાયા પછી તેને એક વાડકામાં કાઢીને બાજુ પર મુકી દો. 
 
મિસળ બનાવવા માટે 
- એક બાઉલમાં સૌ પહેલા બનાવેલી ઉસળ નાખો.  ત્યારબાદ બનાવેલી ગ્રેવી નાખીને સમારેલી ડુંગળી અને મિક્સચર નાખો. 
- ઉપરથી સમારેલા ધાણા નાખીને પાવ અને લીંબુ સાથે પીરસો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Rum Cake Recipe - રમ કેક રેસીપી

amavasya december 2024 - 30મી કે 31મી ડિસેમ્બર, જાણો વર્ષની છેલ્લી સોમવતી અમાવસ્યા ક્યારે છે.

મૃતદેહને બાંધીને સ્મશાનગૃહમાં કેમ લઈ જવામાં આવે છે? જાણો આ સદીઓ જૂની પરંપરાનું રહસ્ય

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

શનિ ચાલીસા / shani chalisa gujarati

આગળનો લેખ
Show comments