Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી વઞિયારા સમાજ દ્વારા જાતિ પ્રમાણપત્ર માટે સામાજિક ન્યાયમંત્રી રાજકુમાર બડોલેને આવેદન પત્ર અપાયો

Webdunia
મંગળવાર, 13 સપ્ટેમ્બર 2016 (13:45 IST)
સામાજિક સંસ્થા પરમ પૂજ્ય શિરોમણી શ્રી રોહિદાસવંશી વઢિયારા ચમાર સમાજના અધ્યક્ષ માવજીભાઈ બી કતપરા દ્વારા ગુજરાતી વઢિયારા ચમાર સમાજને જાતિ પ્રમાણપત્ર મેળવવા પડતી તકલીફો અંગે જાણકારી આપવા સંસ્થાના પદાધિકારીઓએ સામાજિક ન્યાય અને વિશેષ સહાય મંત્રી રાજકુમાર બડોલેને એમની મંત્રાલયસ્થિત ઓફિસમાં સુપરત કર્યો હતો. આવેદનમાં જણાવાયું હતું કે 10 ઓગસ્ટ,1950માં બનાવાયેલો જાતિ પ્રમાણપત્ર અંગેનો નિયમ રદ કરવામાં આવે કારણ, 1950માં મહારાષ્ટ્ર અસ્તિત્વમાં નહોતું. અને 1 મે,1960માં મહારાષ્ટ્ર રાજ્ય બન્યા બાદ જૂના નિયમોને કારણે જાતિ પ્રમાણપત્ર મેળવવામાં સમાજને ઘણી તકલીફો વેઠવી પડે છે.

                  આ અવસરે સંસ્થાના સહ સચિવ આલજીભાઈ પીઠ મારુએ કહ્યું કે, જાતિ પ્રમાણપત્ર અને ડોમિસાઇલ સર્ટિફિકેટ માટે અમારા સમાજની સાથે અન્ય લોકોને ઘણી તકલીફો પડી રહી હોવાથી એ સરળ બનાવવામાં આવે. જૂના નિયમોને કારણે સમાજના લોકો અનેક ધક્કા ખાવા છતાં કામ થતું નથી. ઉપરાંત ભણતર, નોકરી વગેરેમાં સરકાર તરફથી મળતી સુવિધાથી વઢિયારા ચમાર સમાજના લોકો વંચિત રહે છે. જાતિ પ્રમાણપત્ર અંગેનો જે નિયમ 10 ઓગસ્ટ, 1950માં બન્યો છે એ રદ કરવામાં આવે અને જાતિ પ્રમાણપત્ર તથા ડોમિસાઇલ સર્ટિફિકેટની પ્રક્રિયા આસાન બનાવવામાં આવે.

              આ અવસરે વઢિયારા સમાજના ઉપાધ્યક્ષ રામજીભાઈ નાનજી પરમાર, સેક્રેટરી નાથુભાઈ કરસન ડોડિયા, સહ સચિવ આલજીભાઈ પીઠ મારુ, નથુભાઈ સવજી સીંગલ, જેશિંગભાઈ ભાવજી કતપરા, પાલજીભાઈ સવજી કતપરા, પીઠાભાઈ લાખા સોલંકી, સવજીભાઈ ભંજા ચાવડા, વિશ્રામભાઈ અમરા મેરિયા, દેવજીભાઈ નથુ ચાવડા સહિત સમાજના પચાસેકથી વધુ લોકોએ તેમના સમાજની સમસ્યા અંગેની જાણકારી મંત્રીશ્રીને આપી હતી
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ખેડૂતને ફરી હીરો મળ્યો, 3 મહિના પહેલા પણ તેને 16.10 કેરેટનો હીરો મળ્યો હતો

પાકિસ્તાન ફરી આતંકી હુમલાથી હચમચી ગયું, કલાતમાં 7 સુરક્ષાકર્મીઓ શહીદ, 18 ઘાયલ

PM મોદી નાઈજીરિયા પહોંચ્યા, 17 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની પ્રથમ મુલાકાત

અમરાવતીમાં નવનીત રાણા પર હુમલો કરવાનો પ્રયાસ, ખુરશીઓ ફેંકવામાં આવી

મહારાષ્ટ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન ગોવિંદાની તબિયત અચાનક બગડતાં રોડ શો અધવચ્ચે જ છોડી દીધો હતો

આગળનો લેખ
Show comments