Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુપ્રીમ કોર્ટના ચુકાદાથી નિરાશ થયેલા વિદ્યાર્થીઓએ ગુજકેટ આપી

Webdunia
મંગળવાર, 10 મે 2016 (17:31 IST)
ગુજરાત સહિત સમગ્ર દેશમાં મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે ચાલુ વર્ષથી NEETની પરીક્ષાને ફરજિયાત બનાવવાનો સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. કોર્ટના આદેશ બાદ તા. 10મી મેના રોજ મેડિકલમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા માટે બી તેમજ  એબી ગ્રૂપના 68,245 વિદ્યાર્થીઓ નોંધાયા હતાં. જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

ગુજકેટ-2016ની પરીક્ષા રાજ્યના કુલ 34 ઝોનમાં આવેલી 292 બિલ્ડિંગ અને 3458 બ્લોકમાં ગુજકેટની પરીક્ષા લેવાઈ હતી ગેરરીતિને ડામવા માટે તમામ પરીક્ષાખંડની સીસીટીવી અને ટેબ્લેટ દ્વારા દેખરેખ રખાઈ હતી. સમગ્ર રાજ્યમાંથી બી ગ્રૂપ તથા એબી ગ્રૂપના મળી ગુજકેટના કુલ 68,245 વિદ્યાર્થીઓમાંથી 39,303 વિદ્યાર્થિનીઓ અને 28,942 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે, જેમાં ગુજરાતી માધ્યમના 54,894 વિદ્યાર્થીઓ, અંગ્રેજી માધ્યમના 12,733 અને હિન્દી માધ્યમના 618 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. 

ગુજરાતમાં પેરામેડિકલ માટે 107 કોલેજોની 5885 બેઠકો ઉપલબ્ધ છે. જેમાં ફિઝિયોથેરાપી માટે પાંચ સરકારી અને 27 સેલ્ફફાઈનાન્સ કોલેજોની 1680 બેઠકો, આયુર્વેદ માટે ચાર સરકારી, એક ગ્રાન્ટેડ અને પાંચ સેલ્ફફાઈનાન્સ કોલેજોની 385 બેઠકો, હોમિયોપેથી માટે ચાર સરકારી અને 13 સેલ્ફફાઈનાન્સ કોલેજોની 1625 બેઠકો અને નર્સિંગ માટે અાઠ સરકારી અને 40 સેલ્ફફાઈનાન્સ કોલેજોની 2195 બેઠકો છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

ગુજરાતી જોક્સ - જલેબી

ફકીર જેવી હાલત..કરણ જોહરે પોતાના શું બનાવી લીધા છે હાલ... ફેંસ જોઇને રહી ગયા દંગ

ગુજરાતી જોક્સ -સસલુ અને કાચબો

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments