Webdunia - Bharat's app for daily news and videos

Install App

રણમાં ખિલ્યું ગુલાબ

સીમા પાંડે
રવિવાર, 3 જૂન 2007 (10:19 IST)
તમિલનાડુમાં એક માતાએ પોતાના બે અંધ બાળકોના અંધકારમય જીવનમાં પ્રકાશ લાવવા માટે પોતાનું આયખુ ટુકાવ્યું તાજેતરમાં જ વિવિધ માધ્યમોમાં આ સમાચારો છવાયેલા રહ્યાં.

દૂર્ભાગ્યવશ આ દુ:ખિયારા બાળકો પોતાની આંખની રોશની તો ન મેળવી શક્યાં પરંતુ તેઓને પોતાની માતાનો પડછાયો પણ ગુમાવવો પડ્યો.

આ ઘટનાને ધ્યાનમાં લઈને ફિલ્મ આરાધનાનું એ ગીત યાદ આવે છે 'ચંદા હે તુ મેરા સુરજ હૈ તું, હાં મેરી આંખો કા તારા હે તું' સાચે જ આ જનનીએ આ પક્તિને સાર્થક કરી બતાવી છે. જેને જોઈને સહુ કોઈ અનુભવી શકે છે કે, આખરે માતાના ત્યાગની ચરમ સીમા કેટલી હદ સુધીની હોય છે.

આવી જ એક અન્ય ઘટના છે જેના તરફ દૃષ્ટિપાત કરીએ.

એક વૃદ્ધા અત્યંત બિમાર પડી, તેની સાથોસાથ તેના પુત્રની નવજાત પુત્રી પણ તાવના ભરડામાં સંપડાઈ. તબીબોએ આ નવજાત બાળકીને બચાવવા માટેના તમામ પ્રયત્નો કર્યા અંતે આ પ્રયત્નોથી થાકી હારીને તેમણે બાળકીને બચાવવા માટે માત્ર ભગવાન પર શ્રદ્ધા રાખવાનું આ પરિવારને જણાવ્યું.

સમગ્ર પરિવારમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું કારણ કે, ઘરના બે સભ્યો મરણપથારીએ પડ્યાં હતાં. બીજી તરફ આ વૃદ્ધાને પણ સ્વયંની પીડા કરતા પોતાની પૌત્રીની પીડા વધુ સતાવતી હતી.

પોતાની પુત્રીનું આયખું બચાવવા માટે આ વૃદ્ધાએ બધાની નજરોથી બચીને પલંગની પ્રદક્ષિણા કરી અને ભગવાનને પ્રાથના કરી કે, 'હે ભગવાન બાકીની ઉમર મારી પુત્રને મળી જાય' હવે તેને સંજોગ કહો કે, કોઈ દૈવી ચમત્કાર સાચે જ એવું બન્યું. થોડા દિવસોમાં દાદીનું અવસાન થયું અને જીવન મરણ પથારીએ ઝઝુમતી તેમની પૌત્રી એકદમ સ્વસ્થ થઈ ગઈ. સાચે જ આ દાદીએ પોતાની પૌત્રી માટે પ્રાણોનું બલીદાન આપ્યું.

અન્ય એક કથા પર નજર નાખીએ...

એક મહિલા છે જે વધારે સુખી-સંપન્ન તો નથી પરંતુ તેના મનમાં કંઈક કરી છુટવાની ઈચ્છા ભાવના છે. અવાર નવાર તે અનાથાશ્રમે જાય છે. અઠવાડિયામાં એક વખત તે અનાથાલયના બાળકોને પોતાના ઘરે લઈને આવે છે. તેમને મનપસંદ ખાવાનું બનાવીને ખવડાવે છે અને સાથોસાથ નાની મોટી ભેટ સોગાદો પણ આપે છે. આ સેવાકિય પ્રવૃતિમાં નાણા પૂરા પડી રહે તે માટે આ મહિલા એક નોકરી શોધી રહી છે. તેનું મુખ્ય ધ્યેય પોતાની આવકનો અમુક ભાગ આ બાળકો પર ખર્ચવાનું છે.


' શું કળયુગ આવી ગયો છે' ' આ જમાનામાં સંબંધોનું કોઈ મહત્વ નથી' આવું કહેનારા લોકોએ પોતાની દૃષ્ટિ આ બાજુ પણ ફેરવવી જોઈએ. ફક્ત માતા-પુત્ર જ નહી સમાજમાં અન્ય સંબંધો પણ છે જેમના વિષે જાણવાથી હ્ર્દયને સુખદ આનંદ તથા મનને સુખદ આશ્ચર્ય પ્રાપ્ત થાય છે પરંતુ દુ:ખ સાથે કહેવું પડે છે કે, આવા કિસ્સાઓ કયારેક ખુણામાં દબાઈને પડ્યા રહે છે. જ્યારે બીજી તરફ હિંસા અને વેરઝેરના સમાચારોને માધ્યમોમાં મોકળુ મેદાન મળે છે.


દુનિયામાં સઘળુ ખરાબ નથી હોતું એક વેળાએ કોઈને વાત કરતા સાંભળ્યા કે, કેમ અમે લોકો નકારાત્મક વાતોને જ પ્રાધાન્ય આપીએ છીએ ? સકારાત્મક વાતાને અમે કેમ ધ્યાનમાં લેતા નથી ? શા માટે અમારા લેખો અને અમારી વાતોમાં નૈતિકતાનો ગ્રાઅ નીચે પડતી વસ્તુઓનું સ્થાન લે છે ?

ચાલો માન્યું કે, અમારો સ્વભાવ નકારાત્મક બની ગયો છે અને આવી જ વસ્તુઓં અમને લાલચ આપે છે. અમે લોકો પણ બસે એને જ વાંચવા, જોવા અને સાંભળવા માંગીએ છીએ. રિમોટની ચાપ દબાવતા જ રાત્રીના સમયે ટીવી ન્યૂઝ ચેનલો પર ગુનાખોરીને લગતા કાર્યક્રમો શરૂ થઈ જાય છે. જેમાં અત્યાચાર, વ્યભિચાર, શારિરીક શોષણ અને ગુનાખોરી સાથે જોડાયેલી ઘટનાઓ દેખાડવામાં આવે છે. એક તરફ આ ટીવી ચેનલો સમાજની ગુનાખોરીનું પ્રતિબિબ આપણી સમજ રજૂ કરે છે જે એક સારી વાત છે પરંતુ બીજી તરફ એ વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે, સમાજમાં એટલુ સારુ પણ થઈ રહ્યું નથી જે તરફ આટલી આપણે આતુરતાથી ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

છતાં લોકોના ગળે આ વાત ઉતરતી નથી... આવા લોકોને કહેવાનું કે, જો આપને આવી જ ઘટનાઓમાં રસ હોય તો તેને જુઓ પરંતુ એક નજર આ બાજુ પણ ફેરવો જ્યાં કઈંક સારુ છે. જેને તમે મન ભરીને જોઈ શકો છો. જ્યાં અત્યાચાર, ગુનાખોરીને કોઈ સ્થાન નથી. જેને નિહાળ્યા બાદ તમે જ કહેશો કે, 'સાચે જ રણમાં ખિલ્યું ગુલાબ'.


ભાવાનુવાદ - પ્રિયંકા શા હ

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments