Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભિખારી ભૂલકાનો માતૃપ્રેમ...!

Webdunia
બુધવાર, 12 મે 2010 (16:37 IST)
N.D
છેવટે નિર્ણય થયો કે આ વખતે પણ મમ્મી અમારી સાથે નહી આવે. હું પત્ની અને બાળકોને લઈને સ્ટેશન પહોંચી ગયો. ટ્રેન આવી અને અમે અમારી સીટ તરફ આગળ વધ્યા. વ્યવસ્થિત બેસી પણ નહોતા શક્યા કે ડબ્બાના શોરબકોરને ચીરીને એક ફિલ્મી ગીતની લાઈન કાને પડી..'હમ બને તુમ બને એક દુજે કે લીયે' ગૂંજી ઉઠ્યુ.

આંગળીઓમાં ફંસાયેલા પત્થરના બે ટુકડાની ટિક.. ટિક. ટિકિર.. ટિકિર... ટિક.. ટિક...ના સ્વરમાં મીઠા અવાજે જાદુ કર્યો. લોકો પરસ્પર અકડાઈને બેસી ગયા, અને મધુર ગીતનો અવાજ સાંભળી ચુપ થઈ ગયા.

ગીત બંધ થતા લોકો 'વાહ-વાહ' કરી ઉઠ્યા. આ સાથે જ એ કિશોર ગાયકે યાત્રાળુઓ આગળ પોતાનો જમણો હાથ ફેલાવી દીધો. 'ઓ ભાઈ.. દસ પૈસા..આપોને' અને સામે પાંચ-છ વર્ષનો પાતળો છોકરો હાથ પસારીને ઉભો હતો.

તારુ નામ શુ છે - મેં પૂછ્યુ
' રાજૂ'
કંઈ જાતિનો છે ? છોકરો નિરુત્તર રહ્યો. મે છોકરાને આગળ પ્રશ્ન કર્યો, 'બાપ પણ માંગતો હશે ?'
' બાપ નથી''
' માં' છે ?
હા.. કેમ ? છોકરાએ મારી તરફ ગુસ્સાથી નજર કરી.
શુ કરે છે તારી માઁ ?
' જુઓ સાહેબ, ઉંધી-છતી વાતો મત પૂછો. આપવુ હોય તો આપી દો.
' શુ' ?
' દસ પૈસા'
જ્યા સુધી તુ એ નહી બતાવે કે તારી મા શુ કરે છે, હું એક પણ પૈસો નહી આપુ' મેં છોકરાને ખીજવવાની કોશિશ કરી.
અરે બાબા.. કંઈ જ નથી કરતી. મને જમવાનુ બનાવે છે, ખવડાવે-પીવડાવે છે બીજુ શુ કરે ?
' તુ ભીખ માંગે છે અને મા કશુ જ નથી કરતી ? તુ ભીખ માંગીને ખવડાવે છે એને ?
' મા ને તેનો પુત્ર કમાવીને નહી ખવડાવે તો પછી કોણ ખવડાવશે ? છોકરાએ કડક શબ્દોમાં જવાબ આપ્યો.

એક ભીખારી બાળકનો માતૃપ્રેમ જોઈ હું નિ: શબ્દ થઈ ગયો. સાચે જ એ દિવસે આ નાનકડા ટાબરિયાનું કદ મને મારાથી ઘણું વિશાળ દેખાઈ રહ્યું હતું.

( સૌજન્ય - લધુકથામાંથી)

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments