Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં સીએનજીના ભાવ ક્યારે ઘટશે ?

Webdunia
શુક્રવાર, 29 નવેમ્બર 2013 (11:22 IST)
P.R
ગુજરાતમાં ઓટોરિક્શા ચાલકો સીએનજી કારમાલિકો અને સીએનજીથી ચાલતા ઉદ્યોગોના સંચાલકો કેન્દ્ર સરકાર દ્વારા સસ્તા ભાવે સીએનજી ગેસ ક્યારે અને ક્યા ભાવે અપાશે તેની આતુરકાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે ત્યારે ગુજરાત સરકાર પણ કેન્દ્ર સરકાર ગુજરાતને કયા ભાવે સીએનજી ગેસ આપે છે તેની ગણતરીઓ મુકે છે. ગુજરાત હાઈકોર્ટ, સુપ્રીમકોર્ટ વગેરેની દરમ્યાનગીરીને કારણે કેન્દ્ર સરકારને ગુજરાતને મુંબઇ, દિલ્હીની જેમ સસ્તા ભાવે ગેસ આપવાની ફરજ પડી છે પરંતુ હજુ સુધી તેનો ભાવ જાહેર કર્યો નથી.

સૂત્રોએ કહ્યું કે ગુજરાત સરકારે તો પહેલી ડિસેમ્બરથી ગુજરાતને સસ્તા ભાવે ગેસ મળતો થઇ જશે એવી જાહેરાત કરી છે પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી. એમ મનાય છે કે અંદાજે 15થી 20 રૂપિયાના ઓછા ભાવે ગુજરાતને આ ગેસ મળશે. સીએનજી ગેસના વધેલા ભાવને કારણે જ મોરબીના સિરામીક ઉદ્યોગે કંટાળીને છેવટે પોતાનું ઉત્પાદન અટકાવ્યું છે. તો બીજી તરફ મોરબી અને સીએનજી ગેસના વપરાશકારો ભાવ ક્યારે ઘટશે તેની ગણતરીઓ મુકી રહ્યા છે.

સૂત્રોએ કહ્યું કે ગુજરાત સરકારને કેન્દ્ર પાસેથી સસ્તા ભાવે ગેસ જોઇએ છે પરંતુ ગેસ પર લેવાતા ઉંચા વેટના દરોમાં ઘટાડો કરવાની કોઇ ઇચ્છા થતી નથી. નાણામંત્રી નિતીન પટેલ કહે છે કે સીએનજીના ભાવ ઘટશે એટલે ગુજરાતને વેટમાં મળતી આવક પણ ઘટશે તેથી વેટ ઘટાડવાની કોઇ જરૂર જણાતી નથી. તેઓ એમ પણ કહે છે કે ગેસના ભાવ ઘટતાં રિક્શાના ભાવ ઘટશે પરંતુ ગેસ સંચાલિત એસટી બસના ભાડાં ઘટશે કે કેમ એ અંગે તેઓ ના પાડે છે એટલે કે ગુજરાત સરકાર રિક્શાનાં ભાડાં ઘટાડશે પરંતુ જેમાં રોજેરોજ લાખો લોકો મુસા ફરી કરે છે તેવા એસટી બસના ભાડાંમાં ઘટાડો કરવા કેમ તૈયાર નથી તે કહેવાની ભાગ્યે જ જરૂર છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments