Khichdi- રાષ્ટ્રીય ભોજન બનલી ‘ખિચડી’ જાણો ખિચડીની 10 રેસીપી(Khichdi In Gujarati)
ભારત દેશના મોટા ભાગમાં ખિચડી ખૂબ ખાવામાં આવે છે હવે ખિચડીને રાષ્ટ્રીય ભોજન રીતે પિરસવા માં આવશે. જી હા ખિચડીને રાષ્ટ્રીય ભોજનના રૂપમાં કરાઈ રહ્યું છે. ખીચડીનો નામ સાંભળતા જ બધા ગુજરાતી ખુશ થઈને હોંશે હોંશે ખાવા તૈયાર રહે છે. ખિચડી સાથે ગરમા ગરમ ગુજરાતી કઢી, દહીં, પાપડ અને અથાણા સાથે
માં ના હાથોથી બનેલી ખિચડી ન માત્ર સ્વાદિષ્ટ હોય છે , પણ એટલી જ પૌષ્ટિક પણ હોય છે. જો મગ દાળની ખિચડી ખાઈએ તો , એમાં કાર્બોહાઈડ્રેડ અને પ્રોટેન સિવાય સારી માત્રામાં ફાઈબર , વિટામિન સી , કેલ્શિયમ , મેગ્નીશિયમ , ફાસ્ફોરસ અને પોટેશિયમ વગેરે પોષણ મળશે.
ખિચડીને કોણ નહી જાણતું આ તો ભારતના દરેક ઘરમાં બને છે અને ખૂબ પસંદ અપણ કરાય છે. જે દિવસે હળવું ભોજન ખાવાના મન હોય એ દિવસે ખિચડી જ બનાવું સારું લાગે છે. એને દાળ અને ભાતને એક સાથ બાફીને બનાવાય છે. પછી એને ઘી અહાર પાપડ અને દહીં સાથે ખાય છે.
ખાવાનું મજા પણ બહુ આવે છે.
દહી, કઢી કે મસાલા છાશ સાથે ગરમાગરમ ખીચડીની મઝા માણવા ગુજરાતીઓ તો ખુશ ભાઈ... અને તમને ખબર છે મિત્રો ખિચડીને રાષ્ટ્રીય ભોજન જાહેર કરવાની કવાયદ પણ ચાલી રહી છે. અને હોવું પણ જોઈએ આવું સરસ ભોજન છે ખિચડી તો.. ગૃહણીને રાંધવામાં પણ સરળ લોકોને ખાવામાં પણ હળવું અને
બીજા ઘણા ફાયદા છે... તો તમે પણ જાણો ખિચડીની જુદા-જુદા 10 રેસીપી
બનાવવાની રીત-દાળોને ધોઈ સુકાવીલો. હવે એક પેનમાં ઘી ગરમ કરો અને બધી શાકભાજી નાખો . પછી પછી મીઠું, પત્તા, જીરું, ધાણા, હળદર પાવડર અને મરી નાખો.હવે આદુ પેસ્ટ નાખી .પાંચ મિનિટ માટે ફ્રાય કરો હવે પણ તજ અને એલચી પણ નાખો.હવે એમાં ધોવેલી દાળ અને અને ચોખા નાખો.પછી પનીરના ટુકડાઓ નાખો. હવે બે કપ પાણી નાખી ઉકળવા દો. પાણી જરૂર અનુસાર નાખો અને ધ્યાન રાખો કે ખિચડી બળે નહી જ્યારે દાળ અને ચોખા ગળી જાય તો તાપ બંદ કરી દો. હવે ખિચડી તૈયાર છે માખણ ઉપરથી નાખી શકો છો.
ગુજરાતી મિક્સદાળની ખિચડી
સામગ્રી -
ચોખા1 કપ
લીલા મગની દાળ,ચણાની દાળ, તુવેરની દાળ 1/4 કપ
વઘાર માટે
ઘી1 ચમચી
તેલ1 ચમચી
જીરું1 ચમચી
તેજ પત્તા1 ભાગ
લવિંગ2 ભાગ
હળદર1 ચમચી
સુકા લાલ મરચાં1 ભાગ
હિંગ1/4 ચમચી
પાણી2 કપ
મીઠુંસ્વાદપ્રમાણે
ચોખા, લીલા મગની દાળ, ચણાની દાળ અને તુવેરની દાળ ને પાણી માં ધોઈ લો.
પ્રેશર કુકર માં ઘી ગરમ કરો અને ઘી માં થોડુ તેલ ઉમેરો. ગરમ ઘી માં જીરું, લવિંગ, તજ, લાલ મરચું, હિંગ અને તેજ પત્ર નાખી શેકો.
- પછી કુકર માં ચોખા અને દાળ નાખી મિકસ કરો
હળદર અને મીઠું નાખી થોડું પાણી ઉમેરો અને ઢાકણ ઢાંકી નાખો.
પ્રેસર કુકર માં ખીચડી 20 મિનીટ માટે બાફવા દો. 3 થી 4 સીટી પછી ખીચડી બની જશે.
ખીચડી તૈયાર છે. ખીચડી ને ગરમા ગરમ કાઢી, દહીં, પાપડ અને અથાણા સાથે પિરસો.
બનાવવાની રીત - ચોખા-દાળને ધોઈને અડધો કલાક પલાળી દો. કુકરમાં તુવેરદાળને એક સીટીમાં બાફી લો. પછી ચોખા, બધા શાકભાજી ભેળવીને એક સીટી વાગે ત્યાં સુધી બાફી લો. હવે બધા મસાલા તેમાં ભેળવી દો. આમલીનો ગૂદો નાખીને દસ મિનિટ સુધી બાફો. એક પેનામં એક મોટી ચમચી ઘી ગરમ કરો. હીંગ, જીરૂ અને કઢી લીમડાંનો વઘાર લગાવી તેને ખિચડીમાં નાખી દો. પાપડ અને જીરાવન કે અથાણાં સાથે ખિચડી પરોસો.
બનાવવાની રીત - કોથમીર ,ડુંગળી ,ધાણા પાવડર ,હળદર પાવડર,લાલ મરચાંનો પાવડર ,લસણનું પેસ્ટ અને મીઠું સ્વાદપ્રમાણે એક વાટકીમાં નાખી મિક્સ કરી લો. બટાટા ,વટાણા,ફુલાવર તેલ ચોખા ઈલાયચી અને તજ નાખી મિક્સ કરી લો. આ મિશ્રણને હાંડીમાં નાખી બમણું પાણી નાખી ધીમા તાપે 25 થી 30 મિનિટ હલાવો. કોથમીર નાખી અને લીંબૂથી ગાર્નિશ કરી છાશ અને પાપડ સાથે સર્વ કરો.
બનાવવાની રીત: ચોખા અને દાળને બે ત્રણ પાણીથી ધોઈ લો, ત્યાર બાદ કૂકરમાં ઘી નાંખી ગરમ થાય એટલે તેમાં જીરૂ, વઘારના મરચા અને સમારેલું લસણ- આદુંની પેસ્ટ નાંખી લાલ થાય સુધી સાંતળો. ત્યારબાદ તેમાં સમારેલા ડુંગળી,ટમેટા ,બટાકા અને બાકીની બધી સામગ્રી નાંખી થોડીવાર સાંતળી તેમાં પ્રમાણસર પાણી નાંખો, ઉકળો આવે એટલે તેમાં ધોઈને રાખેલા દાળ અને ચોખા નાંખી ચાર-પાંચ સીટી થયા બાદ કૂકર ઉતારી લેવું થોડીવાર પછી ખોલવું. ગરમા ગરમા ખિચડી ઘી અથવા છાશ સાથે પીરસો.
નોટ- આ મસાલા ખિચડી છે તો તમે એને સ્વાદપ્રમાણે તીખું પણ બનવી શકો
બનાવવાની રીત - માખણ ગરમ કરો અને તેમા જીરુ, લીલા મરચાં, મીઠુ અને આદુ નાખીને પાણી નાખો. ચોખા અને બંને દાળને ધોઈને તેમા નાખો. ત્યારબાદ કુકરમાં એક સીટી લો. ઠંડી થયા પછી દહી અને કોપરાનું છીણ નાખીને સર્વ કરો.
બનાવવાની રીત: ચોખા અને દાળને બે ત્રણ પાણીથી ધોઈ લો, ત્યાર બાદ કૂકરમાં ઘી નાંખી ગરમ થાય એટલે તેમાં જીરૂ, વઘારના મરચા અને સમારેલું લસણ નાંખી લાલ થાય સુધી સાંતળો. ત્યારબાદ તેમાં સમારેલા ડુંગળી, બટાકા અને બાકીની બધી સામગ્રી નાંખી થોડીવાર સાંતળી તેમાં પ્રમાણસર પાણી નાંખો, ઉકળો આવે એટલે તેમાં ધોઈને રાખેલા દાળ અને ચોખા નાંખી ચાર-પાંચ સીટી થયા બાદ કૂકર ઉતારી લેવું થોડીવાર પછી ખોલવું. ગરમા ગરમા ખિચડી ઘી અથવા છાશ સાથે પીરસો.
ખિચડીમાં તમને ભાવતા બીજા મોસમી શાકભાજી પણ નાંખી શકાય છે.
ગુજરાતી Recipe - મગની દાળની ખીચડી
ગરમીને કારણે અનેકવાર કંઈક હલકુ ફુલ્કુ ખાવાનુ મન કરે છે. આવામાં મોટાભાગના લોકો ખિચડી ખાય છે. આ હેલ્ધી હોવા સાથે ટેસ્ટી પણ હોય છે. આજે અમે તમને મગ દાળની ખિચડી બનાવવાની રેસીપી બતાવીશુ.
બનાવવાની રીત - સૌ પહેલ પાણીમાં દાળ અને ચોખાને પલાળીને 20 મિનિટ માટે રાખી મુકો. પછી પાણી કાઢીને બાજુ પર મુકો.
- એક પેનમાં તેલ અને ઘી નાખીને ગરમ કરો. પછી તેમા જીરુ અને સરસવના બીજ અને આદુ નાખીને સેકો.
- હવે તેમા હીંગ, લીલા મરચા અને ટામેટા નાખીને થોડી દેર સીઝવા દો. પછી તેમા હળદર અને મીઠુ નાખીને બીજીવાર હલાવો.
- હવે તેમા પલાળેલી મગની દાળ અને ચોખા તેમજ લીલા વટાણા નાખીને સારી રીતે મિક્સ કરો. પછી તેમા પર્યાપત પાણી નાખીને 20-25 મિનિટ સુધી બફાવા દો.
- મગની દાળની ખિચડી તૈયાર છે.. ગરમા ગરમ પીરસો..
વટાણાની ખીચડી
સામગ્રી - 250 ગ્રામ ચોખા, એક કિલો દહીંમ એક કિલો ઝીણા વટાણા, જીરુ, તજ, કાળા મરી, નાની ઈલાયચી, કેસર, તમાલ પત્ર, લવિંગ, હીંગ, કાજૂ અથવા બદામ, ચણાના લોટનું પાતળુ ખીરું.
વિધિ - જીરુ, કાળા મરી, તજ અને બદામને વાટી લો. દહીંમાં ચણાના લોટનું પાણી નાખી મીઠુ, હળદર, ઘી, કેસર નાખીને ઉકાળો. જ્યા સુધી ઉકળે નહી ત્યાં સુધી હલાવતા રહો. ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી ઉકાળો. વટાણામાં હીંગ, જીરાનો વધાર કરી તેને બાફી લો. ચોખાને થોડીક કસર રાખીને બાફી લો.
હવે ત્રણેને મિક્સ કરી - દહીંનું મિશ્રણ, બાફેલા વટાણા, અને ચોખા. એક મોટા વાસણમાં ઘી નાખી તેમાં લવિંગ, તમાલપત્ર, હીંગ, ઈલાયચી, જીરૂ, અને થોડુ લાલ મરચું નાખીને વધાર આપો, લો તૈયાર છે સ્વાદિષ્ટ ખીચડી.