rashifal-2026

નારાયણ સાંઈ જે મહિલામાં રસ હોય તેને પ્રસાદ કે ફુલ આપતો, અને સેવકો 'ભોગ તૈયાર હૈ' એવો મેસેજ આપતા

Webdunia
બુધવાર, 4 ડિસેમ્બર 2013 (15:52 IST)
P.R
છેલ્લા કેટલાંયે મહિનાઓથી ભાગતો બળાત્કારનો આરોપી નારાયણ સાઈ આખરે આજે દિલ્હી-હરિયાણા બોર્ડર પરથી ઝડપાઈ ગયો છે. સુરત પોલીસ દ્વારા તેને લુક આઉટ નોટીસ આપી હતી ત્યારથી નારાયણ સાંઈ ભાગતો ફરી રહ્યો હતો. સુરત પોલીસે હવે તેનાં પર ગંભીર આરોપ લગાવ્યો છે કે, તેને યૌનશોષણની ગંભીર આદત જ હતી. તે એક રાતમાં 9 મહિલાઓ સાથે સેક્સનો આનંદ માણતો હતો. તેમજ મહિલાઓનાં પતિને નપુંસક બનાવવાં તેમને કેટલીક આયુર્વેદિક દવાઓ પણ ખવડાવતો હતો.

મહિલાઓને ફસાવવાં માટે તેનાં સેવકોની આખી ટિમ કાર્ય કરતી હતી. તેઓ મહિલાઓને ભોળવી ફસાવી નારાયણ સાંઈ સાથે સંબંધ બાંધવા તૈયાર કરતાં હતાં. આ માટે ગંગા, જમુના,હનુમાન, ઢેલ, બગલો જેવાં હુનમાનધારી સેવકો કામ કરતાં હતાં.

ઉલ્લેખનીય છે કે, નારાયણ સાંઈનાં સેવક ગંગા, જમના અને ઢેલ હાલમાં સુરત પોલીસનાં સંકજામાં છે અને પોલીસ તેમની પાસેથી નારાયણ સાંઈ વીશેની માહિતી એકઠી કરી રહી છે. તેમજ તેનાં પાપકર્મોની કુંડળી પણ તૈયાર કરી રહી છે.

નારાયણ સાંઈ કોઈપણ મહિલાને ફસાવવાં કોડવર્ડનો ઉપયોગ કરતો. જે તે મહિલા સુધી પ્રસાદ કે ફુલ પહોંચાડવામાં આવતું જેથી તેનાં સાધકોને ખબર પડે કે નારાયણને કંઈ મહિલામાં રસ છે. ત્યાર બાદ તેનાં સાધકો જે તે મહિલાનું બ્રેન વોશ કરી તેને નારાયણ સાંઈ ભગવાનના રૂપ છે તેવી વાતોમાં ફોસલાવી તૈયાર કરવામાં આવે છે. જો કોઈ મહિલા તૈયાર થઈ જાય તો તેનાં માટે પણ કોડ વર્ડ વાપરવામાં આવતો હતો. સંમત થનારી મહિલા માટે સેવકો 'ભોગ તૈયાર હૈ' એવો મેસેજ નારાયણ સાંઈ સુધી પહોંચાડતા હતાં.
વધુ જુઓ..

જરૂર વાંચો

આ પાંદડામાંથી બનેલી ચા સ્વાસ્થ્યનો છે ખજાનો, જે વજન ઘટાડવાથી લઈને અનિદ્રા સુધીની દરેક બાબતમાં છે અસરકારક

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

Veer bal diwas વીર બાળ દિવસ નિબંધ

Jiju Birthday Wishes- બનેવી જન્મદિવસની શુભકામનાઓ

વધુ જુઓ..

નવીનતમ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

આજના રમુજી જોક્સ: શું થયું...?

Govinda birthday- ગોવિંદા વિશે 25 રોચક જાણકારી

મલયાલમ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન, હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

Show comments