Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઓબામાનો મિસ કોલ

વ્યંગ્ય કથા

Webdunia
N.D
નેતાજીના કપાળ પર ચિંતાની લકીરો હતી. જેણે જોઈને તેમના બંને ચમચાઓ આશ્વર્યમાં પડ્યા હતા નેતાજી પોતાની ટચલી આંગળી કાનમાં નાખીને ખંજવાળી રહ્યા હતા. તેમની આ હરકત એ વાત તરફ ઈશારો કરતી હતી કે તેઓ કોઈ ઊંડી ચિંતામાં છે. પહેલા તેઓ દિવાસળીની સળી નાખતાં હતા, પરંતુ પછી કાનના ડોક્ટરે ચેતવ્યા કે નાની મોટી ચિંતામાં કાનમાં સળી નાખવાનું બંધ નહી કરો તો કોઈ દિવસ કાનનો પડદો છેદાશે તો મોટી મુશ્કેલી ઉભી થઈ જશે.

બંને ચમચા તેમની ચિંતાને જોઈ રહ્યા હતા અને નેતાજી ત્રાસી આંખે ફોન તરફ નજર નાખી રહ્યા હતા. છેવટે તેમણે એક ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, 'હજુ સુધી નથી આવ્યો.

' શુ ? બંને ચમચાઓના મોઢેથી એક સાથે ઉદ્દગારો સરી પડ્યા.

ફોન બીજુ શુ ? તેમણે ચમચાઓની અક્કલ પર દયા ભરેલ અંદાજે જોઈને બોલ્યા અને ફરી ચિંતામાં ડૂબી ગયા.

' કોનો ? બંને ફરી એકવાર બબડ્યા.

' ઓબામાનો બીજો કોણો ? બે દિવસ થઈ ગયા, 15 દેશોના રાષ્ટ્ર અધ્યક્ષોને ફોન લગવી દીધો. હજુ સુધી દિલ્લી ફોન નથી આવ્યો. સમગ્ર શિખર નેતૃત્વ ચિંતિત છે. ન ત્રણમાં કે ન તો તેરમાં તો સાંભળ્યુ હતુ પણ અહીંતો પંદરમાંથી પણ પત્તુ સાફ થઈ ગયુ છે. હમસે કા ભૂલ હુઈ જો રે સજા હમકો મીલી' ગણગણીને ફરી તેઓ ચિંતાતુર થઈ ગયા.

બંને ચમચાઓ રિલેક્સ થઈ ગયા. એકે બીજાને કહ્યુ 'નેટવર્ક પિરાબલમ પણ બની શકે છે ? બીજાએ માથુ ખંજવાળીને વિચાર્યુ અને બોલ્યા કે આટલી ઈંટરનેશનલ કોલ લગાવી હતી, બની શકે કે બધુ બેલેંસ જ ખલાસ થઈ ગયુ હોય'. અને પછી પોતાના ખિસ્સામાંથી નેતાજી દ્વારા પોષાતા મોબાઈલમાં સ્ટારનું બટન દબાવીને બેલેંસ ચેક કરવા લાગ્યા. બીજાએ ઉત્સુકતાથી પૂછ્યુ કેટલુ છે ? તે કશુ નહી બોલ્યો. બેલેંસ બતાવીને તે નેતાજીની આર્થિક મુશ્કેલીઓ વધારવા નહોતો માંગતો. પહેલા જ વૈશ્વિક મંદી પ્રત્યે નેતાજીની ચિંતા તેને થોડી ઘણી સમજાય રહી છે.

નેતાજી વિચારી રહ્યા હતા, 'શુ કારણ હોઈ શકે છે ?

ચમચાએ કહ્યુ, - 'બની શકે કે મિસ કોલ કર્યો હોય. અમેરિકામાં પણ આર્થિક મંદી છે. ચમચાઓ હવે ધારણાઓ લગાવી રહ્યા હતા. 'બની શકે કે કોડ લગાવવાનું જ ભૂલી ગયા હોય ? , એક ચમચાએ નેતાજી તરફ જોઈને પોતાના જ્ઞાનનું પ્રદર્શન કર્યુ.

' ચૂપ રહો,' નેતાજીએ ફાલતું વાતો તરફથી ધ્યાન હટાવવાનું વિચાર્યુ. છેવટે શુ કારણ હોઈ શકે છે ઓબામાની અવગણનાનું ? ભારતીય મીડિયાએ તો હંમેશા તેમના વિજયની ભવિષ્યવાણી કરી હતી. કયા એન.આર.આઈ એ તેમને માટે કેમ્પેનિંગ કરી, એ પણ અમારા છાપાઓએ મુખ્ય હેડિંગમાં છાપ્યું હતુ. કોણ છે, કયાં છે એ બધુ આજે ભારતનો દરેક વ્યક્તિ જાણે છે. હવે કોઈ પોતાનું ગળું કાપીને તો નથી આપી શકતુ ને. પછી કંઈ વાતનુ ખોટું લાગ્યુ ગયુ, કે અત્યાર સુધી ફોન ન લગાવ્યો ? જે બીજા પાસેથી આશા રાખે છે એ પોતાની સાથે પ્રવંચના કરે છે. આટકા મોટા જનતંત્રએ આટલી નાનકડી આશા શોભા નથી આપતી. શુ તેમને કદી આપણી જરૂર નહી પડે ? નેતાજીના ચહેરા પર અચાનક હાસ્ય આવી ગયુ. તેમને લાગ્યુ કે જાણે તેમના માથાનો ભાર એકદમ ઉતરી ગયો હોય. તેમણે હવામાં શબ્દોના બાણ છોડ્યા, 'લગાવવો હોય તો લગાવે, નહી તો જાય જ્યાં જઉં હોય ત્યાં ? ચેલાઓ પણ નેતાજીને પૂર્વરૂપમાં જોઈને હાશ અનુભવી.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments